Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી ઋષભદેવ સ્વામી વિનિતાનગરી. જેને અયોધ્યાનગરી તરીકે પણ ઓળખાતી. વિનિતાનગરી જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ગંગાસિંધુના મધ્યભાગે આવેલી હતી. એ સમયે યુગલિયાનો કાળ હતો. યુગલિયા એટલે બાળક અને બાળકી સાથે જન્મે, સાથે જ જીવન પસાર કરે અને સાથે જ મૃત્યુને આધીન થાય. યુગલિયાના પ્રથમ કુલકર વિમલવાહન હતા. ' એ પછી અનુક્રમે છઠ્ઠા કુલકર નાભિકુલકર થયા તેમની પ્રિયાનું નામ મરુદેવા. ત્રીજા આરાના ચોર્યાસી લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ (ત્રણ વર્ષ અને સાડા આઠ માસ) બાકી રહ્યા હતા એવા સમયે અષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે વજનાભનો જીવ, તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી સવર્થ સિદ્ધ વિમાનમાંથી ઍવીને નાભિકુલકરની પત્ની મરુદેવાના ઉદરમાં અવતર્યો. તે જ રાત્રીએ મરુદેવાએ ચૌદ સ્વપ્નો જોયાં. તેમાં પ્રથમ સ્વપ્ન ઉજ્વળ, પુષ્ટ સ્કંધવાળો, સરળ પુચ્છવાળો, સુવર્ણની ઘુઘરમાળવાળો વૃષભ જોયો. બીજા સ્વપ્નમાં શ્વેત વર્ણ ધરાવતો. ક્રમથી ઊંચો, ચાર દાંતવાળો હાથી જોવામાં આવ્યો. ત્રીજા સ્વપ્નમાં પીળા નેત્રવાળો, દીર્ઘ જિહુવાવાળો, ચપળ કેશવાળો, પુચ્છને ઉલાળતો કેસરીસિંહ જોવામાં આવ્યો. જ્યારે ચોથા સ્વપ્નામાં પદ્મ જેવા લોચનવાળી, પત્રમાં નિવાસ કરનારી અને દિગગજેન્દ્રોએ પોતાની સૂંઢોથી ઉપાડેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 314