Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 9
________________ ભરત-બાહુબલિ-રાસ જૈનધર્માલ્યુદય ગ્રંથમાલા [પની અમારી પ્રસ્તાવના (૫, ૩૭-૩૪) વગેરે. ચેપન્નમહાપુરુષચરિતમાં કવિએ પ્રારંભમાં સજન-દુર્જનનું સ્વરૂપ દર્શાવ્યું છે, છ પ્રકારના શ્રોતાઓ જણાવ્યા છે. ૫૪ મહાપુરુષોના પૂર્વભવો પણ જણાવ્યા છે, તેમાં ધન સાર્થવાહ વગેરેના સગુણનું વર્ણન વિચારણીય અને આદરણીય છે. નગરોનાં વર્ણને, રાજા-મહારાજા, રાણી-મહારાણી, રાજકુમારરાજકુમારીઓનાં વર્ણને, ષડુ ઋતુઓનાં, ઉદ્યાન, અટવીઓનાં વર્ણને, યુદ્ધ, ચિત્રકલા, નૃત્યકલા, શિલ્પકલા, સંગીતકલા, પ્રહેલિકા, પ્રશ્નોત્તર, આદિ વિનદાત્મક બુદ્ધિવર્ધક સાહિત્ય પણ આમાં જણાય છે. પૂર્વે પાદલિપ્તસૂરિએ રચેલી પ્રાકૃત તરંગવતીક્યા (જે મૂળ અત્યારે મળતી નથી, તેને સંક્ષેપ મળે છે) વગેરેની અસર કવિ પર જણાય છે–એ સંબંધમાં સૂચવ્યું છે કે – 'सा नस्थि कला तं नत्थि लक्षण, जंन दीसह फुडत्थं । infસત્તા–વિના–રાષચાલુ રા --મૂળ પાઠ પૃ. ૩૮, અનુવાદ પૃ. ૫૬ અર્થાત–તેવી કોઈ કલા નથી, કે તેવું કોઈ લક્ષણ નથી, ફુટ અર્થવાળું જે પાલિત્તય(પાદલિપ્તસૂરિ) વગેરેએ રચેલી “તરંગવતી' વગેરે કથાઓમાં ન જેવાતુ હોય. –એથી મહાપુરુષચરિતકાર પ્રસ્તુત કવિએ પોતાની આ કૃતિને તેવી ઉત્તમ કલા અને લક્ષણવાળી બનાવવા પ્રશસ્ત પ્રયત્ન કર્યો જથાય છે. સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ બાણભટ્ટની ગદ્ય છટાવાળી કાદંબરીની કથાએ પણ કવિ ઉપર અસર કરી જણાય છે, તેથી આ મહાપુરુષ-ચરિતમાં ચંદ્રાપીડ, તારાપડ, શુકનાસ જેવા ઉલ્લેખ જોવાય છે. તથા જેમ કાદંબરીકથામાં રાજકુમારને ઉદ્દેશી મંત્રીએ લક્ષ્મી-રાજલક્ષ્મીનું સ્વરૂપ તથા શ્રીમન્ત-લક્ષ્મીવંતેનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેમ આ મહાપુરુષચરિતમાં પણ શ્રી પાર્શ્વનાથચરિતમાં મૂળ પૃ. ૨૫૨ -૨૫૩માં-અનુવાદ ૫. ૩૪૨-૩૪૩માં, તથા શ્રીવર્ધમાનવામિ-ચરિતમાં ( ઉદયન-અભિષેક-પ્રતિષ્ઠા પન ૧૬. મૂળ ૫ ૩૦૪-૩૦૫, અનુવાદ પૃ. ૪૨૦) પ્રદ્યોત રાજાનું, રાજ-લક્ષ્મી વિષયક ચિંતન તુલનાત્મક દૃષ્ટિએ વિચારણીય છે. વિવિધ વિષયોના પ્રાચીન શાસ્ત્રકારોનો નિર્દેશ ભગવન્ત ઋષભ સ્વામીએ લેકનીતિ દર્શાવી અને યથાયોગ્ય દંડનીતિઓ પ્રવર્તાવી હતી. નાટ્ય, ગેય વગેરે ૭૨ કળાઓ ભરતને દર્શાવી, ચાર પ્રકારના બુદ્ધિના ગુણથી યુક્ત એવા તેણે પણ પિતાના પુત્રોને ભણાવી પ્રવર્તાવી હતી. તથા ગજ, અશ્વ, પુરુષ આદિનાં લક્ષણે બાહુબલીને દર્શાવ્યાં. પાછળથી તે જુદી જુદી વ્યક્તિઓએ રચ્યાં જણાવ્યાં છે. નાટ્ય ભરતે, પુરુષ-લક્ષણ સમુદ્ર, ગાંધર્વ ચિત્રરથે. ચિત્રકર્મ નગ્નઈ એ(નગ્નજિત), આયુર્વેદ ધવંતરિએ, અશ્વલક્ષણ શાલિભદ્ર, ઘત વિભાણે-વિધાને, હસ્તિ-લક્ષણ બુબુધે, નિયુદ્ધ અંગિરસે, ઈન્દ્રજાલ શબરે, સ્ત્રીલક્ષણ કાત્યાયને, શકુન-જ્ઞાન સેનાપતિએ, સ્વપ્ન-લક્ષણ ગજેન્દ્ર, સૂપકાર-શાસ્ત્ર નલે, પત્રચ્છેદ્ય વિદ્યા ધરેએ; એ પ્રમાણે તેઓએ અને બીજાઓએ સાંપ્રત (વર્તમાન) પુરુષોની સમીપ કલાઓ અને પુરુષ-લક્ષણ આદિ બાકીનું લાવેલું છે.” ભગવંતે અક્ષરલિપિ બ્રાહ્મીને દર્શાવી હતી, તેથી તે નામ થયું. ત્યાર પછી તેમાંથી ૧૮ લિપિઓ થઈ (મૂળ પુ. ૩૮, અનુવાદ પૃ. ૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 490