________________
૧૯: ગણિપદ તથા પચાસપદ : (૧) વિ.સં.૧૯૫૯ના ભાવનગર ચાતુર્માસમાં પૂ.પં.શ્રીગંભીરવિજય મ.ની નિશ્રામાં પૂજ્યશ્રીએ ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કર્યો. અને વલભીપુરમાં વિ.સં. ૧૯૬૦ના કાર્તક વદ-૭ના ગણિપદ તથા માગ.સુ.-૩ના પ્રયાસપદ શ્રીગંભીરવિજયમ.ના હસ્તે અર્પણ થયું. હવે તેઓ પ્રયાસ શ્રીનેમવિજયજી ગણિ બન્યા. (૨) વલભીપુરમાં જ પૂજયશ્રીએ મુનિશ્રીઆનંદસાગરજી મ., પોતાના ગુરુબંધુ શ્રીપ્રેમવિજયજી મ., તથા પોતાના શિષ્ય શ્રી સુમતિવિજયમ,ને ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કરાવ્યો. અને ત્યાંથી અમદાવાદ પધારી ત્યાં ત્રણેય મુનિવરોને ગણિપદ તથા પશ્વાસ પદ અર્પણ કર્યું. ૨૦: તીર્થાધિરાજની આશાતનાનું નિવારણ : (૧) પાલિતાણાના ઠાકોર શ્રીમાનસિંહજી જૈનોની લાગણી દુભવવાના આશયથી દેરાસરમાં-દાદાના દરબારમાં બૂટ પહેરીને તથા બીડી પીતા-પીતા જાય છે. શ્રાવકો વારે છે પણ સત્તાના જોરે વારંવાર તેમકરે છે. (૨) પેઢીના વહીવટદારોના સમજાવવા છતાં ન માન્યા ત્યારે પેઢીએ કોર્ટમાં કેસ કર્યો. તેથી ક્રોધિત થઈને તેમણે મુસલમાનોને બોલાવ્યા. ઉપર ઈંગારશાપીર પાસે ઓરડી બાંધવા માટે સામાન અપાવ્યો, અને પ્રતિજ્ઞા કરી કે- ‘ત્યાં મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને લોહી દાદા ઉપર છાંટીશ.' (૩) એના વિરોધમાં સભાઓ થઈ. પણ પૂજ્યશ્રીએ કુનેહથી કામલેવા સૂચવ્યું અને ભાઈચંદભાઈને સમજાવી દીધા. તેઓએ પણ આજુબાજુના ગામડામાં જઈને રબારીઓને સમજાવ્યા કે ‘તમારાં બકરાં સાફ થઈ જશે.' તેમના ગળે વાત ઊતરી ગઈ. તેમણે તેમન થવા દેવાની પ્રતિજ્ઞા લીધી. (૪) એક રાત્રે બધા રબારીઓ ભેગા થઈને ઉપર ગયા અને ઓરડી બાંધવાનો ઈંટ-ચૂનોછાપરા વ. સામાન ચૂપચાપ ખીણોમાં ફેંકી દીધો. (૫) અને આ બાજુ, કોર્ટમાં પેઢીની જીત થઈ અને ઠાકોરનો ગર્વ ઊતરી ગયો. આ રીતે કુનેહથી તોફાન કર્યા-કરાવ્યા વિના પૂજ્યશ્રીએ તીર્થની આશાતનાનું નિવારણ કર્યું. ૨૧: શાસનસમ્રાટ : (૧) વિ.સં.૧૯૬૪માં પૂજ્યશ્રીને જિનશાસનના સર્વોચ્ચપદ-આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પ.પૂ.શ્રી ગંભીરવિજયજીમ ના શુભ હસ્તે આ પદ પ્રદાન થયું. અને પૂજયશ્રી, વિજયનેમિસૂરિના નામે, ભારતભરમાં વિદ્યમાન સંવેગી તપાગચ્છીય મુનિરાજોમાં, વિધિ સહિત યોગોદ્વહન કરવા પૂર્વક આચાર્યપદ પ્રાપ્ત કરનારા સર્વ પ્રથમઆચાર્ય થયા. સમગ્ર તપાગચ્છના નાયક-શાસનસમ્રાટ થયા. (૨) તેમના પિતાશ્રી તો સ્વર્ગવાસી થયેલા, પરંતુ, તેમણે લખેલા એક પત્રમાં પૂજ્યશ્રી પરત્વે તેમને થયેલો આત્મસંતોષ નીતરતો વાંચી શકાય છે. ૨ ૨: જીવદયાના જ્યોતિર્ધર ઃ (૧) પૂજયશ્રી જીવદયાના અભૂતપૂર્વ જ્યોતિર્ધર હતા. મહુવાની આસપાસના ગામોમાં દરિયાકાંઠે ખૂબ માછીમારીહિંસા થતી. તે જોઈ જાણીને પૂજ્યશ્રીનું હૈયું દ્રવી ઊઠ્યું. એટલે તેઓ તે તરફ તેમને પ્રતિબોધવા માટે વિચર્યા. દરિયાકાંઠે માછીમારો પૂજયશ્રીને આવતા જોઈ વિચારે છે કે કોઈ સંત મહાત્મા આવી રહ્યા છે. (૨) પૂજયશ્રીએ તેમની ભાષામાં જીવદયાનો મહિમા સમજાવ્યો. અને, તેઓએ પણ પોતાની જાળો સાથે રહેલા શ્રાવક શ્રીનરોત્તમભાઈને સોંપી અને માછીમારી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. (૩) એ જ રીતે કંઠાળ તેમજ વાળાક વ. પ્રદેશોમાં વિચરીને સેંકડો માછીમારોને પૂજ્યશ્રીએ પ્રતિબોધ આપ્યો. અને દાઠા ગામના ચોકમાં બધી જાળોને અગ્નિશરણ કરવામાં આવી. ૨૩ઃ સુવિહિત પરંપરા પ્રવર્તક : કાલગ્રસ્ત થયેલી અનેક સુવિહિત-શાસ્ત્રીય પરંપરાઓ તથા આત્મસાધક અનુષ્ઠાનો પૂજ્ય સૂરિસમ્રાટે પુનઃ જીવિત તથા પ્રચલિત કર્યા હતાં. (૧) અંજલશલાકાવિધાન - દાયકાઓથી બંધ થઈ ગયેલા આ તાત્ત્વિક વિધાનનો પુનઃ પ્રારંભ વિ.સં. ૧૯૮૩-૮૪માં ચાણસ્મા-વિદ્યાવાડીના જિનાલયમાં પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા કર્યો. પૂજ્યશ્રી પોતાનો પ્રાણ બિલમાં સ્થાપિત કરતા ત્યારે સન્મુખ ધરાતા આદમકદના અરીસાના ટુકડા તત્પણ થઈ જતા. (૨-૩) શ્રીસિદ્ધચક્રમહાપૂજન તથા શ્રીઅરિહંતમહાપૂજન-સૈકાઓથી વિસરાયેલા આ શાસ્ત્રીય વિશિષ્ટ અનુષ્ઠાનોની વિધિનું પ્રસ્થાધારે પુનઃ સંકલન તથા પ્રવર્તન પૂજ્યશ્રીએ કર્યું. (૪) યોગોદ્વહન - મુનિઓને આગમવાચના તેમજ પદવી માટે યોગોદ્વહનની ક્રિયા અનિવાર્ય હતી. સૈકાઓથી તેનો મહદંશે લોપ થયેલો અથવા તેમાં અવિધિ પ્રવેશેલી. પૂજ્યશ્રીએ શાસ્ત્રાધારે તે માર્ગનું પુનઃ વિધિપૂર્વક પ્રવર્તન કર્યું. ૨૪: કબગિરિનો પુનરુદ્ધાર-૧: પૂજ્યશ્રીના જીવનનું એક મહાન અને ભગીરથ કાર્ય-શ્રી કદંબગિરિનો જીર્ણોદ્ધાર (૧-૨-૩) સર્વ પ્રથમપૂજયશ્રીએ ત્યાંના કામળિયા દરબારોને પ્રતિબોધ આપી શિકાર છોડાવ્યો, દારુ-માંસાહાર છોડાવ્યા, તથા જુગાર છોડાવ્યો. (૪-૫) તીર્થના પુનરુદ્ધાર માટે પૂજ્યશ્રી જગ્યાઓ પસંદ કરે છે. જુદા-જુદા ૯ પ્લોટો પસંદ કરી દરબારો પાસેથી તે વેચાણ લેવાનું ઠરાવ્યું. દરબારોએ ગુરુમહારાજને ભેટ તરીકે આપવાની માગણી કરી. અને જગદ્ગુરુ હીરવિજયસૂરિદાદાને અકબરે તીર્થો ભેટ આપેલા તેનો હવાલો આપ્યો. પૂજ્યશ્રીએ હીરસૂરિ મ. સાથે પોતાની સરખામણી કરવાની મના કરી અને આ.ક.પેઢીના નામે તે પ્લોટો વેચાણ લેવડાવ્યા. કદંબગિરિમાં હાલ વિદ્યમાન તમામ દેરાસરો આ પ્લોટો ઉપર છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org