Book Title: Chitramay Guru Jivan Darshan
Author(s): Shilchandrasuri
Publisher: Shilchandrasuriji

Previous | Next

Page 3
________________ ૧: મહુવા-મધુમતી બંદરનું વિહંગ-દર્શનઃ પાદરને પખાળતા મહાસાગરનો ભવ્ય કિનારો; ડાલામથ્થા સિંહોને વસવાનું મન થાય તેવી ગીચ વનરાજિ; સૌરાષ્ટ્રના ‘કાશ્મીર’નું બિરૂદ અપાવનાર વૃક્ષો, ફળ-ફૂલ અને નિત્ય વહેતી ‘માલણ’ નદીની પ્રાકૃતિક સંપદા; અને ધર્મના નિર્મળ-મંગલ ધ્યેયની ધોળી ધ્વજા ફરકાવતાં અસંખ્ય મંદિરો અને જિનાલયો; આ બધાંથી ઓપતું; સૌરાષ્ટ્ર-ગોહિલવાડની ધરતીના તિલક સમું શહેર મહુવા બંદર : જાવડશા અને જગડુશાહથી માંડીને વીરચંદ રાઘવજી ગાંધી અને સૂરિસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિ જેવા અનેક મહાપુરુષોની જન્મભૂમિ. ૨ઃ જન્મમહોત્સવ : વિ.સં.૧૯૨૯ના બેસતા વર્ષનું એ મંગલ પરોઢ. ચાર વાગ્યા હતા. વાતાવરણમાં નવા વર્ષનો ઉલ્લાસ પથરાયેલો હતો. એવે સમયે શાહ લક્ષ્મીચંદ દેવચંદનાં ધર્મપત્ની દીવાળી બહેને પુત્રરત્નને-જિનશાસનના એક હોનહાર મહાપુરુષને જન્મઆપ્યો અને પોતાનું સ્ત્રીત્વ સાર્થક કર્યું. (૧) દીવાળી અને નૂતન વર્ષનું માંગલ્ય-છલકતું વાતાવરણ. (૨) નેમચંદના જન્મબાદ વધામણાં માટે આવતાં સ્નેહીઓ, અને ગોળધાણાં. (૩) નેમચંદની જન્મપત્રિકા સાથે જ્યોતિષી વિષ્ણુભટ્ટજી અને સામે લક્ષ્મીચંદભાઈ. ૩ઃ ધૂળી નિશાળમાં ભણતર : નેમચંદની ઉંમર પાંચ વર્ષની થઈ, એટલે તેમને નિશાળે ભણવા મૂકવામાં આવ્યા. શિક્ષક મયાચંદ લિંબોળીની ધૂળી નિશાળ મહુવામાં વખણાતી. ધૂળી નિશાળ એટલે લાકડાની પાટી ઉપર ધૂળ પાથરવાની, અને તેમાં સળી વડે મૂળાક્ષરો ચીતરતાં શિક્ષક શીખવે તેમશીખવાનાં, આંક અને મૂળાક્ષરો નવાં શીખ્યા પછી હરિશંકર માસ્તરની નિશાળમાં એકથી સાત ગુજરાતી ધોરણ ભણ્યા. ત્યાર પછી દરબારી નિશાળમાં પીતાંબરભાઈ સાહેબ પાસે ત્રણ અંગ્રેજી ચોપડી ભણ્યા. નેમચંદની આ શિક્ષણયાત્રા ચૌદમે વર્ષે પૂરી થઈ. (૧) નેમચંદને નિશાળે મૂકવા જતાં માતા-પિતા. (૨) સરસ્વતી વંદના કરતા બાળ નેમચંદ. (૩) માસ્તર મયાચંદ પાસે શીખતાં બાળકો. ૪ઃ તરુણ નેમચંદ : (૧) બાળપણથી જ નેમચંદ નિર્ભીક અને સાહસવૃત્તિવાળા. માતાજીના નામે લોકોના ભોળપણનો લાભ લઈને ઠગતાં તેમનાં મામાનાં દીકરી પુરીબાઈને નેમચંદ પૂછેછેઃ ‘મારે ભૂત-ભવિષ્ય નથી જાણવું, પણ મારી મુઠ્ઠીમાં શું છે તે જણાવો.’ જવાબ ન આપી શકતા પૂરીબાઈની પોલ ઊઘાડી પડી ગઈ અને લોકોમાં નેમચંદની પ્રશંસા થઈ. (૨) નિશાળના અભ્યાસ પછી પિતાજીની સૂચનાથી વ્યાપારની તાલીમલેવા માટે ‘શ્રી કરસન કમાની પેઢી'માં રહ્યા. (૩) ધંધામાં ફાવટ આવવા છતાં મનમાં ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસની ઝંખના પ્રબળ બની, એટલે તે માટે પિતાજી પાસે પોતે રજા માગેછે. પઃ વૈરાગ્યઃ (૧) લક્ષ્મીચંદભાઈ પણ એની ઈચ્છાને પૂર્ણ ક૨વા માટે પોતાના ગુરુભગવંત શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ભણવા માટે ભાવનગર મોકલે છે. નેમચંદ પણ ખુશ થઈને ગુરુભગવંત પાસે પહોંચીને પોતાની અભ્યાસની ભાવના વ્યક્ત કરે છે. ગુરુભગવંત પણ પ્રસન્ન થઈને ત્યાં રહેવાની અનુમતિ આપેછે. (૨) ગુરુ ભગવંતોના સાન્નિધ્યમાં અધ્યયન કરતાં-કરતાં તેમનામાં ધરબાયેલો વૈરાગ્યભાવ દિવસે-દિવસે પ્રબળ બને છે. એક રાત્રે સૂતા-સૂતા વિચારે ચઢી જાયછે ઃ ‘આ સંસાર કેટલો અસાર છે ? ક્યાં સંસારનું આ પાપમય જીવન અને ક્યાં સાધુભગવંતોનું આ પવિત્ર અને નિષ્પાપ જીવન !' ૬ઃ કસોટી : (૧) દાદીમાના અવસાનના સમાચાર મળતાં નેમચંદે સંસારની અસારતા સમજાવતો પત્ર ઘરે લખ્યો. એથી પિતાજીને એમના વૈરાગ્યભાવની ગંધ આવતા પત્ર લખ્યો ઃ ‘મારી તબિયત સારી નથી. ઘરે આવી જા.’(૨) પત્ર મળતાં જ નેમચંદ ગુરુભગવંતની રજા લઈને ઘરે આવે છે. પણ, પિતાજીને સ્વસ્થ જોઈને સમજી ગયા કે પોતાને બોલાવા માટે જ તબિયતની વાત લખી હતી. (૩) માતા-પિતા તેમને પાછા ન જવા દેવા માટે મક્કમહતા. નેમચંદનો ભાવ પણ દિવસે-દિવસે દૃઢ થતો જતો હતો. એકવાર કોઈકના લગ્ન પ્રસંગે ગયા તો ત્યાં પણ મિત્રો સાથેની વાતમાં પોતાને દીક્ષા લેવાનીછે એવો ઉલ્લેખ કર્યો. તે તેમની બહેને સાંભળ્યું અને પિતાજીને વાત કરી. અને પિતાજીએ વધુ કડક દેખરેખ શરુ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16