Book Title: Chitramay Guru Jivan Darshan Author(s): Shilchandrasuri Publisher: ShilchandrasurijiPage 16
________________ ગુરુ સ્તુતિ (ભુજંગી છંદ) (c) All rights reserved. અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા, પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ... 1 | તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? | તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ... 2 લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી; , ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...3 હતા આપના ભક્ત ભૂપાલ ભારી , તમે ધર્મની વીરતાને ઉગારી; મહાતીર્થ ને ધર્મના જો ગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ... 4, અમે નિર્ગુણી ને ગુણી આપ પૂરા , અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનુરા; મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...5 નથી આપની સેવના કાંઇ કીધી, કહેલી વળી ધર્મ શિક્ષા ન લીધી; ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...6 હતા આપયોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...7 હવે પ્રેમથી બોધ એ કોણ દેશે? અમારી અરે ! કોણ સંભાળ લેશે? | દયાળુ તમે દિલમાં દાસ લેજો , સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. ...8 designer print - Anand Shah 9825011414: prarambhdzine@gmail.com Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16