Book Title: Chaturvinshatika
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય બાલબ્રહ્મચારી આચાર્યશ્રેષ્ઠ શ્રી બપ્પભટ્ટસૂરિવર્ય વિરચિત અને પૂર્વમુનિવર્ય પ્રણીતટીકાયુક્ત શ્રી ‘ચતુર્વિશતિકા' ગ્રંથરત્નને પુનઃપ્રકાશિત કરતા અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આજથી ૮૦ વર્ષ પૂર્વે શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીયા દ્વારા ગુર્જર ભાષાનુવાદ વિરણાદિથી સંશોધિત પ્રસ્તુત ગ્રંથ શ્રી વેણીચંદ્ર સુરચંદ્ર દ્વારા શ્રી આગમોદય સમિતિ તરફથી બહાર પડેલ આ પુનર્મુદ્રણ પ્રસંગે પૂર્વપ્રકાશક અને પૂર્વસંપાદક પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. ગ્રંથ વિષયક વિસ્તૃત સામગ્રી ઉપોદ્ઘાતમાં કાપડીયાજીએ આપેલ હોવાથી ત્યાંથી જોઈ લેવા અનુરોધ. - જાવ્યશાસ્ત્રવિનોવેન જાતો પ્રતિ ધીમતામ્। વિદ્વાન પુરુષો કાવ્ય અને શાસ્ત્રમાં રમણ કરી જીવનકાળને સાર્થક કરે છે. પ્રસ્તુત કાવ્યગ્રંથ વિનોદ-આનંદની સાથે ભક્તિરસથી પણ તરબતર છે. અદ્ભૂત કવિત્વશક્તિથી અલંકૃત અહીં ભક્તિભાવોની ઝંકૃતતા છે. સંસ્કૃતથી અનભિજ્ઞ જીવોને મૂળ કાવ્યના અન્વર્થ-શબ્દાર્થ ભાષાંતર અને સ્પષ્ટીકરણાદિ પણ ઉપયોગી થઈ પડશે. પ્રાંતે ભક્તિનિર્ભર ભાવો વડે ભવ્યજન મોક્ષમાર્ગે આગળ વધે એ જ શુભાભિલાષા. છેલ્લા ૨૮ વર્ષથી પ.પૂ. પરમશાસન પ્રભાવક સૌમ્યમૂર્તિ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને આશીર્વાદથી શ્રુતરક્ષાનું આ કાર્ય અમે આરંભ્યું છે. તદન્વયે જીર્ણ-શીર્ણ અપ્રાપ્ય ગ્રંથોને સુંદર-ટકાઉ કાગળ પર ઓફસેટ પ્રિન્ટ કરી ભારતભરના ૩૦૦ થી પણ અધિક જ્ઞાનભંડારોને વિનામૂલ્યે ભેટ ધરવામાં આવે છે. આજ સુધીમાં ૩૨૫ થી પણ અધિક ગ્રંથો પુનર્જીવિત કરવામાં અમે સફળ બન્યા છીએ. પૂજ્યશ્રીની પ્રેરણા મુજબ આ કાર્ય હજી પણ ચાલુ જ છે. શ્રુતદેવી ભગવતી અમને સહાયતા બક્ષે એ જ શુભાભિલાષા સહ. Jain Education International For Private & Personal Use Only ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા શ્રી લલિતભાઈ કોઠારી શ્રી પુંડરિકભાઈ શાહ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348