Book Title: Chitta Sthairya ni Kedio
Author(s): Amrendravijay
Publisher: Prerna Prakashan Trust

View full book text
Previous | Next

Page 17
________________ હોવા છતાં, ચિત્તની દોડધામ ઘટાડીને તેને એકાગ્ર કરવામાં તે ઘણી ઉપયોગી પુરવાર થઈ છે. આ પ્રક્રિયાનો પ્રયોગ આજેય સફળતાપૂર્વક થઈ રહ્યો છે. જ્ઞાનમાર્ગના સમર્થક શ્રી રમણ મહર્ષિએ પણ શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધનાનું સમર્થન કર્યું છે. વાસનાની પ્રબળતાવશ જેમનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં આસકત અને સદા વિચારગ્રસ્ત રહેતું હોઈ, “આત્મવિચાર” કે “હું કોણ ?” ની એમની સાધના-પદ્ધતિને જેઓ અનુસરી શકતા ન હોય તેવા મુમુક્ષુઓને ચિત્તની સ્થિરતા અર્થે, પ્રારંભમાં શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધના તેઓ પણ ચીંધતા. ઉશૃંખલ ચિત્તને વશમાં આણવા આ પ્રક્રિયા ઘણી અસરકારક છે. છતાં, આ અભ્યાસના પ્રારંભમાં એવું બને કે જરાવારમાં જ ચિત્ત શ્વાસેચ્છવાસ પરથી ખસીને અન્ય વિચારોમાં સરકી જાય. એથી સાધકે જરાયે અકળાવું નહિ કે ન નિરાશ થવું; જ્યારે પણ ખ્યાલમાં આવે કે ચિત્ત અન્યત્ર ગયું છે કે તરત જ સહજભાવે તેને પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડવું. તેમ છતાં ચિત્ત અન્યત્ર ભટકયા જ કરે તો પ્રયત્નપૂર્વક થોડા ઊંડા શ્વાસોચ્છવાસ લઈ એની સાથે ચિત્ત જોડવું. થોડીવાર એ પ્રમાણે કર્યા પછી, ચિત્તને ફરી પૂર્વવત્ સહજ સ્વાભાવિક રીતે ચાલતા શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડવું. શ્રદ્ધા, ધીરજ અને ખંતપૂર્વક થતી સાધના યોગ્ય કાળે એનું પરિણામ અવશ્ય દેખાડશે. નામસ્મરણ અને જપ : જપ દ્વારા પણ ચિત્તને એકાગ્ર કરી શકાય. જપ અનેક હેતુઓ માટે અને વિવિધ રીતે કરાય છે, પણ ચિત્તની એકાગ્રતા હાંસલ કરવા ૧૯

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29