Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
View full book text
________________
પૂર્ણકુંભથી શોભતી લક્ષ્મીદેવી દીઠી,
પાંચમા સ્વપ્નમાં નાના પ્રકારના દેવવૃક્ષોનાં પુષ્પોથી ગૂંથેલી લાંબી પુષ્પમાળા જોવામાં આવી.
છઠ્ઠા સ્વપ્ને ચંદ્રમંડળ જોવામાં આવ્યું.
ચોવીશ તીર્થંકર
સાતમા સ્વપ્નમાં અંધકારનો નાશ કરનાર અપૂર્વ કાંતિ ધરાવતો સૂર્ય જોવામાં આવ્યો.
આઠમા સ્વપ્નમાં મહાધ્વજ, નવમા સ્વપ્ને સુવર્ણકળશ, દસમા સ્વપ્ને પદ્મસરોવર જોવામાં આવ્યું.
અગિયારમા સ્વપ્ને ક્ષીરસમુદ્ર જોવામાં આવ્યો. બારમા સ્વપ્ને વિમાન જોયું.
તેરમા સ્વપ્ન આકાશમાં રત્નપૂંજ દીઠો.
ચૌદમા સ્વપ્ન ત્રૈલોક્યમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તેવો (પ્રકાશમાન) નિધૂમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતો જોવામાં આવ્યો.
ચૌદ સ્વપ્ન આવ્યા પછી મરુદેવા જાગૃત થયા અને ચૌદ સ્વપ્નની વાત સ્વામી નાભિકુલકરને કરી.
નાભિકુલકર ચૌદ સ્વપ્નાઓની વાત સાંભળીને અત્યંત હર્ષિત બન્યા અને મરુદેવાને કહ્યું ઃ તમને ઉત્તમ કુલકર પુત્ર થશે.’
સમયનું ચક્ર ચાલવા માંડ્યું.
નવ માસ અને સાડા આઠ દિવસ પસાર થયા.
ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે અડધી રાતે મહાદેવી મરુદેવાએ યુગલધર્મી પુત્રને સુખે કરીને પ્રસવ્યો.
તે વખતે દિશાઓમાં આનંદ પ્રસરી ગયો. સૌના ચિત્તમાં હર્ષનો અનુભવ થવા લાગ્યો.
આ સમયે ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 314