Book Title: Chitta Sthairya ni Kedio
Author(s): Amrendravijay
Publisher: Prerna Prakashan Trust

View full book text
Previous | Next

Page 20
________________ અને નિરર્થક સંકલ્પ-વિકલ્પ, વાતચીત, ચર્ચા કે નિઃસાર પ્રવૃતિઓમાં તેનો સમય વેડફાતો બચે છે. સ્મરણ-રટણનો આ અભ્યાસ વધતાં તેનું ચિત્ત વધુ ને વધુ અંતર્મુખ થતું જાય છે. પરિણામે તેની અશુદ્ધિઓ આપો આપ ખરી પડે છે. સાધક નમ્ર, નિર્દભ અને નિરીહ બનતો જાય છે. ઉત્તરોત્તર તેનું ચિત્ત અધિક નિર્મળ, શાંત, સ્થિર અને પ્રસન્ન થતું જાય છે. કેટલાક સાધકોને શુદ્ધ ધ્વનિની મદદથી ચિત્તને કેન્દ્રિત કરવું સુગમ જણાય છે. એવી પ્રકૃતિના સાધકોને પૂર્વકાળના ઋષિમુનિઓ જંગલના નીરવ વાતાવરણમાં ખળખળ વહેતા કોઈ ઝરણા પાસે બેસી તેનું મૃદુ સંગીત સાંભળવાનો આદેશ આપતા. ચિત્ત સતત એક ધ્વનિના શ્રવણમાં પરોવતાં એકાગ્ર અને શાંત થતું જાય છે. જંગલની નીરવ શાંતિ ન મેળવી શકનાર આજના યુગનો માનવ રાત્રિની નીરવતામાં, મંદ ગતિએ ફરી રહેલ પંખાના આછા ઘરર ઘરર ધ્વનિનું કે ઘડિયાળના ટ ટ અવાજનું અવલંબન લઈને આ લાભ મેળવી શકે. કેટલાંક યોગવર્તુળો કુંડલિનીને જાગ્રત કરવા અને ચિત્તને એકાગ્ર કરવા અર્થે ગુંજારવપૂર્વકના ૩ૐકાર જપને ઘણું મહત્વ આપે છે. એના અભ્યાસ માટે, ધ્યાનના કોઈ પણ આસનમાં સ્થિર થઈ, પ્રથમ ધીરે ધીરે ઊંડો શ્વાસ છોડતા જઈ “ઓ...આ...આ....” એમ ઓ'નો પ્લત ઉચ્ચાર કરતાં સાથે કલ્પના કરવી કે ધ્વનિ મૂલાધારથી ઊઠીને મેરુદંડના માર્ગ ઉપર ઊઠતો જાય છે. એ મુજબ આજ્ઞાચક્ર સુધી પહોંચ્યા બાદ ભૂમધ્યે “મ્” ને ઘંટનાદના અંતિમ રણકારની જેમ,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29