Book Title: Bruhad Yog Vidhi Author(s): Ratnachandrasuri Publisher: Ratnoday Charitable Trust View full book textPage 4
________________ બૃહદ્ યોગ વિધિ ઊઘડતા પાને પ્રથમ આવૃત્તિમાંથી શ્રીમતે વીરનાથાય સનાથાયાદ્ભૂતક્રિયા મહાનંદ સરોરાજ મરાલાયાર્હત નમઃ અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગોતમસમરીએ વાંછિત ફલદાતાર અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાક્યા નેત્રમુન્નીલીતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ દરેક ધર્મોને પોતાનું મહત્ત્વ હોય છે અને સ્વધર્મની ખ્યાતિ માટે જુદા-જુદા માર્ગો પણ અપનાવતા હોય છે. પણ જ્યારે તત્ત્વદષ્ટિ ખુલી જાય છે ત્યારે એ ફક્ત તત્ત્વથી જ પદાર્થોનું દર્શન કરે છે. એટલે જ કહ્યું છે કે બુદ્ધેઃ ફલં તત્ત્વ વિચારણાં ચ' બુદ્ધિનું ફલ છે તત્ત્વની વિચારણા. જ્યારે પૂજ્યપાદ આચાર્ય સૂરિપુરંદર હરિભદ્ર સૂરિશ્વરજી મ.સા. જૈન ધર્મ ઉપર દ્વેષ રાખતા હતા ત્યારની વાત જુદી હતી અને જ્યારે જૈન ધર્મી બની ગયા, તત્ત્વ દૃષ્ટિ ખુલી ગઈ એટલે એ સહસા બોલી ઉઠ્યા કપિલ વગેરે દર્શનમાં મને દ્વેષ નથી અને જિનધર્મ પ્રત્યે રાગ નથી પણ યુક્તિ સંગત જેમનું વાક્ય હતું તે મેં ગ્રહણ કર્યું. તત્ત્વ દૃષ્ટિથી સારા-સારનો વિવેક આવે છે. માટે તાત્ત્વિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પરિશ્રમ કરવો જોઈએ. આવું જ્ઞાન મેળવવા માટે મહાપુરૂષોએ યોગ્ય કાળ અને ક્રિયાઓ નિયત ॥ ଅକ DPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 216