Book Title: Chitta Sthairya ni Kedio
Author(s): Amrendravijay
Publisher: Prerna Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ નસકોરાંની નીચે ઉપલા હોઠના મધ્યભાગ પર, હૃદયકમળ પર કે આજ્ઞાચક્ર-ભૂમધ્યે સ્થાપવી. થોડી થોડી વારે એ નિરીક્ષણ કરી લેવું કે શરીરનો કોઈ અવયવ કે સ્નાયુ કયાંયે તંગ (tense) તો નથી થઈ ગયો ને ? મુખના સ્નાયુઓ-ખાસ કરીને ભમ્મર ને જડબું, ગરદન, પેટ અને હાથ એ ક્ષોભનાં ખાસ કેન્દ્રો છે; ત્યાં ખાસ ધ્યાન આપવું. એ સિવાય પણ કોઈ ઠેકાણે જરા પણ તાણ જેવું જણાય તો તે દૂર કરીને પુનઃ પૂર્ણ શિથિલ (relaxed) થઈ જવું. શિથિલીકરણ એ યોગનો પાયો છે. શારીરિક કે માનસિક તાણ અને ક્ષોભ ચિત્તને એકાગ્ર અને સ્થિર થવા દેતાં નથી. માટે યોગભ્યાસીએ આવા અભ્યાસ ઉપરાંત પોતાનું જીવન જ એવું ઘડવું રહ્યું કે જેમાં આવેશ, રઘવાટ, દોડધામને અવકાશ જ ઓછો રહે. રોજ એક નિયત સમય ફાજલ પાડી આ અભ્યાસ કરવો જોઈએ. સ્થિરતા આવતી જાય તેમ તેમ, ધીરે ધીરે સમય વધારતાં અડધા કલાક સુધી પહોંચવું. પ્રારંભમાં તો આ કામ તદ્દન નીરસ અને કંટાળાભરેલું લાગશે, અને આસન છોડીને ઊભા થઈ જઈ કોઈ “મહત્વના કામમાં લાગી જવાની ઉત્કટ ઈચ્છા જાગશે. પરંતુ, સાધકે એ સમજી રાખવું કે, આ અભ્યાસમાં ખર્ચેલો સમય વ્યર્થ નહીં જાય. અર્ધો કલાક કે, છેવટે વીસ મિનિટ સુધી એક આસને આરામપૂર્વક નિશ્ચલ ન બેસી શકાય ત્યાં સુધી આ અભ્યાસ જારી રાખવો. અર્ધા કલાકનું આસન સિદ્ધ થયા પછી એનો સમય ઝડપથી વધારી શકાશે, અને થોડા જ સમયમાં કલાક-દોઢ કલાક સુધી એક આસને નિશ્ચલ બેસવાની ક્ષમતા પ્રાપ્ત થઈ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29