Book Title: Chopanna Mahapurushona Charit Author(s): Hemsagarsuri Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 5
________________ સાથે સરખાવતાં આ ચરિત્રોમાં કઈ કઈ સ્થળે ભિન્નતા જણાશે, પરંતુ ચરિત્રોમાં ભિન્ન ભિન્ન પરંપરાઓ ઘણે સ્થળે જોવામાં આવે છે; તેથી વાચક-વૃન્દ મૂંઝાવાની જરૂર નથી. વિ. સં. ૨૦૧૭ની સાલમાં પ્રાકૃત ગ્રંથપરિષદુ-પ્રાકૃત ટેકસ સોસાયટી સંસ્થા દ્વારા પ્રકાશિત થએલ, પં. અમૃતલાલ મોહનલાલ સંશોધિત-સંપાદિત મૂળગ્રન્ય પ્રાકૃત ચઉપન્ન-મહાપુરિસ-ચરિયના આધારે આ અનુવાદ કરેલ છે. પ્રસ્તાવનામાં ગ્રન્થ અને તેના વિષ, ગ્રન્થકાર આદિ વિષયક ચર્ચા કરેલી હોવાથી અહિં તે વિષય વિશેષ ચ નથી. અનુવાદ કરવા દરમ્યાન મારા વિનયી શિષ્ય-પ્રશિષ્ય મુનિ શ્રીઅમરેન્દ્રસાગરજી, મુનિશ્રી મનસાગરજી, મુનિશ્રી મહાભદ્રસાગરજી, મુનિશ્રી નિર્મલસાગરજી, મુનિશ્રી નદિષેણસાગરજી, મુનિશ્રી જયભદ્રસાગરજી, મુનિશ્રી મહાસેનસાગરજી આદિને પ્રત્યક્ષ અને પરોક્ષ સુંદર સહકાર અભિનંદનીય છે. આ ગ્રન્થ સંપાદન કરવામાં અનેક સંસ્થાઓ તથા જ્ઞાનભક્તિકારક, સુશ્રાવકો સહાયક અને ગ્રાહક થઈ સંપાદન-કાર્ય સુલભ કરી આપવા માટે ધન્ય બન્યા છે, તે અનુમોદનીય છે. વડોદરા રાજ્યના પ્રાચ્યવિદ્યામંદિરના નિવૃત્ત જેન પંડિતવર્ય લાલચન્દ્ર ભગવાન ગાંધી મળકોપી સાથે પ્રેસકોપી મેળવીને શોધીને તથા પ્રેસપ્રફે તપાસીને સમયસર કાર્ય કરી આપતા હતા, તે પણ અત્ર નેંધનીય છે. મુદ્રક ધર્યકુમારે મુદ્રણકાર્ય સંતોષકારક કરી આપેલ છે. શ્રીગોડીજી જૈન ઉપાશ્રય ) પાયધુની, મુંબઈ ૩ આ શુદિ ૫ ગુરુ. તા. ૧૦-૧૦-૬૯ આ. હેમસાગરસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 490