Book Title: Bruhad Yog Vidhi Author(s): Ratnachandrasuri Publisher: Ratnoday Charitable Trust View full book textPage 6
________________ ... બૃહદ્ યોગ વિધિ .... ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. તથા પરમપૂજ્ય ગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ તથા પ્રેરણા મળતા ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. પૂ.પં. શ્રી ખાગ્નિ વિજયજી મહારાજે આજથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે બૃહ યોગવિધિનું પ્રકાશન કરેલ તે મુજબ જ આ યોગવિધિ છપાવી છે તેમ છતાં અમુક મહત્ત્વના પાઠો રહી જતા પાછળ પરિશિષ્ઠમાં ઉમેર્યા છે. ટૂંકમાં, મૂળયોગ વિધિમાંથી કંઈપણ ન્યૂન કરેલ નથી. તેમ છતાં શરતચૂક યા પ્રેસદોષથી કોઈપણ પાઠ અથવા શબ્દો છૂટી ગયા હોય તો સુજ્ઞજનો જરૂર જણાવે. છેલ્લે ઉપધાન પ્રવેશવિધિ તથા માળારોપણ વિધિ પણ દાખલ કરી છે. અંતે આ યોગવિધિમાં અનેક પ્રકારના આદરણીય સૂચનો પૂજ્યપાદ દાદા ગુરુદેવશ્રી તથા પૂજ્ય ગુરુદેવશ્રી તરફથી મળ્યા આ યોગ વિધિ દ્વારા શુદ્ધ ક્રિયાપૂર્વક આરાધના કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય એજ અપેક્ષા સહ. - રત્નચન્દ્ર વિજય ગણી ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ. કારતક સુદ – ૫, સં.૨૦૫૩ બીજી આવૃત્તિ વેળાએ : પ્રથમ આવૃત્તિ સમાપ્ત થતા અને ઘણીજ માંગણી આવતાં જરુરી સુધારા-વધારા સાથે આ બીજી આવૃત્તિ બહાર પાડેલ છે. જેમાં કેટલીક હકીકતો, કાઉસ્સગની માહિતી વિગેરેનો ઉમેરો કરેલ છે. " છતાં જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમાયાચના... - રત્નચન્દ્ર વિજય ગણી . = I જa Cy) -Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 216