Book Title: Chitta Sthairya ni Kedio
Author(s): Amrendravijay
Publisher: Prerna Prakashan Trust

View full book text
Previous | Next

Page 19
________________ અવસ્થાને એક પ્રેક્ષકની જેમ નીરખતા રહેવું-એના માત્ર સાક્ષી બની રહેવું. એ એક પ્રકારની ધ્યાનાવસ્થા જ છે. બીજી એક પદ્ધતિમાં, મંત્રને શ્વાસોચ્છ્વાસ સાથે સાંકળી લઈને જપ કરાય છે. તેની એક પ્રચલિત રીત એ છે કે અંદર લેવાતા શ્વાસ સાથે ‘સો’ અને બહાર જતા શ્વાસ સાથે ‘હું’ નો માનસિક જપ ચાલુ રાખવો. એક આસને બેસીને અમુક મર્યાદિત સમયપૂરતો આ અભ્યાસ કરવા ઉપરાંત, સાધક વધુ ઉત્કટપણે સાધના કરવા ઈચ્છતો હોય તો, એ પછી પણ મન જ્યારે ખાસ કોઈ પ્રવૃતિમાં પરોવાયેલું ન હોય એવા બધા જ સમયે–હાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં-આ અભ્યાસ ચાલુ રાખી શકાય. બહાર વીખરાયેલી રહેતી ચિત્તવૃત્તિને સમેટી લઈને અંદર વાળી લેવા માટે આ એક ઘણી સરળ પ્રક્રિયા છે. પણ પ્રારંભમાં તેનો અભ્યાસ ખૂબ ચીવટ અને જાગૃતિ માગી લે છે. ઉપર્યુકત રીતે શ્વાસોચ્છ્વાસ સાથે, ‘સોડહં’ને બદલે, ઈષ્ટદેવના નામને કે અન્ય કોઈ અલ્પાક્ષરી મંત્રને પણ સાંકળી શકાય. જૈન સાધકોને આ અભ્યાસ માટે અહં નમઃ’ મંત્ર અનુકૂળ જણાશે. શ્વાસોચ્છ્વાસ સાથે સાંકળ્યા વિના પણ, હાલતાં-ચાલતાંસૂતાં-ઊઠતાં-બેસતાં, અંતઃકરણમાં મૌનપણે ૫૨માત્માના નામનું, ગુરુએ આપેલ મંત્રનું કે આત્મજાગૃતિમાં ઉપયોગી કોઈ એકાદ પદનું-તેના અર્થની ભાવનાપૂર્વ-ઉપર્યુકત રીતે, નિરંતર સ્મરણ-૨ટણ-જપ કરવામાં આવે તો તેનાથી પણ મનઃશુદ્ધિ સ્વતઃ થાય છે, અને દુષ્કર ચિત્તનિરોધ સરળ બને છે. આ રીતે ધ્યેયની સ્મૃતિ સાધકના ચિત્તમાં સતત રમતી રહે છે ૨૧

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29