SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩: ગુરુમહારાજની ચિર વિદાયઃ (૧) પાલિતાણામાં “શ્રીબુદ્ધિસિંહજી જૈન પાઠશાળાની સ્થાપના થઈ હતી. તેમના જવાથી અધ્યયન-અધ્યાપનનું કાર્ય વેગપૂર્વક ચાલવા લાગ્યું. શ્રીદાનવિજયમ. તેથી પ્રસન્ન થયા. (૨) પોતે ગુરુમહારાજની આજ્ઞાથી આવ્યા હતા. પણ ગુરુદેવના સ્વાથ્યની ચિંતા સતત તેમને સતાવ્યા કરતી. એમાં થોડાક જ સમયમાં ગુર મ.ની ચિરવિદાયના સમાચાર આવ્યા અને, વજાઘાત થયો હોય તેમતેઓ શૂન્યમનસ્ક થઈ ગયા. (૩) આવા સમયે પણ પોતે ઉપસ્થિત રહી ન શક્યા તેનું તેમને બહુ દુ:ખ હતું. ‘ગુરુદેવની વિદાય વખતે પૂજ્ય મોહનલાલજીમ. વ. તથા સકલ સંઘ ઉપસ્થિત હતો. ગુરુમહારાજ પણ ‘અરિહંત સિદ્ધ સાહુ’ - એ અષ્ટાક્ષરી મંત્રને રટતા-રટતા પૂર્ણ સમાધિભાવે કાળધર્મ પામ્યા' વગેરે સમાચાર તેમને મળ્યા, તેઓ ગુરુ મહારાજના વચનો યાદ કરીને – શાસનની સેવા કરીને તેમના ઋણને ચૂકવવાનો સંકલ્પ કરીને- સ્વસ્થ થયા. ૧૪: પ્રથમસ્વતંત્ર ચાતુર્માસ : (૧) ગુરુમહારાજના કાળધર્મ પછી પૂજ્યશ્રીએ શ્રીદાનવિજયમ.ની આજ્ઞા લઈને શ્રીપ્રધાનવિજયજીમ. સાથે જૂનાગઢ તરફ વિહાર કર્યો અને વંથલી, વેરાવળ વગેરે સ્થળોએ વિચર્યા. (૨) તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને જામનગરના સંઘે ચાતુર્માસની વિનંતી કરી અને પૂજ્યશ્રીએ પોતાનું પ્રથમસ્વતંત્ર ચોમાસું ત્યાં કર્યું. તેમના પ્રવચનોથી વૈરાગ્ય પામીને ત્યાંના પ્રખ્યાત નવલખા કુટુંબના ડાહ્યાભાઈ નામના શ્રાવકે બધાં જ વ્યસનોનો ત્યાગ કરીને દીક્ષા લીધી. નામ રાખ્યું : મુનિશ્રીસુમતિવિજયજી. પૂજ્યશ્રીના એ પ્રથમશિષ્ય થયા. (૩) પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીસૌભાગ્યચંદ કપૂરચંદે જામનગરથી ગિરનાર થઈને શ્રીશત્રુંજય તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. પૂજયશ્રીની નિશ્રામાં નીકળેલો આ પ્રથમસંઘ હતો. ૧૫: જન્મભૂમિમાં ચાતુર્માસઃ (૧) વિ.સં.૧૯૫૧માં શ્રીસંઘ અને માતા-પિતાના આગ્રહથી પૂજ્યશ્રીએ પોતાની જન્મભૂમિ-મહુવામાં ચાતુર્માસ કર્યું. તેમના વિદ્વત્તાપૂર્ણ તાત્ત્વિક વ્યાખ્યાનોથી સકલ શ્રીસંઘ અને માતા-પિતા ખૂબ રાજી થયાં. (૨) ત્યાં પૂજયશ્રીના ઉપદેશથી ‘શ્રી વૃદ્ધિચંદ્રજી સંસ્કૃત પાઠશાળા'ની સ્થાપના થઈ. આ રીતે પોતાના ગુરુદેવનું નામતેમણે અમર કર્યું. ૧૬: સાગરજી મહારાજના વિદ્યાગુરુ : (૧) મુનિશ્રીઆનંદસાગરજી મ. (સાગરજી મહારાજ) પણ કેટલોક સમય પૂજ્યશ્રી સાથે વિચર્યા તથા સાથે જ ચોમાસા કર્યા. સાથે રહીને તેમણે પૂજયશ્રી પાસે વ્યાકરણાદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રી પણ ખૂબ પ્રસન્નતા પૂર્વક તેમને અભ્યાસ કરાવે છે. (૨) સ્તંભતીર્થ-ખંભાતના ચોમાસામાં પર્યુષણ પર્વમાં ગણધરવાદનું વ્યાખ્યાન બન્નેએ સાથે મળીને વાંચ્યું. જેમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચેની તાત્ત્વિક ચર્ચામાં ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે અને ભગવાન સમાધાન આપે-તે રીતે - સાગરજી મ. પ્રશ્ન કરે અને પૂજયશ્રી સમાધાન આપે. એ એક અપૂર્વ દૃશ્ય હતું. (૩) તે ચોમાસામાં પૂજ્યશ્રીના ઉપદેશથી ‘શ્રીવૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળા'ની સ્થાપના થઈ. (૪) જર્મન પ્રોફેસર હર્મન જેકોબીએ કરેલા શ્રીઆચારાંગસૂત્રના અંગ્રેજી ભાષાંતરમાં “જૈન શાસ્ત્રોમાં માંસાહારનું વિધાન છે” – એવું પ્રતિપાદન કર્યું હતું. તેનો જવાબ પૂજ્યશ્રીએ શ્રીઆનંદસાગરજી મ.સાથે મળીને લખ્યો. જે પછીથી ‘પરિહાર્યમીમાંસા' નામની પુસ્તિકારૂપે પ્રકાશિત થયો. ૧૭: શ્રીસ્થંભનપાર્શ્વનાથની પ્રતિષ્ઠા: (૧) ખંભાતના શ્રીસ્તંભનપાર્શ્વનાથની નીલરત્નમય પ્રતિમાની એક સોનીએ ચોરી કરી. અને તારાપુર જઇને નારેશ્વરના તળાવ આગળ દાટી દીધી અને નિશાની માટે તેની ઉપર મળ-મૂત્ર કર્યા. (૨) પણ ઘરે પહોંચતા-પહોંચતા તો એકાએક તેને દેખાતું બંધ થઈ ગયું. પત્નીએ સાચી હકીકત જણાવવા કહ્યું ત્યારે તેણે આખી વાત તેને કરી. (૩) ખંભાતમાં અમરચંદભાઈએ પ્રતિમા ન મળે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કર્યો. બે દિવસ પત્તો ન લાગ્યો. પણ સોની સાથે આવેલા કોળી સાથે સોનીને તકરાર થતાં તેણે બીજાને વાત કરી દીધી અને એ રીતે ખંભાત ખબર પડી, શ્રાવકો તારાપુર આવ્યા. સોનીનો પત્તો મેળવ્યો. તેની પત્નીના સહકારથી પ્રતિમા પાછી મેળવી અને ખંભાત લાવ્યા. (૪) સીમંધર સ્વામીના દેરાસરમાં પ્રતિમાને પરોણા દાખલ પધરાવવામાં આવ્યો. (૫) પૂજયશ્રીના ઉપદેશથી દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. (૬) પૂજ્યશ્રીએ ૧૮ અભિષેકાદિ શુદ્ધ વિધિવિધાન પૂર્વકવિ.સં. ૧૯૮૪ ફા.સુ.૩ના દિવસે પુન:પ્રતિષ્ઠા કરી. ૧૮: ખંભાતમાં જિનાલયોનો જીર્ણોદ્ધાર : ખંભાતમાં કેટલાંક જર્જરિત અને ઓછા પૂજાતાં જિનાલયોનો જીર્ણોદ્ધાર પૂજયશ્રીની પ્રેરણાથી નક્કી થયો. તે લગભગ ૧૯ જિનાલયો હતો. શ્રીપોપટલાલ અમરચંદના મનમાં વિચાર થયો કે જીરાવલા પાડામાં એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરી તેમાં જ ૧૯નો સમાવેશ કરીએ તો કેમ? પૂજ્યશ્રીની સાથે વિચાર વિનિમય કરતાં તે પ્રમાણે કરવાનું નક્કી થયું અને જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. (૧) ભવ્ય જિનાલયનું નિર્માણ કાર્ય, શેઠ શ્રીપોપટલાલભાઈ જાત દેખરેખ નીચે કાર્ય કરાવે છે. (૨) નવનિર્મિત ભવ્ય જિનમંદિર. (૩) મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ Jભગવાન આદિ બિબોની પ્રતિષ્ઠા કરતા પૂજયશ્રી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001480
Book TitleChitramay Guru Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherShilchandrasuriji
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy