Book Title: Chopanna Mahapurushona Charit Author(s): Hemsagarsuri Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 4
________________ णमोत्थु अणुओगधराणं । અનુવાદકીય નિવેદન સર્વજ્ઞ કેવલી તીર્થકર ભગવતે નિરૂપણ કરેલ અનન્ત-દુઃખરવરૂપ, દુઃખફલ અને દુ:ખપરંપરાવાળા ચાર ગતિ અને ૮૪ લાખ જીવાનિસ્વરૂપ આ સંસારમાં જીવને ભવિતવ્યતા પરિપકવ થવાના કારણે ઉત્તરોત્તર પુણ્યપ્રકર્ષ થવાના યોગે મનુષ્યજન્મ. આર્યક્ષેત્રાદિ, ધમનકૂલ સમગ્ર સામગ્રી પ્રાપ્ત થઈ. સમગ્ર સામગ્રી પ્રાપ્ત થવા છતાં ગુરુ-સમાગમ, ગીતાર્થ ગુરુમુખથી પ્રભુવાણીનું શ્રવણુ–પરિણમન અત્યન્ત દુર્લભ છે. પૂર્વના મહાગીતાર્થ જ્ઞાની આચાર્યાદિ ભગવન્તએ ભાવી ભવ્ય આત્માઓ અને ચતુર્વિધ શ્રીસંઘને હિતકારક–ઉપકારક થાય, તેવા શુભ આશયથી અનેક શાસ્ત્રગ્ર, પ્રકરણો, ચરિત્રો વગેરે ચારે અનુયોગોથી ગર્ભિત અનુપમ રચનાઓ કરેલી છે. તેમાંની સર્વ રચનાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી; કાળના પ્રભાવથી અનેક કારણે એ વિચ્છેદ-નષ્ટ થવા પામી છે, છતાં પણ વર્તમાન કાલમાં અનેક નગરના પ્રાચીન અને અર્વાચીન જૈન અને સરકારી જ્ઞાન–ભંડારોમાં આગમાદિ શાસ્ત્રના મુદ્રિત અને અમુદ્રિત પ્રતિઓ, તાડપત્રીય પોથી-પ્રતિ, અને પુસ્તક હજાર ઉપરાન્તની સંખ્યામાં ઉપલબ્ધ છે. - પૂર્વે થયેલા મહાપુરુષો-આર્યભદ્રબાહુ સ્વામી સ્થૂલભદ્રજી, સ્વામી, કાલકાચાર્ય, આર્ય રક્ષિતસૂરિ, સિદ્ધસેન દિવાકર સૂરિજી, મલવાદી સૂરિ, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, દેવર્ધિગણી ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિજી, ઉદ્યોતનસૂરિજી, શીલા કાચાર્ય, સિદ્ધર્ષિગણ, મલધારી હેમચંદ્રસૂરિ, ક. સ. હેમચંદ્રાચાર્ય, ઉ. યશોવિજયજી, આદિ શાસનના સ્તંભ સરખા અનેક વિદ્વાન મહાપુરુષો થઈ ગયા. જેમણે ભાવી ભવ્યાત્માઓ માટે વિવિધ અનુયેગ-ગર્ભિત શાસ્ત્રરચનાઓ કરેલી છે, જેનું વર્તમાનમાં આપણે પઠન-પાઠન, શ્રવણ કરીએ છીએ. તે રચનાઓ પૈકી શીલાંક શીશીલાચાર્યે રચેલ ક્યાનુયોગસ્વરૂપ પ્રાકૃત ગદ્ય-પદ્ય ૧૧ હજાર શ્લોક પ્રમાણ ચઉ૫ન-મહાપરિસર્ચરિય” અર્થાત ચેપને મહાપુરુષ-ચરિત્ર છે. જેમાં ૨૪ તીર્થકરે, ૧૨ ક્રવતીઓ, નવ બલદેવો અને નવ વાસદે છે. પ્રતિવાસુદેવનાં ચરિત્રો અન્તર્ગત થવાથી અહિં ગણતરીમાં લીધાં નથી. વચ્ચે કેટલીક અન્ય કથાઓ ઉપદેશરૂપે પણ કહેલી છે. વિબુધાનન્દ નાટક” ને પ્રસંગ પણ કથારસની પુષ્ટિ કરનાર છે. કેટલાક સ્થળે ઉપદેશ, કર્મના ફળે, પ્રસંગોપાત્ત કરેલાં વર્ણને છેલ્લા નેમિનાથ ભગવંતના ચરિત્રથી પૂર્ણાહુતિ સુધીનાં ચરિત્રોમાં તે કાવ્યકારે પોતાની શક્તિ અનુપમ દાખવી છે. કેટલાંક સ્થળે ઘણાં જ કિલટ હોવા છતાં મૃતદેવતાની અદશ્ય સહાયથી નિર્વિદને પાર ઉતરી શકાયું છે. વચમાં તે અર્ધ અનુવાદ થયા પછી કાર્ય છોડી દેવા તૈયાર થએલ, પણ કરેલ પરિશ્રમ નિષ્ફળ જવાના ભયથી ફરી કાર્યારંભ કરી મુશ્કેલીથી અનુવાદ પૂર્ણ કર્યો છે. ગ્રન્યકારે વર્ણનપ્રસંગમાં કેટલાક પર્યાય શબ્દને વધુ પડતો ઉપયોગ કર્યો જણાય છે. કેટલાંક ચરિત્રો ઘણાં જ ટુંકાવેલાં છે. એકંદર સંક્ષેપરુચિવાળા વાચકને આ ચરિત્ર ઘણું રુચિકર બનશે. જો કે બીજાં ચરિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 490