Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 10
________________ વિકટર હૃગે [૧૮૦૨ – ૧૮૮૫] વિશ્વસાહિત્યમાં ફ્રાંસનું નામ રોશન કરનાર ફ્રાંસના બે સાહિત્યસ્વામીઓ -- ડૂમા અને હ્યુગોનો જન્મ, ઓગણીસમી સદીના પ્રારંભે, એક જ વર્ષમાં થયો હતો. તેઓ જમ્યા ત્યારે નેપોલિયન બોનાપાર્ટની સરદારી નીચે, ફ્રાંસને વિજયડંકો યુરોપ અને આફ્રિકામાં વાગતો હતો. હૃગોના પિતા ફ્રાંસની તે વખતે અજેય ગણાતી સેનામાં મેટા અફસર હતા. સેના સાથે પિતાનું ભ્રમણ ચાલ્યા કરતું અને સાથોસાથ તેમના કુટુંબનું પણ. એટલે હૃગોને એક સ્થળે સ્થિર રહીને ખાસ શિક્ષણ મળેલું નહિ. - હ્યુગોએ નવ દસ વર્ષની ઉંમરે, આફ્રિકામાં ગવર્નરપદે બિરાજંતા પિતાનાં વૈભવ અને ઐશ્વર્ય, અતિ ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓને મળે તેવો માન-મરતબો, અમીર-ઉમરાવ-વર્ગને સંસર્ગ અને આંખને આંજી દે તે ભપકો અનુભવેલાં. પરંતુ ટૂંક સમયમાં રાજકીય સ્થિતિ પલટાતાં, પિતાએ પોતાના પરિવારને પૅરિસ પહોંચાડી દીધો. નેપોલિયનના પતન સાથે હૃગેના કુટુંબને વૈભવ પણ અસ્ત થયો. થોડો સમય પિતાને અટકાયતમાં પણ રહેવું પડે. ઈ. સ. ૧૮૨૧માં ધૂગેની માતાનું મૃત્યુ થયું. પિતા પાસેથી કંઈ પણ મદદ સ્વીકારવાને હૃગેએ ઇનકાર કર્યો, અને તેથી એકદમ નિર્ધન સ્થિતિમાં તેમને મુકાઈ જવું પડ્યું. આ સમયે મહિનાઓ સુધી ખંત અને આત્મશ્રદ્ધાથી તેમણે લેખનપ્રવૃત્તિ કર્યા કરી. ૧૮૨૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ બહાર પડયો. ૧૮૨૭ના અરસામાં હ્યુગો, નૉડિયર, વિગ્ની વગેરેના સહકારથી ફ્રાંસમાં સાહિત્યકારોની એક કલબ સ્થપાઈ. સાહિત્યક્ષેત્રે ક્રાંતિકારી વિચારો ધરાવનારી આ મંડળીના હૃગો નેતા બન્યા. સાહિત્યમાં ચાલી આવતી ચીલેચલુ શૈલી અને પ્રણાલિકા તેમ જ કલાના પ્રવર્તમાન ખ્યાલ સામે સફળ ઝુંબેશ ઉઠાવવામાં આવી. ડ્રમાં પણ તેમાં જોડાયા. હૃગેની લોકપ્રિયતા અપ્રતિમ હતી. તેમના સીમા જન્મદિવસે લાખ નાગરિકોએ તેમને હર્ષનાદથી વધાવી લીધા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 506