Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના શ્રીન પ્રવચનના પ્રભાવક સમર્થ જૈનાચાર્યોએ વિશિષ્ટ પ્રતિભા દ્વારા લેકે પકાર માટે વિવિધ વિષયક ગ્રન્ય-રત્નોની રચના કરી છે, તેમાંનું એક ગ્રન્થરત્ન એક હજાર ને એકસે ૧૧૦૦ વર્ષો પછી પણ સદભાગ્યે વાચકોને મળે છે- એથી અત્યન્ત પ્રસન્નતા થાય– એ સ્વાભાવિક છે. પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય સાહિત્યમાં શબ્દાલંકારો અને અર્થાલંકારોથી ભરપૂર પવિત્ર પ્રેરણા આપનારાં ૫૪ મહાપુરુષોનાં ચરિત્રો વર્તમાનમાં આપણને પ્રાપ્ત થાય છે, જેને પ્રસ્તુત ગૂજરાતી અનુવાદ વાંચી વાચકો આનંદ અનુભવશે–એવી આશા છે. શીલાચાર્ય તત્વાદિય-વિમલમતિ કવિ શીલાંક જૈન-આગમમાં ઉપલબ્ધ થતાં ૧૧ અંગમાં, ચોથા સમવાયાંગ સૂત્રમાં, ૫૪ સંખ્યાવાચી ઉલ્લેખોમાં, ૫૪ મહાપુરુષનું સૂચન છે. તેમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, ૯ બલદે અને ૯ વાસુદેવની ગણના છે. ભારતવર્ષની ભૂમિને પાવન કરી ગયેલા જેમાંના કેટલાક તે જ હું ગામી થયેલા, બીજા કેટલાક પછીના ત્રીજા ભવમાં મુક્તિ મેળવનાર થશે–એ મહાપુરુષોનાં પવિત્ર ચરિત્રો ૧૧૦૦ વર્ષ પહેલાં=વિક્રમસંવત ૯૨ ૫માં શ્રીશીલાચાર્ય નામના શ્રેષ્ઠ ધર્માચાર્યે રચેલાં મળે છે-એ જિજ્ઞાસુ વાચકોનાં સર્ભાગ્ય કહી શકાય. અહે-તએ અધિક ઉપકારક અર્ધમાગધી ભાષાને અપનાવી છે, લેકસમૂહને એ જ ભાષા દ્વારા ધર્મદેશના-ઉપદેશ-બોધ આપવા વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે. અહંતો-તીર્થકરમાં ૨૪મા શ્રમણભગવાન મહાવીરે પણ એ જ ભાષા દ્વારા કરેલ અર્થ-કથનને લક્ષમાં લઈ તેમના ગધરે એ પણ સૂત્રગ્રન્થન કાર્ય એ જ અર્ધમાગધી (આર્ષપ્રાકૃત) ભાષામાં કર્યું હતું, જેથી વિશાલ જન-સમાજ સુધી ધર્મ–બોધ પહોંચાડી શકાય. શ્રીશીલાચાર્યું પણ એ જ પ્રથાને માન્ય રાખી આ ૫૪ મહાપુરુષનાં ચરિતે પ્રાકૃત ભાષામાં રચ્યાં છે. પ્રસ્તુત પ્રૌઢ કવિએ મહાપુરુષોનાં ચરિતે રચતાં અસાધારણ કવિત્વ શક્તિને ખ્યાલ આપ્યો છે. ગધ અને પદ્ય પ્રાકૃત સાહિત્યમાં શબ્દાલંકાર અને અર્થાલંકારોથી ભરપૂર વિવિધ વર્ણનાત્મક સરસ રચના કરી છે–એમ સુજ્ઞ વિદ્વાનો વાંચતાં વિચારતાં કહી શકે. નિસ્પૃહ કવિએ ચરિતાના અંતમાં પિતાને જે સ્વપ પરિચય આપે છે, તેથી જાણી શકાય છે કે- તેઓ નિવૃતિ કુલના માનદેવસૂરિના શિષ્ય હતા અર્થાત્ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના અનુયાયી હતા. વે. જૈન સમાજમાં ૧ નાગેન્દ્ર, ૨ ચન્દ્ર, ૩ નિવૃતિ અને ૪ વિદ્યાધર–એ ૪ કુલે વેજીસ્વામી પછી–વિક્રમની બીજી સદી પછી પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં—એમ શ્રીહેમચન્દ્રાચાર્યના પરિશિષ્ટ પર્વ અને સ્થવિરાવલી વગેરે અન્ય ગ્રન્થથી જાણી શકાય છે. તેમાંના નિતિકુલને કવિ શ્રીશીલાચાર્યે શોભાવ્યું હતું. ચં. ૧૨૬૦૦ શ્લોક -પ્રમાણુ આ પ્રાકૃત ચઉષ્પન્ન-મહાપુરિસ–ચરિયરની સંવત ૧૨૨૭માં મહારાજા કુમારપાલના રાજયકાલમાં લખાયેલી તાડપત્રીય ૧ પ્રતિ જેસલમેર કિલ્લાના બડાભંડારમાં છે. તેને અંતિમ ઉલેખ અમે ૪૬ વર્ષો પહેલાં જેસલમેર-ભંડાર-ગ્રન્થસૂચિપત્રનું સંપાદન કરતાં સન ૧૯૨૩માં પ્ર. ગા. ઓ. સિ. નં. ૨૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 490