Book Title: Chitramay Guru Jivan Darshan
Author(s): Shilchandrasuri
Publisher: Shilchandrasuriji

Previous | Next

Page 13
________________ ૨૯: મુંડકાવેરો અને અસહકાર : (૧) તે વખતે પાલિતાણામાં યાત્રિકો પાસેથી મુંડકાવેરો લેવામાં આવતો હતો. વિ.સં.૧૯૮૨માં તે બાબતે ઉહાપોહ જાગ્યો. ઠાકોર માનસિંહજીને પેઢીના વહીવટદારોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સરકારની એમને પરવાનગી હતી એટલે તેઓ માન્યા નહીં. (૨) એટલે એ માટે પૂજ્યશ્રીના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આયોજન થયું. અને, એમાં નિર્ણય લેવાયો કે- ‘જયાં સુધી આ અન્યાયી રિવાજ બંધ ન થાય ત્યાં સુધી કોઈએ યાત્રા ન કરવી.’ આ અસહકારનો પ્રારંભ થયો ૧ એપ્રિલ સન્ ૧૯૨૬ના દિવસે બે વર્ષ સુધી આ ચાલ્યું અને અંગ્રેજોની લવાદીથી સમાધાન થયું. મુંડકાવેરો લેવાનો બંધ જાહેર થયો પછી યાત્રા થઈ.) (૩) સમગ્ર પાલિતાણામાં સૂનકાર વ્યાપી ગયો, એક પણ યાત્રાળુ જોવા મળતો ન હતો. એટલે વેરાની વસૂલાત માટે ઊભી કરેલી બધી જ વ્યવસ્થા નકામી સાબિત થઈ. (૪) રેલ્વે સ્ટેશન પણ યાત્રિકોના આવાગમન વગરનું સુનું પડ્યું હતું. ૩): ઐતિહાસિક મુનિસમેલન : (૧) ઘણા વખતથી કેટલાક પ્રશ્નો વણઉકલ્યા પડ્યા હતા. અને એના કારણે સમગ્ર જૈન સમાજનું વાતાવરણ ડહોળાયેલું હતું. બધા જ વડીલોના મનમાં સમાધાન માટેની તત્પરતા હતી અને મુનિસમેલન જ આનો ઉપાય છે એમબધાં ને લાગતું હતું. વળી એ સમેલન પણ પૂજય શાસનસમ્રાટ નેતૃત્વ સ્વીકારે તો જ સફળ થાય તેમબધાનું માનવું હતું. એટલે પૂ.વલ્લભસૂરિ મ. વગેરેએ પૂજ્યશ્રીને આવું કોઈ આયોજન કરવા વિનંતિ કરી, (૨) અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠશ્રીપ્રતાપસિંહ મોહોલાલ વગેરેએ પણ આ માટે પૂજ્યશ્રીને વિનંતી કરી અને તે અંગે વિચાર-વિનિમય કર્યો. (૩) વિ.સં.૧૯૯૦ના ફા.સુ.૩ના શુભ દિવસે પૂજ્યશ્રીની આગેવાનીમાં અમદાવાદમાં સમેલનનો પ્રારંભ થયો. જેમાં, હજારથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દેશ્યથી જ એની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. (૪) ૩૪ દિવસ ચાલેલા આ સફળ સમેલનની પૂર્ણાહૂતિ પર નગરશેઠે ભારતભરના સંઘોની ઉપસ્થિતિમાં સમેલનની સફળતાની વાત કરી. એના મુદ્દાઓ પોતાના વક્તવ્યમાં કહી બતાવ્યા. સમગ્ર સંઘમાં આ સફળતાથી ઉલ્લાસ વ્યાપી ગયો. ૩૧: આ યુગનું એક ભગીરથ કામ : વિ.સં.૧૯૯૦નું ચાતુર્માસ પૂજ્યશ્રીએ જાવાલ (રાજસ્થાન)માં કર્યું. ચોમાસા પછી શેઠશ્રીમાણેકલાલ મનસુખભાઈની ભાવના પૂજ્યશ્રીની નિશ્રામાં અમદાવાદથી ગિરનારજી અને પાલિતાણાનો છ'રી પાલિત સંઘ કાઢવાની હતી. એટલે પૂજયશ્રી ત્યાં પધાર્યા અને પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આ ઐતિહાસિક સંઘ નીકળ્યો. આ સંઘમાં પૂ.સાગરજીમ., પૂ.આ.શ્રી વિજયમોહનસૂરિમ., આ.શ્રી વિજયમેવસૂરિ મ., આદિ ૨૭૫લગભગ સાધુ ભગવંતો, ૪૦૦ઉપરાંત સાધ્વીજી ભગવંતો, ૧૩ હજારછ'રીપાળતા યાત્રિકો, ૮૫૦બળદગાડાં અને અનેક મોટર-ખટરા સહિત ૧૩00 વાહનો, ચાંદીની ઈન્દ્ર ધ્વજા, સોને રસેલો ચાંદીનો રથ, ચાંદીનો મેરુપર્વત, ચાંદીનું ફોલ્ડીંગ જિન મંદિર અને ચાંદીની અંબાડીથી સુશોભિત ભાવનગર તથા ધ્રાંગધ્રા સ્ટેટના બે ગજરાજો હતા. પૂજ્યશ્રીના પુણ્ય પ્રભાવે આ ભવ્ય સંઘ નિર્વિન્ને પરિપૂર્ણ થયો. ૩૨ઃ આદર્શ અનુશાસક: (૧) પૂજ્યશ્રીની અનુશાસન પદ્ધતિ અજોડ હતી. પોતાના શિષ્યોના સર્વ પ્રકારના યોગક્ષેમની તેઓ ચિંતા કરતા. એમનું આસન હંમેશા ઉપાશ્રયની મધ્યમાં રહેતું તથા ચારે બાજુ શિષ્ય પરિવાર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતો. (૨-૩) જ્ઞાનાર્જન અને ચારિત્રપાલનમાં પૂજયશ્રી એકદમચુસ્ત હતા. પંડિતજી પાસે પણ સાધુઓને અધ્યયન કરાવતા તથા પોતે પણ ભણાવતા. વિહારમાં તો કોઈ વૃક્ષ નીચે સાધુઓને લઈને પાઠ આપવા બેસી જતા. તે વખતનું વાતાવરણ પ્રાચીન કાળના ગુરુકુળની યાદ અપાવતું. (૪) પૂજ્યશ્રીના ચારિત્ર સમ્પન્ન અને સમર્થ વિદ્વાન આઠ આચાર્ય શિષ્યો-પૂ.આચાર્યશ્રીવિજયદર્શનસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયઉદયસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયનંદનસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયવિજ્ઞાનસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયપધસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયઅમૃતસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયલાવણ્યસૂરિ મ., પૂ.આચાર્યશ્રીવિજયકસૂરસૂરિ મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16