Book Title: Chitramay Guru Jivan Darshan
Author(s): Shilchandrasuri
Publisher: Shilchandrasuriji

Previous | Next

Page 5
________________ ૭ઃ દીક્ષા માટે પલાયન ઃ (૧) પિતા-પુત્ર બન્ને પોતપોતાના નિર્ધારમાં દૃઢ હતા. નેમચંદની વિહ્વળતા વધતી જતી હતી. તેમના એક મિત્ર હતા-દુર્લભજી બખાઈ. તે પણ મુમુક્ષ. તેમને પણ ઘરેથી રજા મળતી ન હતી. બન્ને ભેગા થયા. નેમચંદે ઉપાય સૂચવ્યો : ‘કોઈને પણ કહ્યા વિના ભાવનગર ગુરુચરણોમાં પહોંચી જવું.' (૨) રાત્રે બધા સૂતા અને મોટા મંજૂસનાચોરખાનામાંથી નેમચંદે વાટખર્ચીના ૧૪ રૂપિયા લીધા. ‘આવુંછું’– કહીને નીકળી ગયા. (૩) ઝીણીયા ઊંટવાળાને સાધ્યો હતો. રાત્રે તેના ઘરે ગયા. તેણે સવારે જવાનું કહ્યું અને તપાસ થવાની બીકે પોતાના ઘરે રાત રોકાવાની ના પાડતા બન્નેએ કબ્રસ્તાનમાં રાત વીતાવી. (૪) સવારે ઝીણું મીયાં ડરી ગયો. પણ વધુ પૈસાની લાલચ આપી, એટલે આવવા તૈયાર થયો. અને બન્નેને લઈને ઊંટ ઝડપભેર ભાવનગરની દિશામાં આગળ વધ્યું. ૮ઃ મહાભિનિષ્ક્રમણ-દીક્ષા : (૧) ભાવનગર પૂજ્ય ગુરુભગવંતના સાન્નિધ્યમાં બન્ને પહોંચ્યા. પોતાનો સમગ્ર વૃત્તાન્ત પૂજ્યશ્રીને નિવેદન કર્યું. ગુરુમહારાજ પ્રસન્ન થયા પણ માતા-પિતાની રજા વિના દીક્ષા નહીં આપવાની વાતમાં મક્કમરહ્યા. બન્નેને શ્રીજસરાજભાઈ વોરા નામના શ્રાવકને સોંપ્યા. (૨) એક દિવસ અવસર જોઈને પૂજ્ય રત્નવિજયજી મ.ને સમજાવીને સાધુવેષ મેળવી લીધો. (૩) શ્રીજસરાજભાઈના ઘરે ભોંયરામાં પોતાની મેળે સાધુનો વેષ ધારણ કરેછે. (૪) વેષ ધારણ કરીને ગુરુભગવંત સમક્ષ ઉપસ્થિત થયા. ગુરુ મહારાજે પણ એમનો દૃઢ નિર્ધાર જાણીને દીક્ષાનો વિધિ કરાવ્યો, અને ગચ્છપતિ શ્રીમૂળચંદજી મ.નો ઓઘો તેમને અર્પણ કર્યો. નામરાખ્યું - ‘નેમવિજયજી મહારાજ’. વિ.સં. ૧૯૪૫ જેઠ સુદિ-૭નો એ પુનિત દિવસ હતો. ૯ઃ સ્વજનોનો સંઘર્ષ અને શાંતિઃ (૧-૨) મહુવામાં દીક્ષાના સમાચાર મળતાં જ તેમનાં માતા-પિતા વ. બધાં જ આવ્યાં અને ગુરુભગવંતને, રજા વિના દીક્ષા આપવા માટે ઠપકો આપવા લાગ્યા. પછી નૂતન મુનિરાજને પણ ડરાવવા ધમકાવવા લાગ્યા. તેમને ન્યાયાધીશ પાસે પણ લઈ જવામાં આવ્યા. પણ ત્યાં પણ તેમણે મક્કમતા પૂર્વક અને સ્પષ્ટ જવાબ આપ્યા. તેથી ન્યાયાધીશ પણ પ્રભાવિત થયા. બધા જ ઉપાયો અજમાવવા છતાં તેમનાં દૃઢ વૈરાગ્ય આગળ બધાં જ થાક્યાં. (૩) માતા-પિતા વ. સ્વજનો શાંત થતાં જ મુનિશ્રીએ પ્રેમભરી વાણીમાં સમજાવ્યા. તેમની વાણીથી તેમની મોહદશા ઓછી થઈ અને તેમને હિતશિક્ષા આપીને તથા ગુરુ મહારાજની ક્ષમાયાચના કરીને પાછા વળ્યાં. ૧૦: ચારિત્રજીવનનું પ્રથમવર્ષ : (૧) દીક્ષા લીધા બાદ પોતે જ્ઞાન-ધ્યાનમાં લીન બન્યા. સ્વાધ્યાયાદિથી નિવૃત્ત થઈને તેઓ પ્રાગજીભાઈ દરબાર નામના શ્રાવકને નિત્ય ધર્મોપદેશ કરતા. તે એકવાર ગુરુભગવંતે સાંભળ્યો અને તેમની નૈસર્ગિક વક્તૃત્વ શક્તિને પારખી લીધી. (૨) પર્યુષણ પર્વના ચોથા દિવસે ગુરુમહારાજે તેમને શ્રીચારિત્ર વિજયજી મ. સાથે વ્યાખ્યાનમાં જવાનું કહ્યું અને પોતાનો કપડો ૫હે૨વા માટે આપ્યો. (૩) વ્યાખ્યાનમાં ચારિત્રવિજયમ.એ તેમને મોટી પાટ ઉપર બેસવા કહ્યું. થોડું વ્યાખ્યાન વાંચી, પોથી નૂતન મુનિશ્રીને ભળાવી તેઓ ગુરુમહારાજની સૂચના અનુસાર ઉતરી ગયા. મુનિશ્રીને આશ્ચર્ય તો થયું પરંતુ વડીલની આજ્ઞા માથે ચઢાવી પ્રથમવાર સંસ્કૃતમાં શ્રીકલ્પસૂત્રનું વાંચન કર્યું. ૧૧: જ્ઞાન સાધના : (૧) ‘મારો કોઈ સાધુ સિદ્ધાન્ત કૌમુદી ભણે’ – ગુરુમહારાજની આ ભાવનાને પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો અને ગુરુભગવંતને વિનંતી કરી. ગુરુભગવંતે શ્રીભાનુશંકરભાઈ નામના રાજ્યના પંડિતજીની વ્યવસ્થા કરાવી. તેમના અભ્યાસ અને ખંતથી પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. (૨) બીજા પંડિતો આગળ ભાનુભાઈ મુનિશ્રીની પ્રશંસા કરતા, એકવાર, ભાવનગરના જ નાથાભાઈ નામે વિદ્યાર્થી કાશીથી ભણીને આવ્યા. અને પૂજ્યશ્રીની પ્રશંસા સાંભળીને શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. શાસ્ત્રાર્થમાં પૂજ્યશ્રીએ પોતાની તર્ક શક્તિથી તેમને નિરુત્તર કર્યા. તેથી પંડિતજી ભાનુભાઈ ખૂબ પ્રસન્ન થયા. (૩) પોતાના વડીલ ગુરુભાઈ શ્રી ધર્મવિજયજીમ. (કાશીવાળા)ને પણ ગુરુભગવંતની સૂચનાથી રઘુવંશ આદિનો અભ્યાસ કરાવતા. ૧૨: વડીદીક્ષા : (૧) વિ.સં.૧૯૪૭માં પૂજ્યશ્રી તથા બીજા સાધુઓ અમદાવાદ પધાર્યા. ત્યાં પૂજ્ય પશ્ચાસ શ્રીપ્રતાપવિજયજીમ. પાસે વડીદીક્ષાના યોગોહન કર્યા. અને, તેમના હાથે વડીદીક્ષા થઈ. (૨) વડી દીક્ષા બાદ પાછા ગુરુમહારાજના સાન્નિધ્યમાં આવ્યા. બે ચોમાસા ત્યાં જ થયા. પંજાબી શ્રીદાનવિજયજીમ. એ પાલિતાણામાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. તેમણે સંદેશો મોકલ્યોઃ ‘જો નેમવિજયજી આવેતો અધ્યાપન કાર્યસારીરીતે થાય.’ એટલે લાભાલાભ વિચારીને ગુરુભગવંતે તેમને પાલિતાણા જવા આજ્ઞા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16