SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ઃ કદંબગિરિનો પુનરુદ્ધાર-૨ઃ (૧) કદંબગિરિની તળેટીનું ગામબોદાનાનેસ. ત્યાં રહેતા તાતા કોળીને એક રાત્રે સ્વમ આવ્યું કે : “ખુલ્લી જમીનમાં ભગવાન પ્રગટ થયા છે. અને ત્યાં દીવો ઝગમગે છે.” સવારે તેણે પોતાના ઘરની બાજુની જમીનમાં જોયું તો કંકુનું કંડાળું તથા ઘી ઢોળાયાના ચિહ્નો હતાં. અત્યારે મહાવીરસ્વામીનું જિનાલય છે તે આ જગ્યા. (૨) વિ.સં.૧૯૮૯ પોષ વદિ-૯ના દિવસે અગિયાર વાગ્યાના સુમારે પૂજ્યશ્રી પાટ પરથી ઊઠીને ઓસરીમાં એક સ્થાન પર પધાર્યા અને વાસક્ષેપ નાખીને કીધું કે “કામદાર ! પેઢીની ગાદી આ જગ્યાએ બિછાવો.” અને એ ક્ષણે એ સ્થાન પર ‘જિનદાસ ધર્મદાસ પેઢી'ની સ્થાપના થઈ. (૩) નીચેના નવનિર્મિત જિનાલયમાં અમદાવાદથી પ્રાચીન નમિનાથ ભગવાનની પ્રતિમા લાવવામાં આવેલા. પ્રથમતે પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી. પરંતુ કેટલાક કારણોસર મહાવીરસ્વામીનું દેરાસર કરવાનું નક્કી થયું. તેથી આ પ્રભુજીને ગભારામાંથી ઉત્થાપન કરવા માટે બધાં ગયાં. ઘણાં માણસોએ પ્રભુજીને ઉપાડવા તથા હલાવવા મહેનત કરી પણ પ્રભુજી ન હલ્યા. છેવટે થાકીને પૂજ્યશ્રીને બોલાવ્યા. પૂજ્યશ્રીએ પ્રભુજી સમક્ષ શ્રીફળ ધરાવવા સૂચવ્યું અને પોતે પ્રાર્થના કરી કે ‘આપ પધારો. અમે કદંબગિરિમાં જ સ્વતંત્ર દેરાસર બંધાવી તેમાં મૂળનાયક તરીકે આપની સ્થાપના કરશું.’ એ ક્ષણે જ બેજ વ્યક્તિના હાથમાં પ્રભુજી આવી ગયા. (૪) વિ.સં. ૧૯૮૯ ફા.સુ.૩ શ્રી મહાવીર સ્વામીની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરતા પૂજ્યશ્રી. (૫) આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૨૫ હજારથી વધુ મેદની એકત્ર થઈ હતી. બધાં ને મંડપ તથા તંબૂઓમાં ઉતારેલા. પ્રતિષ્ઠાની પૂર્વરાત્રે ભયાનક આંધી અને વાવાઝોડાનાં તોફાન આવ્યા. સેંકડો લોકોની તબિયત પણ બગડી. પરંતુ, પૂજ્યશ્રીની દોરવણી અને તેમના પ્રભાવક શિષ્યોની સાધના થકી બધા ઉપદ્રવો સવારે શમી ગયા અને પ્રતિષ્ઠા વિના વિપ્ન સંપન્ન થઈ. ૨૬: કદંબગિરિનો પુનરુદ્ધાર-૩: (૧) વિ.સં.૧૯૯૪માં ડુંગર ઉપરના જિનાલયો તૈયાર થતાં પ્રતિષ્ઠાનો નિર્ણય લેવાયો. પૂજ્યશ્રી અંજન કરવાના છે. - આવું સાંભળીને ચારે બાજુથી પ્રતિમાઓ આવવા લાગી. લગભગ ૫૦૦જેટલી પ્રતિમાઓ ભેગી થઈ. (૨) પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન એક દિવસ શ્રીનેમિનાથ ભગવાનના લાકડાવાળા દેરાસરમાંથી ધૂમાડો નીકળતો પૂજ્યશ્રીએ જોયો. તેઓ પૂ.નંદનસૂરિમ.ને લઈને જોવા ગયા. ખ્યાલ આવ્યો કે આગ લાગી છે. (૩) પૂજયશ્રીની આજ્ઞાથી પૂ.નંદનસૂરિમ. કેટલાક ઉત્તર સાધકો તથા વિધિકારકને લઈને ત્યાં ગયા. ૧૦૦ શ્રીફળ તાત્કાલિક મંગાવ્યા. વિશિષ્ટ વિધિ પૂર્વક એ શ્રીફળ આકાશમાં ઉછળાવવા માંડ્યા. તેમાંથી ૯૯ તો અધ્ધર જ અલોપ થઈ ગયા અને ૧૦૦મા શ્રીફળનો અર્ધા જ ભાગ પાછો આવ્યો. આ વિધિથી આગ હોલવાઈ ગઈ. (૪) પછી ધામધૂમથી પૂજયશ્રીના હાથે ત્યાં પ્રતિષ્ઠા થઈ. ૨૭: મરુધર-મેવાડ પ્રદેશમાં મૂર્તિમંડન : (૧) ગઢબોલ (મેવાડ)માં શ્રાવકોના અજ્ઞાનનો લાભ લઈને તેરાપંથી સાધુએ અવળો ઉપદેશ આપ્યો કેપત્થરની ગાય દૂધ નથી આપતી તેમઆ પ્રતિમાથી પણ કોઈ લાભ-હાનિ ન થાય. તમે ખીલા ઠોકી જુઓ.’ અને શ્રાવકોએ પણ બાવન ખીલા ઠોક્યા. (૨) બીજા લોકોમાં હાહાકાર મચી ગયો. અમદાવાદ પૂજ્યશ્રી પાસે જઈને સહાયતા માગી. પૂજ્યશ્રીએ વકીલ શ્રીકેશવભાઈને મોકલ્યા. તેમણે ઉદયપુરના મહારાણા ફત્તેસિંહજીની કોર્ટમાં કેસ કર્યો. જેમાં તેમનો વિજય થયો અને કોઈ પણ તેરાપંથી ગૃહસ્થ કે સાધુએ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ આવ્યો. (૩-૪) પછી પૂજયશ્રી પણ ત્યાં પધાર્યા અને ગામે ગામવિચર્યા. ગોચરી-પાણી-ઉપાશ્રય વ.નાં કષ્ટો વેઠીને પણ પૂજ્યશ્રીએ બધાંને સન્માર્ગનો ઉપદેશ આપ્યો અને ફરી મૂર્તિપૂજાના માર્ગની સ્થાપના કરી. સેંકડો શ્રાવકોને ઉપદેશ આપી ફરી મંદિરમાર્ગી બનાવ્યા. એટલું જ નહીં સેંકડો તેરાપંથીઓને પણ મંદિરમાર્ગી બનાવ્યા અને દેરાસર જતા કર્યા. ૨૮: કાપરડાજીનો પુનરુદ્ધાર : (૧) દેરાસરમાં જ ચામુંડાદેવી તથા ભૈરવજીની મૂર્તિ આગળ જાટ લોકો દારુ ચઢાવતા, બકરાનો ભોગ પણ ધરાવતા અને બાળકોના વાળ પણ ત્યાં જ ઉતરાવતા હતા. (૨) પૂજ્યશ્રીએ પુનરુદ્ધારનો સંકલ્પ કરીને કાર્ય શરૂ કરાવ્યું. અને કાર્ય પૂર્ણ થતા પ્રતિષ્ઠા મહોત્સવ પણ શરુ થયો. પણ મહોત્સવ દરમિયાન જ ચાલુ વિધિએ કોઈ આવ્યો ને પોતાના છોકરાના વાળ ત્યાં ઉતરાવ્યા. આ જોઈને પૂજયશ્રીને વિચાર આવ્યો કે આવાં પવિત્ર અનુષ્ઠાન વખતય આ આશાતના? તો પછી શું થશે ?' (૩) પૂ. ઉદયસૂરિ મ.એ સાહસ ખેડીને ભૈરવજીની મૂર્તિ ત્યાંથી ઉપાડીને બહાર મૂકી દીધી. તેથી જાટ લોકો ખૂબ ગુસ્સે ભરાયા પણ પોલિસ રક્ષણ હોવાથી કશું કરી ન શક્યા. (૪) શ્રીસ્વયંભૂપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસ પૂર્વક થઈ. (પ) લોકો વીખરાયાં એટલે જાટ લોકોએ મંદિર પર તોફાનો શરુ કર્યા. કોટનો દરવાજો બંધ હતો. તે તોડવા લાગ્યા. પૂજયશ્રી આ સ્થિતિમાં પણ દૃઢ નિશ્ચયી હતા, પણ શ્રાવક પન્નાલાલભાઈએ અગમચેતી વાપરીને જોધપુર રાજ્યથી સહાય મંગાવી લીધેલી. એટલે પોલિસોને આવતા જોઈને બધા ગભરાઈને ભાગ્યા. અને પરિસ્થિતિ થાળે પડી. બીજે દિવસે દ્વારોદ્ઘાટન પણ શાંતિથી થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001480
Book TitleChitramay Guru Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherShilchandrasuriji
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy