Page #1
--------------------------------------------------------------------------
________________
Jain Edushtonal
W35629
ચિત્રમય ગુરુ જીવન દર્શન
પ્રેરણાઃ વિજયશીલચંદ્રસૂરિ
0
8x10 100
ચિત્રાંકન: નૈનેશ સરૈયા
'
Page #2
--------------------------------------------------------------------------
________________
its Fees
Page #3
--------------------------------------------------------------------------
________________
૧: મહુવા-મધુમતી બંદરનું વિહંગ-દર્શનઃ પાદરને પખાળતા મહાસાગરનો ભવ્ય કિનારો; ડાલામથ્થા સિંહોને વસવાનું મન થાય તેવી ગીચ વનરાજિ; સૌરાષ્ટ્રના ‘કાશ્મીર’નું બિરૂદ અપાવનાર વૃક્ષો, ફળ-ફૂલ અને નિત્ય વહેતી ‘માલણ’ નદીની પ્રાકૃતિક સંપદા; અને ધર્મના નિર્મળ-મંગલ ધ્યેયની ધોળી ધ્વજા ફરકાવતાં અસંખ્ય મંદિરો અને જિનાલયો; આ બધાંથી ઓપતું; સૌરાષ્ટ્ર-ગોહિલવાડની ધરતીના તિલક સમું શહેર મહુવા બંદર : જાવડશા અને જગડુશાહથી માંડીને વીરચંદ રાઘવજી ગાંધી અને સૂરિસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિ જેવા અનેક મહાપુરુષોની જન્મભૂમિ.
૨ઃ જન્મમહોત્સવ : વિ.સં.૧૯૨૯ના બેસતા વર્ષનું એ મંગલ પરોઢ. ચાર વાગ્યા હતા. વાતાવરણમાં નવા વર્ષનો ઉલ્લાસ પથરાયેલો હતો. એવે સમયે શાહ લક્ષ્મીચંદ દેવચંદનાં ધર્મપત્ની દીવાળી બહેને પુત્રરત્નને-જિનશાસનના એક હોનહાર મહાપુરુષને જન્મઆપ્યો અને પોતાનું સ્ત્રીત્વ સાર્થક કર્યું. (૧) દીવાળી અને નૂતન વર્ષનું માંગલ્ય-છલકતું વાતાવરણ. (૨) નેમચંદના જન્મબાદ વધામણાં માટે આવતાં સ્નેહીઓ, અને ગોળધાણાં. (૩) નેમચંદની જન્મપત્રિકા સાથે જ્યોતિષી વિષ્ણુભટ્ટજી અને સામે લક્ષ્મીચંદભાઈ.
૩ઃ ધૂળી નિશાળમાં ભણતર : નેમચંદની ઉંમર પાંચ વર્ષની થઈ, એટલે તેમને નિશાળે ભણવા મૂકવામાં આવ્યા. શિક્ષક મયાચંદ લિંબોળીની ધૂળી નિશાળ મહુવામાં વખણાતી. ધૂળી નિશાળ એટલે લાકડાની પાટી ઉપર ધૂળ પાથરવાની, અને તેમાં સળી વડે મૂળાક્ષરો ચીતરતાં શિક્ષક શીખવે તેમશીખવાનાં, આંક અને મૂળાક્ષરો નવાં શીખ્યા પછી હરિશંકર માસ્તરની નિશાળમાં એકથી સાત ગુજરાતી ધોરણ ભણ્યા. ત્યાર પછી દરબારી નિશાળમાં પીતાંબરભાઈ સાહેબ પાસે ત્રણ અંગ્રેજી ચોપડી ભણ્યા. નેમચંદની આ શિક્ષણયાત્રા ચૌદમે વર્ષે પૂરી થઈ. (૧) નેમચંદને નિશાળે મૂકવા જતાં માતા-પિતા. (૨) સરસ્વતી વંદના કરતા બાળ નેમચંદ. (૩) માસ્તર મયાચંદ પાસે શીખતાં બાળકો.
૪ઃ તરુણ નેમચંદ : (૧) બાળપણથી જ નેમચંદ નિર્ભીક અને સાહસવૃત્તિવાળા. માતાજીના નામે લોકોના ભોળપણનો લાભ લઈને ઠગતાં તેમનાં મામાનાં દીકરી પુરીબાઈને નેમચંદ પૂછેછેઃ ‘મારે ભૂત-ભવિષ્ય નથી જાણવું, પણ મારી મુઠ્ઠીમાં શું છે તે જણાવો.’ જવાબ ન આપી શકતા પૂરીબાઈની પોલ ઊઘાડી પડી ગઈ અને લોકોમાં નેમચંદની પ્રશંસા થઈ. (૨) નિશાળના અભ્યાસ પછી પિતાજીની સૂચનાથી વ્યાપારની તાલીમલેવા માટે ‘શ્રી કરસન કમાની પેઢી'માં રહ્યા. (૩) ધંધામાં ફાવટ આવવા છતાં મનમાં ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસની ઝંખના પ્રબળ બની, એટલે તે માટે પિતાજી પાસે
પોતે રજા માગેછે.
પઃ વૈરાગ્યઃ (૧) લક્ષ્મીચંદભાઈ પણ એની ઈચ્છાને પૂર્ણ ક૨વા માટે પોતાના ગુરુભગવંત શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ભણવા માટે ભાવનગર મોકલે છે. નેમચંદ પણ ખુશ થઈને ગુરુભગવંત પાસે પહોંચીને પોતાની અભ્યાસની ભાવના વ્યક્ત કરે છે. ગુરુભગવંત પણ પ્રસન્ન થઈને ત્યાં રહેવાની અનુમતિ આપેછે. (૨) ગુરુ ભગવંતોના સાન્નિધ્યમાં અધ્યયન કરતાં-કરતાં તેમનામાં ધરબાયેલો વૈરાગ્યભાવ દિવસે-દિવસે પ્રબળ બને છે. એક રાત્રે સૂતા-સૂતા વિચારે ચઢી જાયછે ઃ ‘આ સંસાર કેટલો અસાર છે ? ક્યાં સંસારનું આ પાપમય જીવન અને ક્યાં સાધુભગવંતોનું આ પવિત્ર અને નિષ્પાપ જીવન !'
૬ઃ કસોટી : (૧) દાદીમાના અવસાનના સમાચાર મળતાં નેમચંદે સંસારની અસારતા સમજાવતો પત્ર ઘરે લખ્યો. એથી પિતાજીને એમના વૈરાગ્યભાવની ગંધ આવતા પત્ર લખ્યો ઃ ‘મારી તબિયત સારી નથી. ઘરે આવી જા.’(૨) પત્ર મળતાં જ નેમચંદ ગુરુભગવંતની રજા લઈને ઘરે આવે છે. પણ, પિતાજીને સ્વસ્થ જોઈને સમજી ગયા કે પોતાને બોલાવા માટે જ તબિયતની વાત લખી હતી. (૩) માતા-પિતા તેમને પાછા ન જવા દેવા માટે મક્કમહતા. નેમચંદનો ભાવ પણ દિવસે-દિવસે દૃઢ થતો જતો હતો. એકવાર કોઈકના લગ્ન પ્રસંગે ગયા તો ત્યાં પણ મિત્રો સાથેની વાતમાં પોતાને દીક્ષા લેવાનીછે એવો ઉલ્લેખ કર્યો. તે તેમની બહેને સાંભળ્યું અને પિતાજીને વાત કરી. અને પિતાજીએ વધુ કડક દેખરેખ શરુ કરી.
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
૭ઃ દીક્ષા માટે પલાયન ઃ (૧) પિતા-પુત્ર બન્ને પોતપોતાના નિર્ધારમાં દૃઢ હતા. નેમચંદની વિહ્વળતા વધતી જતી હતી. તેમના એક મિત્ર હતા-દુર્લભજી બખાઈ. તે પણ મુમુક્ષ. તેમને પણ ઘરેથી રજા મળતી ન હતી. બન્ને ભેગા થયા. નેમચંદે ઉપાય સૂચવ્યો : ‘કોઈને પણ કહ્યા વિના ભાવનગર ગુરુચરણોમાં પહોંચી જવું.' (૨) રાત્રે બધા સૂતા અને મોટા મંજૂસનાચોરખાનામાંથી નેમચંદે વાટખર્ચીના ૧૪ રૂપિયા લીધા. ‘આવુંછું’– કહીને નીકળી ગયા. (૩) ઝીણીયા ઊંટવાળાને સાધ્યો હતો. રાત્રે તેના ઘરે ગયા. તેણે સવારે જવાનું કહ્યું અને તપાસ થવાની બીકે પોતાના ઘરે રાત રોકાવાની ના પાડતા બન્નેએ કબ્રસ્તાનમાં રાત વીતાવી. (૪) સવારે ઝીણું મીયાં ડરી ગયો. પણ વધુ પૈસાની લાલચ આપી, એટલે આવવા તૈયાર થયો. અને બન્નેને લઈને ઊંટ ઝડપભેર ભાવનગરની દિશામાં આગળ વધ્યું.
૮ઃ મહાભિનિષ્ક્રમણ-દીક્ષા : (૧) ભાવનગર પૂજ્ય ગુરુભગવંતના સાન્નિધ્યમાં બન્ને પહોંચ્યા. પોતાનો સમગ્ર વૃત્તાન્ત પૂજ્યશ્રીને નિવેદન કર્યું. ગુરુમહારાજ પ્રસન્ન થયા પણ માતા-પિતાની રજા વિના દીક્ષા નહીં આપવાની વાતમાં મક્કમરહ્યા. બન્નેને શ્રીજસરાજભાઈ વોરા નામના શ્રાવકને સોંપ્યા. (૨) એક દિવસ અવસર જોઈને પૂજ્ય રત્નવિજયજી મ.ને સમજાવીને સાધુવેષ મેળવી લીધો. (૩) શ્રીજસરાજભાઈના ઘરે ભોંયરામાં પોતાની મેળે સાધુનો વેષ ધારણ કરેછે. (૪) વેષ ધારણ કરીને ગુરુભગવંત સમક્ષ ઉપસ્થિત થયા. ગુરુ મહારાજે પણ એમનો દૃઢ નિર્ધાર જાણીને દીક્ષાનો વિધિ કરાવ્યો, અને ગચ્છપતિ શ્રીમૂળચંદજી મ.નો ઓઘો તેમને અર્પણ કર્યો. નામરાખ્યું - ‘નેમવિજયજી મહારાજ’. વિ.સં. ૧૯૪૫ જેઠ સુદિ-૭નો એ પુનિત દિવસ હતો.
૯ઃ સ્વજનોનો સંઘર્ષ અને શાંતિઃ (૧-૨) મહુવામાં દીક્ષાના સમાચાર મળતાં જ તેમનાં માતા-પિતા વ. બધાં જ આવ્યાં અને ગુરુભગવંતને, રજા વિના દીક્ષા આપવા માટે ઠપકો આપવા લાગ્યા. પછી નૂતન મુનિરાજને પણ ડરાવવા ધમકાવવા લાગ્યા. તેમને ન્યાયાધીશ પાસે પણ લઈ જવામાં આવ્યા. પણ ત્યાં પણ તેમણે મક્કમતા પૂર્વક અને સ્પષ્ટ જવાબ આપ્યા. તેથી ન્યાયાધીશ પણ પ્રભાવિત થયા. બધા જ ઉપાયો અજમાવવા છતાં તેમનાં દૃઢ વૈરાગ્ય આગળ બધાં જ થાક્યાં. (૩) માતા-પિતા વ. સ્વજનો શાંત થતાં જ મુનિશ્રીએ પ્રેમભરી વાણીમાં સમજાવ્યા. તેમની વાણીથી તેમની મોહદશા ઓછી થઈ અને તેમને હિતશિક્ષા આપીને તથા ગુરુ મહારાજની ક્ષમાયાચના કરીને પાછા વળ્યાં.
૧૦: ચારિત્રજીવનનું પ્રથમવર્ષ : (૧) દીક્ષા લીધા બાદ પોતે જ્ઞાન-ધ્યાનમાં લીન બન્યા. સ્વાધ્યાયાદિથી નિવૃત્ત થઈને તેઓ પ્રાગજીભાઈ દરબાર નામના શ્રાવકને નિત્ય ધર્મોપદેશ કરતા. તે એકવાર ગુરુભગવંતે સાંભળ્યો અને તેમની નૈસર્ગિક વક્તૃત્વ શક્તિને પારખી લીધી. (૨) પર્યુષણ પર્વના ચોથા દિવસે ગુરુમહારાજે તેમને શ્રીચારિત્ર વિજયજી મ. સાથે વ્યાખ્યાનમાં જવાનું કહ્યું અને પોતાનો કપડો ૫હે૨વા માટે આપ્યો. (૩) વ્યાખ્યાનમાં ચારિત્રવિજયમ.એ તેમને મોટી પાટ ઉપર બેસવા કહ્યું. થોડું વ્યાખ્યાન વાંચી, પોથી નૂતન મુનિશ્રીને ભળાવી તેઓ ગુરુમહારાજની સૂચના અનુસાર ઉતરી ગયા. મુનિશ્રીને આશ્ચર્ય તો થયું પરંતુ વડીલની આજ્ઞા માથે ચઢાવી પ્રથમવાર સંસ્કૃતમાં શ્રીકલ્પસૂત્રનું વાંચન કર્યું.
૧૧: જ્ઞાન સાધના : (૧) ‘મારો કોઈ સાધુ સિદ્ધાન્ત કૌમુદી ભણે’ – ગુરુમહારાજની આ ભાવનાને પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો અને ગુરુભગવંતને વિનંતી કરી. ગુરુભગવંતે શ્રીભાનુશંકરભાઈ નામના રાજ્યના પંડિતજીની વ્યવસ્થા કરાવી. તેમના અભ્યાસ અને ખંતથી પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. (૨) બીજા પંડિતો આગળ ભાનુભાઈ મુનિશ્રીની પ્રશંસા કરતા, એકવાર, ભાવનગરના જ નાથાભાઈ નામે વિદ્યાર્થી કાશીથી ભણીને આવ્યા. અને પૂજ્યશ્રીની પ્રશંસા સાંભળીને શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. શાસ્ત્રાર્થમાં પૂજ્યશ્રીએ પોતાની તર્ક શક્તિથી તેમને નિરુત્તર કર્યા. તેથી પંડિતજી ભાનુભાઈ ખૂબ પ્રસન્ન થયા. (૩) પોતાના વડીલ ગુરુભાઈ શ્રી ધર્મવિજયજીમ. (કાશીવાળા)ને પણ ગુરુભગવંતની સૂચનાથી રઘુવંશ આદિનો
અભ્યાસ કરાવતા.
૧૨: વડીદીક્ષા : (૧) વિ.સં.૧૯૪૭માં પૂજ્યશ્રી તથા બીજા સાધુઓ અમદાવાદ પધાર્યા. ત્યાં પૂજ્ય પશ્ચાસ શ્રીપ્રતાપવિજયજીમ. પાસે વડીદીક્ષાના યોગોહન કર્યા. અને, તેમના હાથે વડીદીક્ષા થઈ. (૨) વડી દીક્ષા બાદ પાછા ગુરુમહારાજના સાન્નિધ્યમાં આવ્યા. બે ચોમાસા ત્યાં જ થયા. પંજાબી શ્રીદાનવિજયજીમ. એ પાલિતાણામાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. તેમણે સંદેશો મોકલ્યોઃ ‘જો નેમવિજયજી આવેતો અધ્યાપન કાર્યસારીરીતે થાય.’ એટલે લાભાલાભ વિચારીને ગુરુભગવંતે તેમને પાલિતાણા જવા આજ્ઞા કરી.
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી થિરણુજા સંસ્કૃત પાઠPICT
For Private
Personal use only
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૩: ગુરુમહારાજની ચિર વિદાયઃ (૧) પાલિતાણામાં “શ્રીબુદ્ધિસિંહજી જૈન પાઠશાળાની સ્થાપના થઈ હતી. તેમના જવાથી અધ્યયન-અધ્યાપનનું કાર્ય વેગપૂર્વક ચાલવા લાગ્યું. શ્રીદાનવિજયમ. તેથી પ્રસન્ન થયા. (૨) પોતે ગુરુમહારાજની આજ્ઞાથી આવ્યા હતા. પણ ગુરુદેવના સ્વાથ્યની ચિંતા સતત તેમને સતાવ્યા કરતી. એમાં થોડાક જ સમયમાં ગુર મ.ની ચિરવિદાયના સમાચાર આવ્યા અને, વજાઘાત થયો હોય તેમતેઓ શૂન્યમનસ્ક થઈ ગયા. (૩) આવા સમયે પણ પોતે ઉપસ્થિત રહી ન શક્યા તેનું તેમને બહુ દુ:ખ હતું. ‘ગુરુદેવની વિદાય વખતે પૂજ્ય મોહનલાલજીમ. વ. તથા સકલ સંઘ ઉપસ્થિત હતો. ગુરુમહારાજ પણ ‘અરિહંત સિદ્ધ સાહુ’ - એ અષ્ટાક્ષરી મંત્રને રટતા-રટતા પૂર્ણ સમાધિભાવે કાળધર્મ પામ્યા' વગેરે સમાચાર તેમને મળ્યા, તેઓ ગુરુ મહારાજના વચનો યાદ કરીને – શાસનની સેવા કરીને તેમના ઋણને ચૂકવવાનો સંકલ્પ કરીને- સ્વસ્થ થયા. ૧૪: પ્રથમસ્વતંત્ર ચાતુર્માસ : (૧) ગુરુમહારાજના કાળધર્મ પછી પૂજ્યશ્રીએ શ્રીદાનવિજયમ.ની આજ્ઞા લઈને શ્રીપ્રધાનવિજયજીમ. સાથે જૂનાગઢ તરફ વિહાર કર્યો અને વંથલી, વેરાવળ વગેરે સ્થળોએ વિચર્યા. (૨) તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને જામનગરના સંઘે ચાતુર્માસની વિનંતી કરી અને પૂજ્યશ્રીએ પોતાનું પ્રથમસ્વતંત્ર ચોમાસું ત્યાં કર્યું. તેમના પ્રવચનોથી વૈરાગ્ય પામીને ત્યાંના પ્રખ્યાત નવલખા કુટુંબના ડાહ્યાભાઈ નામના શ્રાવકે બધાં જ વ્યસનોનો ત્યાગ કરીને દીક્ષા લીધી. નામ રાખ્યું : મુનિશ્રીસુમતિવિજયજી. પૂજ્યશ્રીના એ પ્રથમશિષ્ય થયા. (૩) પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીસૌભાગ્યચંદ કપૂરચંદે જામનગરથી ગિરનાર થઈને શ્રીશત્રુંજય તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. પૂજયશ્રીની નિશ્રામાં નીકળેલો આ પ્રથમસંઘ હતો.
૧૫: જન્મભૂમિમાં ચાતુર્માસઃ (૧) વિ.સં.૧૯૫૧માં શ્રીસંઘ અને માતા-પિતાના આગ્રહથી પૂજ્યશ્રીએ પોતાની જન્મભૂમિ-મહુવામાં ચાતુર્માસ કર્યું. તેમના વિદ્વત્તાપૂર્ણ તાત્ત્વિક વ્યાખ્યાનોથી સકલ શ્રીસંઘ અને માતા-પિતા ખૂબ રાજી થયાં. (૨) ત્યાં પૂજયશ્રીના ઉપદેશથી ‘શ્રી વૃદ્ધિચંદ્રજી સંસ્કૃત પાઠશાળા'ની સ્થાપના થઈ. આ રીતે પોતાના ગુરુદેવનું નામતેમણે અમર કર્યું. ૧૬: સાગરજી મહારાજના વિદ્યાગુરુ : (૧) મુનિશ્રીઆનંદસાગરજી મ. (સાગરજી મહારાજ) પણ કેટલોક સમય પૂજ્યશ્રી સાથે વિચર્યા તથા સાથે જ ચોમાસા કર્યા. સાથે રહીને તેમણે પૂજયશ્રી પાસે વ્યાકરણાદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રી પણ ખૂબ પ્રસન્નતા પૂર્વક તેમને અભ્યાસ કરાવે છે. (૨) સ્તંભતીર્થ-ખંભાતના ચોમાસામાં પર્યુષણ પર્વમાં ગણધરવાદનું વ્યાખ્યાન બન્નેએ સાથે મળીને વાંચ્યું. જેમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચેની તાત્ત્વિક ચર્ચામાં ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે અને ભગવાન સમાધાન આપે-તે રીતે - સાગરજી મ. પ્રશ્ન કરે અને પૂજયશ્રી સમાધાન આપે. એ એક અપૂર્વ દૃશ્ય હતું. (૩) તે ચોમાસામાં પૂજ્યશ્રીના ઉપદેશથી ‘શ્રીવૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળા'ની સ્થાપના થઈ. (૪) જર્મન પ્રોફેસર હર્મન જેકોબીએ કરેલા શ્રીઆચારાંગસૂત્રના અંગ્રેજી ભાષાંતરમાં “જૈન શાસ્ત્રોમાં માંસાહારનું વિધાન છે” – એવું પ્રતિપાદન કર્યું હતું. તેનો જવાબ પૂજ્યશ્રીએ શ્રીઆનંદસાગરજી મ.સાથે મળીને લખ્યો. જે પછીથી ‘પરિહાર્યમીમાંસા' નામની પુસ્તિકારૂપે પ્રકાશિત થયો. ૧૭: શ્રીસ્થંભનપાર્શ્વનાથની પ્રતિષ્ઠા: (૧) ખંભાતના શ્રીસ્તંભનપાર્શ્વનાથની નીલરત્નમય પ્રતિમાની એક સોનીએ ચોરી કરી. અને તારાપુર જઇને નારેશ્વરના તળાવ આગળ દાટી દીધી અને નિશાની માટે તેની ઉપર મળ-મૂત્ર કર્યા. (૨) પણ ઘરે પહોંચતા-પહોંચતા તો એકાએક તેને દેખાતું બંધ થઈ ગયું. પત્નીએ સાચી હકીકત જણાવવા કહ્યું ત્યારે તેણે આખી વાત તેને કરી. (૩) ખંભાતમાં અમરચંદભાઈએ પ્રતિમા ન મળે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કર્યો. બે દિવસ પત્તો ન લાગ્યો. પણ સોની સાથે આવેલા કોળી સાથે સોનીને તકરાર થતાં તેણે બીજાને વાત કરી દીધી અને એ રીતે ખંભાત ખબર પડી, શ્રાવકો તારાપુર આવ્યા. સોનીનો પત્તો મેળવ્યો. તેની પત્નીના સહકારથી પ્રતિમા પાછી મેળવી અને ખંભાત લાવ્યા. (૪) સીમંધર સ્વામીના દેરાસરમાં પ્રતિમાને પરોણા દાખલ પધરાવવામાં આવ્યો. (૫) પૂજયશ્રીના ઉપદેશથી દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. (૬) પૂજ્યશ્રીએ ૧૮ અભિષેકાદિ શુદ્ધ વિધિવિધાન પૂર્વકવિ.સં. ૧૯૮૪ ફા.સુ.૩ના દિવસે પુન:પ્રતિષ્ઠા કરી. ૧૮: ખંભાતમાં જિનાલયોનો જીર્ણોદ્ધાર : ખંભાતમાં કેટલાંક જર્જરિત અને ઓછા પૂજાતાં જિનાલયોનો જીર્ણોદ્ધાર પૂજયશ્રીની પ્રેરણાથી નક્કી થયો. તે લગભગ ૧૯ જિનાલયો હતો. શ્રીપોપટલાલ અમરચંદના મનમાં વિચાર થયો કે જીરાવલા પાડામાં એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરી તેમાં જ ૧૯નો સમાવેશ કરીએ તો કેમ? પૂજ્યશ્રીની સાથે વિચાર વિનિમય કરતાં તે પ્રમાણે કરવાનું નક્કી થયું અને જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. (૧) ભવ્ય જિનાલયનું નિર્માણ કાર્ય, શેઠ શ્રીપોપટલાલભાઈ જાત દેખરેખ નીચે કાર્ય કરાવે છે. (૨) નવનિર્મિત ભવ્ય જિનમંદિર. (૩) મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ Jભગવાન આદિ બિબોની પ્રતિષ્ઠા કરતા પૂજયશ્રી.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦)
૨૩
Jalin education ritematonal
For Private & Personal use only
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૯: ગણિપદ તથા પચાસપદ : (૧) વિ.સં.૧૯૫૯ના ભાવનગર ચાતુર્માસમાં પૂ.પં.શ્રીગંભીરવિજય મ.ની નિશ્રામાં પૂજ્યશ્રીએ ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કર્યો. અને વલભીપુરમાં વિ.સં. ૧૯૬૦ના કાર્તક વદ-૭ના ગણિપદ તથા માગ.સુ.-૩ના પ્રયાસપદ શ્રીગંભીરવિજયમ.ના હસ્તે અર્પણ થયું. હવે તેઓ પ્રયાસ શ્રીનેમવિજયજી ગણિ બન્યા. (૨) વલભીપુરમાં જ પૂજયશ્રીએ મુનિશ્રીઆનંદસાગરજી મ., પોતાના ગુરુબંધુ શ્રીપ્રેમવિજયજી મ., તથા પોતાના શિષ્ય શ્રી સુમતિવિજયમ,ને ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કરાવ્યો. અને ત્યાંથી અમદાવાદ પધારી ત્યાં ત્રણેય મુનિવરોને ગણિપદ તથા પશ્વાસ પદ અર્પણ કર્યું. ૨૦: તીર્થાધિરાજની આશાતનાનું નિવારણ : (૧) પાલિતાણાના ઠાકોર શ્રીમાનસિંહજી જૈનોની લાગણી દુભવવાના આશયથી દેરાસરમાં-દાદાના દરબારમાં બૂટ પહેરીને તથા બીડી પીતા-પીતા જાય છે. શ્રાવકો વારે છે પણ સત્તાના જોરે વારંવાર તેમકરે છે. (૨) પેઢીના વહીવટદારોના સમજાવવા છતાં ન માન્યા ત્યારે પેઢીએ કોર્ટમાં કેસ કર્યો. તેથી ક્રોધિત થઈને તેમણે મુસલમાનોને બોલાવ્યા. ઉપર ઈંગારશાપીર પાસે ઓરડી બાંધવા માટે સામાન અપાવ્યો, અને પ્રતિજ્ઞા કરી કે- ‘ત્યાં મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને લોહી દાદા ઉપર છાંટીશ.' (૩) એના વિરોધમાં સભાઓ થઈ. પણ પૂજ્યશ્રીએ કુનેહથી કામલેવા સૂચવ્યું અને ભાઈચંદભાઈને સમજાવી દીધા. તેઓએ પણ આજુબાજુના ગામડામાં જઈને રબારીઓને સમજાવ્યા કે ‘તમારાં બકરાં સાફ થઈ જશે.' તેમના ગળે વાત ઊતરી ગઈ. તેમણે તેમન થવા દેવાની પ્રતિજ્ઞા લીધી. (૪) એક રાત્રે બધા રબારીઓ ભેગા થઈને ઉપર ગયા અને ઓરડી બાંધવાનો ઈંટ-ચૂનોછાપરા વ. સામાન ચૂપચાપ ખીણોમાં ફેંકી દીધો. (૫) અને આ બાજુ, કોર્ટમાં પેઢીની જીત થઈ અને ઠાકોરનો ગર્વ ઊતરી ગયો. આ રીતે કુનેહથી તોફાન કર્યા-કરાવ્યા વિના પૂજ્યશ્રીએ તીર્થની આશાતનાનું નિવારણ કર્યું. ૨૧: શાસનસમ્રાટ : (૧) વિ.સં.૧૯૬૪માં પૂજ્યશ્રીને જિનશાસનના સર્વોચ્ચપદ-આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પ.પૂ.શ્રી ગંભીરવિજયજીમ ના શુભ હસ્તે આ પદ પ્રદાન થયું. અને પૂજયશ્રી, વિજયનેમિસૂરિના નામે, ભારતભરમાં વિદ્યમાન સંવેગી તપાગચ્છીય મુનિરાજોમાં, વિધિ સહિત યોગોદ્વહન કરવા પૂર્વક આચાર્યપદ પ્રાપ્ત કરનારા સર્વ પ્રથમઆચાર્ય થયા. સમગ્ર તપાગચ્છના નાયક-શાસનસમ્રાટ થયા. (૨) તેમના પિતાશ્રી તો સ્વર્ગવાસી થયેલા, પરંતુ, તેમણે લખેલા એક પત્રમાં પૂજ્યશ્રી પરત્વે તેમને થયેલો આત્મસંતોષ નીતરતો વાંચી શકાય છે. ૨ ૨: જીવદયાના જ્યોતિર્ધર ઃ (૧) પૂજયશ્રી જીવદયાના અભૂતપૂર્વ જ્યોતિર્ધર હતા. મહુવાની આસપાસના ગામોમાં દરિયાકાંઠે ખૂબ માછીમારીહિંસા થતી. તે જોઈ જાણીને પૂજ્યશ્રીનું હૈયું દ્રવી ઊઠ્યું. એટલે તેઓ તે તરફ તેમને પ્રતિબોધવા માટે વિચર્યા. દરિયાકાંઠે માછીમારો પૂજયશ્રીને આવતા જોઈ વિચારે છે કે કોઈ સંત મહાત્મા આવી રહ્યા છે. (૨) પૂજયશ્રીએ તેમની ભાષામાં જીવદયાનો મહિમા સમજાવ્યો. અને, તેઓએ પણ પોતાની જાળો સાથે રહેલા શ્રાવક શ્રીનરોત્તમભાઈને સોંપી અને માછીમારી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. (૩) એ જ રીતે કંઠાળ તેમજ વાળાક વ. પ્રદેશોમાં વિચરીને સેંકડો માછીમારોને પૂજ્યશ્રીએ પ્રતિબોધ આપ્યો. અને દાઠા ગામના ચોકમાં બધી જાળોને અગ્નિશરણ કરવામાં આવી. ૨૩ઃ સુવિહિત પરંપરા પ્રવર્તક : કાલગ્રસ્ત થયેલી અનેક સુવિહિત-શાસ્ત્રીય પરંપરાઓ તથા આત્મસાધક અનુષ્ઠાનો પૂજ્ય સૂરિસમ્રાટે પુનઃ જીવિત તથા પ્રચલિત કર્યા હતાં. (૧) અંજલશલાકાવિધાન - દાયકાઓથી બંધ થઈ ગયેલા આ તાત્ત્વિક વિધાનનો પુનઃ પ્રારંભ વિ.સં. ૧૯૮૩-૮૪માં ચાણસ્મા-વિદ્યાવાડીના જિનાલયમાં પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા કર્યો. પૂજ્યશ્રી પોતાનો પ્રાણ બિલમાં સ્થાપિત કરતા ત્યારે સન્મુખ ધરાતા આદમકદના અરીસાના ટુકડા તત્પણ થઈ જતા. (૨-૩) શ્રીસિદ્ધચક્રમહાપૂજન તથા શ્રીઅરિહંતમહાપૂજન-સૈકાઓથી વિસરાયેલા આ શાસ્ત્રીય વિશિષ્ટ અનુષ્ઠાનોની વિધિનું પ્રસ્થાધારે પુનઃ સંકલન તથા પ્રવર્તન પૂજ્યશ્રીએ કર્યું. (૪) યોગોદ્વહન - મુનિઓને આગમવાચના તેમજ પદવી માટે યોગોદ્વહનની ક્રિયા અનિવાર્ય હતી. સૈકાઓથી તેનો મહદંશે લોપ થયેલો અથવા તેમાં અવિધિ પ્રવેશેલી. પૂજ્યશ્રીએ શાસ્ત્રાધારે તે માર્ગનું પુનઃ વિધિપૂર્વક પ્રવર્તન કર્યું. ૨૪: કબગિરિનો પુનરુદ્ધાર-૧: પૂજ્યશ્રીના જીવનનું એક મહાન અને ભગીરથ કાર્ય-શ્રી કદંબગિરિનો જીર્ણોદ્ધાર (૧-૨-૩) સર્વ પ્રથમપૂજયશ્રીએ ત્યાંના કામળિયા દરબારોને પ્રતિબોધ આપી શિકાર છોડાવ્યો, દારુ-માંસાહાર છોડાવ્યા, તથા જુગાર છોડાવ્યો. (૪-૫) તીર્થના પુનરુદ્ધાર માટે પૂજ્યશ્રી જગ્યાઓ પસંદ કરે છે. જુદા-જુદા ૯ પ્લોટો પસંદ કરી દરબારો પાસેથી તે વેચાણ લેવાનું ઠરાવ્યું. દરબારોએ ગુરુમહારાજને ભેટ તરીકે આપવાની માગણી કરી. અને જગદ્ગુરુ હીરવિજયસૂરિદાદાને અકબરે તીર્થો ભેટ આપેલા તેનો હવાલો આપ્યો. પૂજ્યશ્રીએ હીરસૂરિ મ. સાથે પોતાની સરખામણી કરવાની મના કરી અને આ.ક.પેઢીના નામે તે પ્લોટો વેચાણ લેવડાવ્યા. કદંબગિરિમાં હાલ વિદ્યમાન તમામ દેરાસરો આ પ્લોટો ઉપર છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૫
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૫ઃ કદંબગિરિનો પુનરુદ્ધાર-૨ઃ (૧) કદંબગિરિની તળેટીનું ગામબોદાનાનેસ. ત્યાં રહેતા તાતા કોળીને એક રાત્રે સ્વમ આવ્યું કે : “ખુલ્લી જમીનમાં ભગવાન પ્રગટ થયા છે. અને ત્યાં દીવો ઝગમગે છે.” સવારે તેણે પોતાના ઘરની બાજુની જમીનમાં જોયું તો કંકુનું કંડાળું તથા ઘી ઢોળાયાના ચિહ્નો હતાં. અત્યારે મહાવીરસ્વામીનું જિનાલય છે તે આ જગ્યા. (૨) વિ.સં.૧૯૮૯ પોષ વદિ-૯ના દિવસે અગિયાર વાગ્યાના સુમારે પૂજ્યશ્રી પાટ પરથી ઊઠીને ઓસરીમાં એક સ્થાન પર પધાર્યા અને વાસક્ષેપ નાખીને કીધું કે “કામદાર ! પેઢીની ગાદી આ જગ્યાએ બિછાવો.” અને એ ક્ષણે એ સ્થાન પર ‘જિનદાસ ધર્મદાસ પેઢી'ની સ્થાપના થઈ. (૩) નીચેના નવનિર્મિત જિનાલયમાં અમદાવાદથી પ્રાચીન નમિનાથ ભગવાનની પ્રતિમા લાવવામાં આવેલા. પ્રથમતે પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી. પરંતુ કેટલાક કારણોસર મહાવીરસ્વામીનું દેરાસર કરવાનું નક્કી થયું. તેથી આ પ્રભુજીને ગભારામાંથી ઉત્થાપન કરવા માટે બધાં ગયાં. ઘણાં માણસોએ પ્રભુજીને ઉપાડવા તથા હલાવવા મહેનત કરી પણ પ્રભુજી ન હલ્યા. છેવટે થાકીને પૂજ્યશ્રીને બોલાવ્યા. પૂજ્યશ્રીએ પ્રભુજી સમક્ષ શ્રીફળ ધરાવવા સૂચવ્યું અને પોતે પ્રાર્થના કરી કે ‘આપ પધારો. અમે કદંબગિરિમાં જ સ્વતંત્ર દેરાસર બંધાવી તેમાં મૂળનાયક તરીકે આપની સ્થાપના કરશું.’ એ ક્ષણે જ બેજ વ્યક્તિના હાથમાં પ્રભુજી આવી ગયા. (૪) વિ.સં. ૧૯૮૯ ફા.સુ.૩ શ્રી મહાવીર સ્વામીની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરતા પૂજ્યશ્રી. (૫) આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૨૫ હજારથી વધુ મેદની એકત્ર થઈ હતી. બધાં ને મંડપ તથા તંબૂઓમાં ઉતારેલા. પ્રતિષ્ઠાની પૂર્વરાત્રે ભયાનક આંધી અને વાવાઝોડાનાં તોફાન આવ્યા. સેંકડો લોકોની તબિયત પણ બગડી. પરંતુ, પૂજ્યશ્રીની દોરવણી અને તેમના પ્રભાવક શિષ્યોની સાધના થકી બધા ઉપદ્રવો સવારે શમી ગયા અને પ્રતિષ્ઠા વિના વિપ્ન સંપન્ન થઈ. ૨૬: કદંબગિરિનો પુનરુદ્ધાર-૩: (૧) વિ.સં.૧૯૯૪માં ડુંગર ઉપરના જિનાલયો તૈયાર થતાં પ્રતિષ્ઠાનો નિર્ણય લેવાયો. પૂજ્યશ્રી અંજન કરવાના છે. - આવું સાંભળીને ચારે બાજુથી પ્રતિમાઓ આવવા લાગી. લગભગ ૫૦૦જેટલી પ્રતિમાઓ ભેગી થઈ. (૨) પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન એક દિવસ શ્રીનેમિનાથ ભગવાનના લાકડાવાળા દેરાસરમાંથી ધૂમાડો નીકળતો પૂજ્યશ્રીએ જોયો. તેઓ પૂ.નંદનસૂરિમ.ને લઈને જોવા ગયા. ખ્યાલ આવ્યો કે આગ લાગી છે. (૩) પૂજયશ્રીની આજ્ઞાથી પૂ.નંદનસૂરિમ. કેટલાક ઉત્તર સાધકો તથા વિધિકારકને લઈને ત્યાં ગયા. ૧૦૦ શ્રીફળ તાત્કાલિક મંગાવ્યા. વિશિષ્ટ વિધિ પૂર્વક એ શ્રીફળ આકાશમાં ઉછળાવવા માંડ્યા. તેમાંથી ૯૯ તો અધ્ધર જ અલોપ થઈ ગયા અને ૧૦૦મા શ્રીફળનો અર્ધા જ ભાગ પાછો આવ્યો. આ વિધિથી આગ હોલવાઈ ગઈ. (૪) પછી ધામધૂમથી પૂજયશ્રીના હાથે ત્યાં પ્રતિષ્ઠા થઈ. ૨૭: મરુધર-મેવાડ પ્રદેશમાં મૂર્તિમંડન : (૧) ગઢબોલ (મેવાડ)માં શ્રાવકોના અજ્ઞાનનો લાભ લઈને તેરાપંથી સાધુએ અવળો ઉપદેશ આપ્યો કેપત્થરની ગાય દૂધ નથી આપતી તેમઆ પ્રતિમાથી પણ કોઈ લાભ-હાનિ ન થાય. તમે ખીલા ઠોકી જુઓ.’ અને શ્રાવકોએ પણ બાવન ખીલા ઠોક્યા. (૨) બીજા લોકોમાં હાહાકાર મચી ગયો. અમદાવાદ પૂજ્યશ્રી પાસે જઈને સહાયતા માગી. પૂજ્યશ્રીએ વકીલ શ્રીકેશવભાઈને મોકલ્યા. તેમણે ઉદયપુરના મહારાણા ફત્તેસિંહજીની કોર્ટમાં કેસ કર્યો. જેમાં તેમનો વિજય થયો અને કોઈ પણ તેરાપંથી ગૃહસ્થ કે સાધુએ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ આવ્યો. (૩-૪) પછી પૂજયશ્રી પણ ત્યાં પધાર્યા અને ગામે ગામવિચર્યા. ગોચરી-પાણી-ઉપાશ્રય વ.નાં કષ્ટો વેઠીને પણ પૂજ્યશ્રીએ બધાંને સન્માર્ગનો ઉપદેશ આપ્યો અને ફરી મૂર્તિપૂજાના માર્ગની સ્થાપના કરી. સેંકડો શ્રાવકોને ઉપદેશ આપી ફરી મંદિરમાર્ગી બનાવ્યા. એટલું જ નહીં સેંકડો તેરાપંથીઓને પણ મંદિરમાર્ગી બનાવ્યા અને દેરાસર જતા કર્યા. ૨૮: કાપરડાજીનો પુનરુદ્ધાર : (૧) દેરાસરમાં જ ચામુંડાદેવી તથા ભૈરવજીની મૂર્તિ આગળ જાટ લોકો દારુ ચઢાવતા, બકરાનો ભોગ પણ ધરાવતા અને બાળકોના વાળ પણ ત્યાં જ ઉતરાવતા હતા. (૨) પૂજ્યશ્રીએ પુનરુદ્ધારનો સંકલ્પ કરીને કાર્ય શરૂ કરાવ્યું. અને કાર્ય પૂર્ણ થતા પ્રતિષ્ઠા મહોત્સવ પણ શરુ થયો. પણ મહોત્સવ દરમિયાન જ ચાલુ વિધિએ કોઈ આવ્યો ને પોતાના છોકરાના વાળ ત્યાં ઉતરાવ્યા. આ જોઈને પૂજયશ્રીને વિચાર આવ્યો કે આવાં પવિત્ર અનુષ્ઠાન વખતય આ આશાતના? તો પછી શું થશે ?' (૩) પૂ. ઉદયસૂરિ મ.એ સાહસ ખેડીને ભૈરવજીની મૂર્તિ ત્યાંથી ઉપાડીને બહાર મૂકી દીધી. તેથી જાટ લોકો ખૂબ ગુસ્સે ભરાયા પણ પોલિસ રક્ષણ હોવાથી કશું કરી ન શક્યા. (૪) શ્રીસ્વયંભૂપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસ પૂર્વક થઈ. (પ) લોકો વીખરાયાં એટલે જાટ લોકોએ મંદિર પર તોફાનો શરુ કર્યા. કોટનો દરવાજો બંધ હતો. તે તોડવા લાગ્યા. પૂજયશ્રી આ સ્થિતિમાં પણ દૃઢ નિશ્ચયી હતા, પણ શ્રાવક પન્નાલાલભાઈએ અગમચેતી વાપરીને જોધપુર રાજ્યથી સહાય મંગાવી લીધેલી. એટલે પોલિસોને આવતા જોઈને બધા ગભરાઈને ભાગ્યા. અને પરિસ્થિતિ થાળે પડી. બીજે દિવસે દ્વારોદ્ઘાટન પણ શાંતિથી થયું.
Page #12
--------------------------------------------------------------------------
________________
m
2
3
カレ
@
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૯: મુંડકાવેરો અને અસહકાર : (૧) તે વખતે પાલિતાણામાં યાત્રિકો પાસેથી મુંડકાવેરો લેવામાં આવતો હતો. વિ.સં.૧૯૮૨માં તે બાબતે ઉહાપોહ જાગ્યો. ઠાકોર માનસિંહજીને પેઢીના વહીવટદારોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સરકારની એમને પરવાનગી હતી એટલે તેઓ માન્યા નહીં. (૨) એટલે એ માટે પૂજ્યશ્રીના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આયોજન થયું. અને, એમાં નિર્ણય લેવાયો કે- ‘જયાં સુધી આ અન્યાયી રિવાજ બંધ ન થાય ત્યાં સુધી કોઈએ યાત્રા ન કરવી.’ આ અસહકારનો પ્રારંભ થયો ૧ એપ્રિલ સન્ ૧૯૨૬ના દિવસે બે વર્ષ સુધી આ ચાલ્યું અને અંગ્રેજોની લવાદીથી સમાધાન થયું. મુંડકાવેરો લેવાનો બંધ જાહેર થયો પછી યાત્રા થઈ.) (૩) સમગ્ર પાલિતાણામાં સૂનકાર વ્યાપી ગયો, એક પણ યાત્રાળુ જોવા મળતો ન હતો. એટલે વેરાની વસૂલાત માટે ઊભી કરેલી બધી જ વ્યવસ્થા નકામી સાબિત થઈ. (૪) રેલ્વે સ્ટેશન પણ યાત્રિકોના આવાગમન વગરનું સુનું પડ્યું
હતું.
૩): ઐતિહાસિક મુનિસમેલન : (૧) ઘણા વખતથી કેટલાક પ્રશ્નો વણઉકલ્યા પડ્યા હતા. અને એના કારણે સમગ્ર જૈન સમાજનું વાતાવરણ ડહોળાયેલું હતું. બધા જ વડીલોના મનમાં સમાધાન માટેની તત્પરતા હતી અને મુનિસમેલન જ આનો ઉપાય છે એમબધાં ને લાગતું હતું. વળી એ સમેલન પણ પૂજય શાસનસમ્રાટ નેતૃત્વ સ્વીકારે તો જ સફળ થાય તેમબધાનું માનવું હતું. એટલે પૂ.વલ્લભસૂરિ મ. વગેરેએ પૂજ્યશ્રીને આવું કોઈ આયોજન કરવા વિનંતિ કરી, (૨) અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠશ્રીપ્રતાપસિંહ મોહોલાલ વગેરેએ પણ આ માટે પૂજ્યશ્રીને વિનંતી કરી અને તે અંગે વિચાર-વિનિમય કર્યો. (૩) વિ.સં.૧૯૯૦ના ફા.સુ.૩ના શુભ દિવસે પૂજ્યશ્રીની આગેવાનીમાં અમદાવાદમાં સમેલનનો પ્રારંભ થયો. જેમાં, હજારથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દેશ્યથી જ એની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. (૪) ૩૪ દિવસ ચાલેલા આ સફળ સમેલનની પૂર્ણાહૂતિ પર નગરશેઠે ભારતભરના સંઘોની ઉપસ્થિતિમાં સમેલનની સફળતાની વાત કરી. એના મુદ્દાઓ પોતાના વક્તવ્યમાં કહી બતાવ્યા. સમગ્ર સંઘમાં આ સફળતાથી ઉલ્લાસ વ્યાપી ગયો.
૩૧: આ યુગનું એક ભગીરથ કામ : વિ.સં.૧૯૯૦નું ચાતુર્માસ પૂજ્યશ્રીએ જાવાલ (રાજસ્થાન)માં કર્યું. ચોમાસા પછી શેઠશ્રીમાણેકલાલ મનસુખભાઈની ભાવના પૂજ્યશ્રીની નિશ્રામાં અમદાવાદથી ગિરનારજી અને પાલિતાણાનો છ'રી પાલિત સંઘ કાઢવાની હતી. એટલે પૂજયશ્રી ત્યાં પધાર્યા અને પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આ ઐતિહાસિક સંઘ નીકળ્યો. આ સંઘમાં પૂ.સાગરજીમ., પૂ.આ.શ્રી વિજયમોહનસૂરિમ., આ.શ્રી વિજયમેવસૂરિ મ., આદિ ૨૭૫લગભગ સાધુ ભગવંતો, ૪૦૦ઉપરાંત સાધ્વીજી ભગવંતો, ૧૩ હજારછ'રીપાળતા યાત્રિકો, ૮૫૦બળદગાડાં અને અનેક મોટર-ખટરા સહિત ૧૩00 વાહનો, ચાંદીની ઈન્દ્ર ધ્વજા, સોને રસેલો ચાંદીનો રથ, ચાંદીનો મેરુપર્વત, ચાંદીનું ફોલ્ડીંગ જિન મંદિર અને ચાંદીની અંબાડીથી સુશોભિત ભાવનગર તથા ધ્રાંગધ્રા સ્ટેટના બે ગજરાજો હતા. પૂજ્યશ્રીના પુણ્ય પ્રભાવે આ ભવ્ય સંઘ નિર્વિન્ને પરિપૂર્ણ થયો. ૩૨ઃ આદર્શ અનુશાસક: (૧) પૂજ્યશ્રીની અનુશાસન પદ્ધતિ અજોડ હતી. પોતાના શિષ્યોના સર્વ પ્રકારના યોગક્ષેમની તેઓ ચિંતા કરતા. એમનું આસન હંમેશા ઉપાશ્રયની મધ્યમાં રહેતું તથા ચારે બાજુ શિષ્ય પરિવાર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતો. (૨-૩) જ્ઞાનાર્જન અને ચારિત્રપાલનમાં પૂજયશ્રી એકદમચુસ્ત હતા. પંડિતજી પાસે પણ સાધુઓને અધ્યયન કરાવતા તથા પોતે પણ ભણાવતા. વિહારમાં તો કોઈ વૃક્ષ નીચે સાધુઓને લઈને પાઠ આપવા બેસી જતા. તે વખતનું વાતાવરણ પ્રાચીન કાળના ગુરુકુળની યાદ અપાવતું. (૪) પૂજ્યશ્રીના ચારિત્ર સમ્પન્ન અને સમર્થ વિદ્વાન આઠ આચાર્ય શિષ્યો-પૂ.આચાર્યશ્રીવિજયદર્શનસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયઉદયસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયનંદનસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયવિજ્ઞાનસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયપધસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયઅમૃતસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયલાવણ્યસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયકસૂરસૂરિ મ.
Page #14
--------------------------------------------------------------------------
________________
T
ILTE
Private
Personal use only
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૩ઃ જંગમયુગપ્રધાન : (૧) ફલોધી (રાજ.)ના સુશ્રાવક શ્રીસંપતલાલ પદમચંદજી કોચરે પેથાપુરમાં બિરાજમાન પૂ. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ મ.ને પૂછ્યું કે- ‘સાહેબ ! આ કાળમાં યુગપ્રધાન કોણ ?’ત્યારે પૂ. આચાર્યમ.એ પૂછ્યું કે- ‘તમારે અનુભવ કરવોછે કે હું કહી દઉં?' તો શ્રાવકે કહ્યું કે ‘મારે અનુભવ કરવો છે.’ એટલે આચાર્ય ભગવંતે તેમને અક્રમકરવાનું કહ્યું અને તેનો વિધિ પણ દેખાડ્યો. દીવાળી પર્વના એ પાવન દિવસો હતા. (૨) વિધિપૂર્વક અભ્રમતપની આરાધના દરમિયાન નૂતનવર્ષની વહેલી સવારે જાપમાં તલ્લીન સંપતલાલજીને એક મહાપુરુષના દર્શન થયા. અને તે હતા-સૂરિસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિમ. (૩) સવારે ઉપાશ્રયે પહોંચ્યા તો આચાર્યભગવંતે લાગલું જ પૂછ્યું- ‘જવાબ મળી ગયો ને ? બસ ! એ જ આ કાળના શ્રેષ્ઠ પુરુષછે જેના તમે દર્શન કર્યા.’આ ઘટના વિ.સં.૧૯૮૧માં બની. (૨) બીજા એક પ્રસંગમાં જાદુગર મહમ્મદછેલ પૂજ્યશ્રી પાસે બોટાદમાં આવ્યો. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે ‘છેલ ! હવે સાધુ-સંતોને હેરાન કરવાનું છોડી દેજે.’ પછી એક ઓરડામાં લઈ ગયા. ત્યાં ત્રણ પાટલા ઉપરાઉપરી ગોઠવાવ્યા. અને તેની ઉપર પૂજ્યશ્રીએ બેઠા પછી છેલને કહ્યું - ‘ઉપરનો પાટલો લઈ લે.’ એણે એ પાટલો ખેંચ્યો પણ પૂજ્યશ્રીને એમજ હવામાં અધ્ધર બેઠેલા જોઈને ડઘાઈ જ ગયો. પછી, કોઈનેય હેરાન ન કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. વિ.સં. ૧૯૬૬નું એ વર્ષ હતું.
૩૪: અનેકતીર્થોદ્ધારક ઃ (૧) વલ્લભીપુર- શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજ આદિ ૫૦૦ આચાર્યોની સંગીતિની સ્મૃતિ કરવાતું એક બેનમૂન સ્થાપત્ય. (૨) વામજ – વર્ષો પૂર્વે ગામમાંથી શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમા નીકળી હતી. તેમની ભાવનાને અનુરૂપ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાં જ જિનાલયનું નિર્માણ થયું. (૩) મહુવા - પૂજ્યશ્રીના જન્મસ્થળ પર શ્રીનેમિનાથ ભગવાન તથા શ્રીઆદીશ્વર ભગવાનનાં બે ભવ્ય જિનાલયોનું નિર્માણ થયું. (૪) શ્રીમાતરતીર્થ - શ્રીસુમતિનાથ ભગવાનના પ્રાચીન તથા ભવ્ય બાવન જિનાલયનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયો. (૫) શ્રીકદંબગિરિતીર્થ - જુઓ ચિત્ર નં.૨૪-૨૫-૨૬. (૬) રોહિશાળા - પાલિતાણાની યાત્રા માટે પ્રાચીન સમયમાં ત્યાં પણ પગથિયાં હતાં. અસહકારના સમયે (વિ.સં.૧૯૮૨) વિકલ્પરૂપે પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાં ઉપાશ્રય, જિનાલય, ધર્મશાળા વગેરેનું નિર્માણ થયું. જેથી યાત્રાના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી જાય અને મુંડકાવેરો ન ચૂકવવો પડે. (૭) શ્રીશેરીસાતીર્થ - શેરીસાના ચતુર્મુખ પરમાત્માની બે પ્રતિમા અખંડ પ્રાપ્ત થઈ. એક જીર્ણ મંદિરમાં હતી અને એક તળાવ પાસે ટેકરી પર હતી. જેનાં પર લોકો છાણાં થાપતાં હતાં. પૂજ્યશ્રીના દૃઢ સંકલ્પ અને પરિશ્રમથી ત્યાંના જીર્ણોદ્ધારનું કાર્ય થયું. (૮) શ્રીકાપરડાજી તીર્થ - જુઓ ચિત્ર નં. ૨૮ (૯) શ્રીતળાજાતીર્થ - આ તીર્થમાં પણ જીર્ણોદ્ધાર તથા નવનિર્માણનું કાર્ય પૂજ્યશ્રીની પ્રેરણાથી થયું. (૧૦) શ્રીસ્તંભતીર્થ-ખંભાત – જૂઓ ચિત્ર નં. ૧૭.
૩૫ઃ અંતિમચાતુર્માસ : (૧) વિ.સં.૨૦૦૫માં કદંબગિરમાં ચોમાસાની ભાવનાં છતાં સંઘના અત્યાગ્રહથી પૂજ્યશ્રી મહુવા પધાર્યા. પર્યુષણ પર્વમાં શ્રાવણવદિ અમાસના દિવસે સૂર્ય પશ્ચિમમાં ઢળવાની તૈયારીમાં હતો ત્યારે તેની આજુબાજુ કુંડાળું રચાયું. જે અશુભનું સૂચક હતું. પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હતા ત્યાંથી તે સ્પષ્ટ દેખાતું હતું. (૨) પર્યુષણ પર્વનાછેલ્લા દિવસે પ્રતિક્રમણ પહેલા વંડાના ચોકમાં રહેલા વડના ઝાડની સૌથી મોટી ડાળી અકસ્માત જ તૂટી પડી અને કડાકાનો અવાજ આવ્યો. જેથી ‘શું થયું ?’તે જોવા બધા બહાર આવી ગયા. (૩) ભાદરવા વદ અમાસની રાત્રે ૯ વાગે આકાશમાંથી એકાએક મોટો તારો ખર્યો. એક તેજ લિસોટો થયો અને ધડાકા જેવો અવાજ થયો. આને નિર્થાત કહેવાય. અને આ કોઈ મહાપુરુષના વિયોગનો સૂચક હોયછે. (૪) પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. દીવાળીના બે દિવસ પહેલાં પૂ.નંદનસૂરિ મ.ને પાસે બેસાડીને જરૂરી સૂચનાઓ આપી; જે એમને દેખાતા નિશ્ચિતભાવી તરફ સંકેત કરી રહી હતી.
૩૬: મહાપ્રયાણ : (૧) દિવાળીના દિવસે પૂજ્યશ્રીની તબિયત એકદમબગડી. સમગ્ર સંઘ અને સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત હતાં. સાંજે વહેલાસર પૂજ્યશ્રીને પ્રતિક્રમણ-સંથારા પોરિસી વ. ક્રિયાઓ કરાવી લેવાઈ. (૨) અસ્વસ્થતા છતાં પૂજ્યશ્રી સમાધિભાવમાં મગ્ન હતા. મોઢા પર પરમઉપશમભાવ વિલસતો હતો. બધાં સાથે ક્ષમાપના કરીને પૂજ્યશ્રી આત્મભાવમાં લીન બની ગયા. જાણે મૃત્યુના સ્વાગત માટે તૈયાર ઉભા હોય. (૩) સાંજે બરાબર ૭ વાગે પૂજ્યશ્રીએ નરશ્વર દેહનો ત્યાગ કર્યો. નૂતનવર્ષની સવારે પાલખી નીકળી. પોતાના ‘દાદા’ના અંતિમદર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. (૪) પૂજ્યશ્રીના અંતિમદર્શન. (૫) પૂજ્યશ્રીના સમાધિસ્થાન પર એમનાં ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી.
Page #16
--------------------------------------------------------------------------
________________ ગુરુ સ્તુતિ (ભુજંગી છંદ) (c) All rights reserved. અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા, પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ... 1 | તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? | તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ... 2 લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી; , ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...3 હતા આપના ભક્ત ભૂપાલ ભારી , તમે ધર્મની વીરતાને ઉગારી; મહાતીર્થ ને ધર્મના જો ગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ... 4, અમે નિર્ગુણી ને ગુણી આપ પૂરા , અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનુરા; મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...5 નથી આપની સેવના કાંઇ કીધી, કહેલી વળી ધર્મ શિક્ષા ન લીધી; ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...6 હતા આપયોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ...7 હવે પ્રેમથી બોધ એ કોણ દેશે? અમારી અરે ! કોણ સંભાળ લેશે? | દયાળુ તમે દિલમાં દાસ લેજો , સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. ...8 designer print - Anand Shah 9825011414: prarambhdzine@gmail.com