Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad
View full book text
________________
કરાવનાર તે જ ભવે મોક્ષમાં ગયા હતા. જ્યારે બાકીના સોળ ભગવાનને પ્રથમપારણું કરાવનાર ત્રીજા ભવે મોક્ષે જશે. ૪ હાથ = ૧ ધનુષ. ૨000 ધનુષ = ૧ ગાઉં. મુનિસુવ્રત સ્વામી ભગવાન ઘોડાને પ્રતિબોધ પમાડવા વિહાર કરીને ભૃગચ્છ (ભરૂચ) ગયા હતા. ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તરત જ તેની ભેટ પોતાની માતા મરુદેવીના ચરણે ધરી હતી. મરુદેવમાતા પણ જાણે કે પુત્રની ભાવિ પત્ની શિવસુંદરી (મોક્ષ)ને પ્રથમ જોવા જતાં ન હોય તેમ તરત જ મોક્ષે સીધાવ્યાં હતાં. આ અવસર્પિણી કાળમાં ઋષભદેવ ભગવાન પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થકર અને પ્રથમ કેવળજ્ઞાની થયા. મરુદેવા માતા સૌ પ્રથમ મોક્ષે ગયા. પરમાત્મા માલકૌંસાદિ રાગમાં અને અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. અષ્ટાપદજી જેવા મહાન તીર્થની સ્થાપના આંસુમાંથી થઈ છે. પરમાત્મા ઋષભદેવનું અષ્ટાપદજી ઉપર નિર્વાણ થતાં ચક્રવર્તી ભરત ધ્રુસકે ધ્રુસકે રડ્યા. આશ્વાસન મેળવવા તેમણે અષ્ટાપદજી ઉપર ૨૪ ભગવાનનું સુંદર જિનાલયનું સર્જન કર્યું. • પરમાત્મા મહાવીરદેવ વૈશાખ સુદ ૧૧ ના ચતુર્વિધ સંઘની
સ્થાપના અપાપાપુરીમાં કરી. તથા છેલ્લી દેશના પણ અપાપાપૂરીમાં આપી. પ્રભુ ત્યાં નિર્વાણ પામ્યા હોવાથી લોકોમાં
તે પાપાપૂરી (પાવાપૂરી) તરીકે પ્રસિદ્ધિને પામી. મલ્લિનાથ ભગવાને સવારે દીક્ષા લીધી અને સાંજે જ તેમને કેવળજ્ઞાન થયું આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલો મોક્ષ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય જેમ મરુદેવા માતા રૂપ સ્ત્રીને ફાળે ગયું છે તેમ ઓછા સાધનાકાળમાં કેવળજ્ઞાન મેળવવાનું નસીબ પણ સ્ત્રી તીર્થકર મલ્લીનાથના ફાળે ગયું છે. જૈન શાસનમાં સ્ત્રી બિચારી કે રાંકડી છે જ નહી. વર્તમાનકાળમાં ૨૪ તીર્થકર ભગવાન જેમ થયા છે, તેમ ભુતકાળમાં અનંતા તીર્થકર થયા છે અને ભવિષ્યકાળમાં અનંતા થવાના છે. વર્તમાનકાળે ઋષભદેવથી મહાવીરસ્વામી ભગવાન સુધીની જેવી ચોવીસી (ચોવીસી તીર્થકરો) થઈ છે, તેવી અનંતી ચોવીસી ભૂતકાળમાં થઈ છે અને ભવિષ્યકાળમાં અનંતી ચોવીસી થશે. આ દુનિયાના અન્ય ધર્મો ભગવાન તરીકે એક જ વ્યક્તિને સ્વીકારીને, તેના ૨૪ અવતારો માને છે; જ્યારે જૈન શાસન એક જ ભગવાનના ૨૪ અવતાર માનતું નથી, પણ દરેક ચોવીસીમાં જુદા જુદા ૨૪-૨૪ ભગવાન માનતું હોવાથી અનંતકાળમાં અનંતા ભગવાન માને છે.
(૧૫૪.