Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન વિશ્વના એક મહાન સાહિત્ય-સ્વામીની એક મહાન નવલકથાના ગુજરાતી સંપાદનની બીજી આવૃત્તિ પ્રકાશિત કરતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવાય છે. હર્ષ એ વાતને કે, ઉત્તમ સાહિત્ય ગણી શકાય એવું એ ગુજરાતી સંપાદન ફરીથી નવો અવતાર પામે છે; અને ગર્વ એ વાતને કે, પરિવાર સંસ્થાની રાષ્ટ્રસેવા કહી શકાય તેવી પ્રવૃત્તિને રોળી નાખવા ઇચ્છનારા ના હાથ હેઠા પડ્યા છે–અને પરિવાર સંસ્થાની પ્રવૃત્તિ નવા સંજોગો હેઠળ નવેસર પુનર્જીવન પામે છે. આ સંપાદનની પહેલી આવૃત્તિ ૧૯૬૪માં બહાર પડી હતી. તે બહુ વખત પહેલેથી અપ્રાપ્ય બની ગઈ હતી. તેની બીજી આવૃત્તિ જલદી બહાર ન પાડી શકાઈ, તે ગુજરાતી વાચક - વર્ગની ઉપેક્ષાથી નહિ, એટલું જ કહેવાને અહીં આશય છે. આસમાની - સુલતાનનું મનસ્વી ખપ્પર ક્યારે કોને ભરખી જશે, તે કહી શકાય તેવું હોતું નથી. પ્રથમ આવૃત્તિના પ્રકાશક તરીકે સ્વ૦ શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલના નિવેદનમાંથી કેટલેક ભાગ જરૂરી લાગવાથી કાયમ રહેવા દીધો છે; તે રીતે જ પહેલી આવૃત્તિના સંપાદકીય નિવેદનમાંથી પણ કેટલોક ભાગ કાયમ રાખ્યો છે. આચાર્યશ્રી મગનભાઈ દેસાઈની અમૂલ્ય “કૃતાંજલિતે લગભગ શબ્દશ: ઉતારી છે. આ બીજી આવૃત્તિ વખતે જરૂરી સુધારાવધારા કરી આપવા, તથા પિતાનું નિવેદન લખી મોકલવા સંપાદકને વિનંતી કરી, ત્યારે તેમણે નવું નિવેદન લખવાની અનિચ્છા દર્શાવતે જે જવાબ લખી મોકલ્યો, તે જ અહીં તેમના નિવેદન’રૂપ ગણીને ઉતારીએ છીએ : “ડૂમાની “મોન્ટેક્રિસ્ટો', તથા હ્યુગોની “લે મિરાબ્લ’નાં ગુજરાતી સંપાદન, બીજી આવૃત્તિ માટે છાપતા પહેલાં જીવનના ઢળતા દિવસોમાં ફરીથી વાંચવા મળ્યાં, તેને હું મારું સદ્ભાગ્ય લેખું છું. એ બંને નવલકથાઓ વાંચતાં જે ભાવાવેશ ઊભરાય છે, તે સામાન્ય મત્ય જીવનમાં અમૃત - રસના પાન જેવો નીવડે છે. એ નવલકથાઓ મરવી જોઈએ નહિ – મરવા દેવી જોઈએ પણ નહિ. માનવીની સર્વોત્તમ ભાવનાઓને તેની નિકૃષ્ટ ભાવનાના સંદર્ભમાં જાગૃત કરીને ઝણઝણાવી દેવી, એ જેવું તેવું કામ નથી. એ લાગણીઓને ઉત્તેજિત કરી શકે તેવા સમર્થ લેખકોની સમર્થ નવલકથાઓ વિનાના માનવજીવનની કલ્પના પણ કરી શકાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 506