Book Title: Chovish Tirthankar Author(s): Vimalkumar Mohanlal Dhami Publisher: Navyug Pustak Bhandar Rajkot View full book textPage 6
________________ અંતરના ઉદ્ગાર ‘સુધોખા’ માસિકના સ્થાપક તંત્રી શ્રી સોમચંદભાઈ ડી. શાહે બે એક વર્ષ પહેલાં ‘ચોવીશ તીર્થંકર'ના જીવનચરિત્ર વિષે આલેખન કરવાનું સૂચન કરેલું. એ વખતે જ એમની વાત મારા હૈયાને સ્પર્શી ગઈ હતી. ગુજરાતીમાં ચોવીશ તીર્થંકર ભગવંતોના જીવનચરિત્ર સંક્ષિપ્તમાં ઉપલબ્ધ નથી તેવું મારા જાણવામાં છે. ગુજરાતીમાં ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' પહેલાં મળતું નહોતું પરંતુ હવે આ પુસ્તક મળે છે. ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના કર્તા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ છે. આ. શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત આ ગ્રંથ અદ્ભૂત છે. આ ગ્રંથ એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ કહી શકાય. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે જૈન ધર્મની પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઇતિહાસ પુરુષોના સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં કરેલું છે. શલાકા પુરુષ ૬૩ હોય છે. શલાકા પુરુષ એટલે ઉત્તમ પુરુષો અથવા શલાકા એટલે સમ્યકત્વ. જે પુણ્યાત્માઓ નિયમના સમ્યક્ત્વરૂપી શલાકા ધરાવે છે તેમને ‘શલાકા પુરુષ' કહેવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના ‘અભિધાનચિંતામણિ’શબ્દકોશમાં શલાકા પુરુષ વિષે જણાવ્યું છે કે પુરુષોમાંસૃષ્ટિમાં પેદા થતાં-થયેલા ને થનાર પુરુષોમાં જે સર્વશ્રેષ્ઠ હોય-થાય-ગણાય તે કહેવાય ‘શલાકા પુરુષ'. જૈન સિદ્ધાંત અનુસાર એક કાળચક્રના બે વિભાગ હોય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં અ ૬૩ શલાકા પુરુષો થતાં હોય છે. ચોવીશ તીર્થંકર ભગવંતોના જીવનચરિત્ર લખવામાં મેં આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીના ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ને મુખ્ય આધાર ગ્રંથ ગણ્યો છે. મારા આ પુસ્તકમાં જે ઉત્તમ છે તે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીનું ગણજો. ચોવીશ તીર્થંકર ભગવંતોના ચરિત્ર આલેખવાનો મેં મારી રીતે નમ્ર પ્રયાસ કર્યો છે. એ પ્રયાસમાં કેટલો સફળ થયો છું. એ તમારા પર છોડું છું. બાકી તીર્થંકર ભગવંતોના ચરિત્રો લખવામાં કોણ શક્તિમાન હોય શકે ? મારા દરેક પુસ્તકોની જેમ આ ગ્રંથને પણ એવો જ આદર અને પ્રેમ મળશે તેવી મારી શ્રદ્ધા છે. સંવત : ૨૦૪૮ : સંવત્સરી કરણપરા, ધામી નિવાસ, કિશોરસિંહજી રોડ, રાજકોટ Jain Education International · વિમલકુમાર મોહનલાલ ધામી For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 314