Book Title: Chitta Sthairya ni Kedio
Author(s): Amrendravijay
Publisher: Prerna Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ દ્વારા માણસના ચિત્તની વિભિન્ન અવસ્થાઓનો નિર્દેશ મળી શકે છે. એ યંત્રનો મુખવટો / ‘માસ્ક' પહેર્યા પછી વ્યકિતની શ્વસનક્રિયાની ગતિ-વિધિની નોંધ, એ યંત્ર વડે આલેખ / ‘ગ્રાફ’ ઉપર થાય છે. આ આલેખ પરથી વ્યકિતના ચિત્તની સ્થિતિનો - તે શાંત છે કે ચિંતાગ્રસ્ત ? ધ્યાનમાં લીન છે કે વિક્ષિપ્ત ? હિપ્નોસિસની અસર નીચે છે કે સંગીત-શ્રવણમાં તન્મય છે ? વગેરેનો- ખ્યાલ એ વિષયના વિશેષજ્ઞ આપી શકે છે. આ ઉપરથી એ સમજી શકાશે કે આપણી શ્વસનક્રિયા અને વિચારપ્રક્રિયાને પરસ્પર નિશ્ચિત સંબંધ છે. જરા અવલોકન કરીશું તો, આપણને દેખાશે કે ક્રોધથી ધમધમતી વ્યકિતનો શ્વાસ ઝડપથી ચાલે છે, જ્યારે ઊંડા ચિંતનમાં મગ્ન વ્યકિતનો શ્વાસ ધીમી અને શાંત ગતિએ વહે છે. મન અશાંત હોય તો શ્વાસોચ્છવાસ અનિયમિત, ટૂંકા અને તૂટક ચાલે છે. મન જેટલું શાંત તેટલા પ્રમાણમાં શ્ર્વાસોચ્છવાસ નિયમિત, શાંત ઘીમા અને લયબદ્ધ ચાલે છે. એથી ઊલટું, જો શ્વાસોચ્છ્વાસની ગતિ શાંત, ધીમી, લયબદ્ધ કરવામાં આવે તો અશાંત ચિત્ત પણ શાંત થતું જાય છે; અર્થાત્ ચિત્તની સ્થિતિ અનુસાર જેમ શ્વાસોચ્છ્વાસની ગતિમાં ફેરફાર થાય છે, તેમ શ્ર્વાસોચ્છ્વાસની ગતિ બદલીને ચિત્તની સ્થિતિમાં પરિવર્તન આણી શકાય છે. આથી, ચિત્ત ઉપર કાબૂ મેળવવા માટે, દરેક આધ્યાત્મિક મત-પંથના સાધકો એક યા બીજા રૂપે પ્રાણાયામનો આશરો લે છે. સામાન્યતઃ શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયા અનૈચ્છિક છે, પણ તે ઈચ્છાવર્તી જ્ઞાનતંતુઓના નિયંત્રણ હેઠળ પણ આવી શકે છે. તેથી, ૧૪

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29