________________
૩૩ઃ જંગમયુગપ્રધાન : (૧) ફલોધી (રાજ.)ના સુશ્રાવક શ્રીસંપતલાલ પદમચંદજી કોચરે પેથાપુરમાં બિરાજમાન પૂ. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ મ.ને પૂછ્યું કે- ‘સાહેબ ! આ કાળમાં યુગપ્રધાન કોણ ?’ત્યારે પૂ. આચાર્યમ.એ પૂછ્યું કે- ‘તમારે અનુભવ કરવોછે કે હું કહી દઉં?' તો શ્રાવકે કહ્યું કે ‘મારે અનુભવ કરવો છે.’ એટલે આચાર્ય ભગવંતે તેમને અક્રમકરવાનું કહ્યું અને તેનો વિધિ પણ દેખાડ્યો. દીવાળી પર્વના એ પાવન દિવસો હતા. (૨) વિધિપૂર્વક અભ્રમતપની આરાધના દરમિયાન નૂતનવર્ષની વહેલી સવારે જાપમાં તલ્લીન સંપતલાલજીને એક મહાપુરુષના દર્શન થયા. અને તે હતા-સૂરિસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિમ. (૩) સવારે ઉપાશ્રયે પહોંચ્યા તો આચાર્યભગવંતે લાગલું જ પૂછ્યું- ‘જવાબ મળી ગયો ને ? બસ ! એ જ આ કાળના શ્રેષ્ઠ પુરુષછે જેના તમે દર્શન કર્યા.’આ ઘટના વિ.સં.૧૯૮૧માં બની. (૨) બીજા એક પ્રસંગમાં જાદુગર મહમ્મદછેલ પૂજ્યશ્રી પાસે બોટાદમાં આવ્યો. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે ‘છેલ ! હવે સાધુ-સંતોને હેરાન કરવાનું છોડી દેજે.’ પછી એક ઓરડામાં લઈ ગયા. ત્યાં ત્રણ પાટલા ઉપરાઉપરી ગોઠવાવ્યા. અને તેની ઉપર પૂજ્યશ્રીએ બેઠા પછી છેલને કહ્યું - ‘ઉપરનો પાટલો લઈ લે.’ એણે એ પાટલો ખેંચ્યો પણ પૂજ્યશ્રીને એમજ હવામાં અધ્ધર બેઠેલા જોઈને ડઘાઈ જ ગયો. પછી, કોઈનેય હેરાન ન કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. વિ.સં. ૧૯૬૬નું એ વર્ષ હતું.
૩૪: અનેકતીર્થોદ્ધારક ઃ (૧) વલ્લભીપુર- શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજ આદિ ૫૦૦ આચાર્યોની સંગીતિની સ્મૃતિ કરવાતું એક બેનમૂન સ્થાપત્ય. (૨) વામજ – વર્ષો પૂર્વે ગામમાંથી શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમા નીકળી હતી. તેમની ભાવનાને અનુરૂપ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાં જ જિનાલયનું નિર્માણ થયું. (૩) મહુવા - પૂજ્યશ્રીના જન્મસ્થળ પર શ્રીનેમિનાથ ભગવાન તથા શ્રીઆદીશ્વર ભગવાનનાં બે ભવ્ય જિનાલયોનું નિર્માણ થયું. (૪) શ્રીમાતરતીર્થ - શ્રીસુમતિનાથ ભગવાનના પ્રાચીન તથા ભવ્ય બાવન જિનાલયનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયો. (૫) શ્રીકદંબગિરિતીર્થ - જુઓ ચિત્ર નં.૨૪-૨૫-૨૬. (૬) રોહિશાળા - પાલિતાણાની યાત્રા માટે પ્રાચીન સમયમાં ત્યાં પણ પગથિયાં હતાં. અસહકારના સમયે (વિ.સં.૧૯૮૨) વિકલ્પરૂપે પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાં ઉપાશ્રય, જિનાલય, ધર્મશાળા વગેરેનું નિર્માણ થયું. જેથી યાત્રાના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી જાય અને મુંડકાવેરો ન ચૂકવવો પડે. (૭) શ્રીશેરીસાતીર્થ - શેરીસાના ચતુર્મુખ પરમાત્માની બે પ્રતિમા અખંડ પ્રાપ્ત થઈ. એક જીર્ણ મંદિરમાં હતી અને એક તળાવ પાસે ટેકરી પર હતી. જેનાં પર લોકો છાણાં થાપતાં હતાં. પૂજ્યશ્રીના દૃઢ સંકલ્પ અને પરિશ્રમથી ત્યાંના જીર્ણોદ્ધારનું કાર્ય થયું. (૮) શ્રીકાપરડાજી તીર્થ - જુઓ ચિત્ર નં. ૨૮ (૯) શ્રીતળાજાતીર્થ - આ તીર્થમાં પણ જીર્ણોદ્ધાર તથા નવનિર્માણનું કાર્ય પૂજ્યશ્રીની પ્રેરણાથી થયું. (૧૦) શ્રીસ્તંભતીર્થ-ખંભાત – જૂઓ ચિત્ર નં. ૧૭.
૩૫ઃ અંતિમચાતુર્માસ : (૧) વિ.સં.૨૦૦૫માં કદંબગિરમાં ચોમાસાની ભાવનાં છતાં સંઘના અત્યાગ્રહથી પૂજ્યશ્રી મહુવા પધાર્યા. પર્યુષણ પર્વમાં શ્રાવણવદિ અમાસના દિવસે સૂર્ય પશ્ચિમમાં ઢળવાની તૈયારીમાં હતો ત્યારે તેની આજુબાજુ કુંડાળું રચાયું. જે અશુભનું સૂચક હતું. પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હતા ત્યાંથી તે સ્પષ્ટ દેખાતું હતું. (૨) પર્યુષણ પર્વનાછેલ્લા દિવસે પ્રતિક્રમણ પહેલા વંડાના ચોકમાં રહેલા વડના ઝાડની સૌથી મોટી ડાળી અકસ્માત જ તૂટી પડી અને કડાકાનો અવાજ આવ્યો. જેથી ‘શું થયું ?’તે જોવા બધા બહાર આવી ગયા. (૩) ભાદરવા વદ અમાસની રાત્રે ૯ વાગે આકાશમાંથી એકાએક મોટો તારો ખર્યો. એક તેજ લિસોટો થયો અને ધડાકા જેવો અવાજ થયો. આને નિર્થાત કહેવાય. અને આ કોઈ મહાપુરુષના વિયોગનો સૂચક હોયછે. (૪) પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. દીવાળીના બે દિવસ પહેલાં પૂ.નંદનસૂરિ મ.ને પાસે બેસાડીને જરૂરી સૂચનાઓ આપી; જે એમને દેખાતા નિશ્ચિતભાવી તરફ સંકેત કરી રહી હતી.
૩૬: મહાપ્રયાણ : (૧) દિવાળીના દિવસે પૂજ્યશ્રીની તબિયત એકદમબગડી. સમગ્ર સંઘ અને સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત હતાં. સાંજે વહેલાસર પૂજ્યશ્રીને પ્રતિક્રમણ-સંથારા પોરિસી વ. ક્રિયાઓ કરાવી લેવાઈ. (૨) અસ્વસ્થતા છતાં પૂજ્યશ્રી સમાધિભાવમાં મગ્ન હતા. મોઢા પર પરમઉપશમભાવ વિલસતો હતો. બધાં સાથે ક્ષમાપના કરીને પૂજ્યશ્રી આત્મભાવમાં લીન બની ગયા. જાણે મૃત્યુના સ્વાગત માટે તૈયાર ઉભા હોય. (૩) સાંજે બરાબર ૭ વાગે પૂજ્યશ્રીએ નરશ્વર દેહનો ત્યાગ કર્યો. નૂતનવર્ષની સવારે પાલખી નીકળી. પોતાના ‘દાદા’ના અંતિમદર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. (૪) પૂજ્યશ્રીના અંતિમદર્શન. (૫) પૂજ્યશ્રીના સમાધિસ્થાન પર એમનાં ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org