Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 5
________________ ••• વૃહદ્ યોગ વિધિ .... કરેલ છે. જેમ બાહ્ય દુનિયામાં પ્રાથમિક શાળાથી હાઈસ્કુલ અને પછી કોલેજનું જ્ઞાન મેળવાય છે. તેમ તત્ત્વજ્ઞાન માટે પણ સૌ પ્રથમ આવશ્યક સૂત્રોનું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. ત્યારબાદ આગળ વધાય. તેમાં પણ જૈન શાસનમાં તો યોગ્યતા વગર આગળ વધી જ ન શકાય. વ્યાખ્યાનગોચરી તેમ જ અન્ય ક્રિયાદિમાં યોગ્યતાની પહેલા જરૂર પડે છે. એમાં પણ શિષ્યને ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ હોય શાસનને સંપૂર્ણ વફાદાર હોય તો જલ્દી યોગ્યતા કેળવીને આગળ વધી શકાય છે. આવશ્યકસૂત્ર આદિ આગમો ભણવા-વાંચવા માટે યોગ્ય બનવું જરૂરી છે અને તેના માટે યોગોદ્વહન કરવા આવશ્યક છે. શ્રાવકોએ પોતાને યોગ્ય કૃત ભણવા માટે ઉપધાન તપની ક્રિયા જરૂરી છે. તે જ પ્રમાણે સાધુઓએ યોગોદ્ધહન કરવા જોઈએ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે હુંડીના સ્તવનમાં પણ કહ્યું છે કે, સમકિત સુધૂરે તેમને જાણીએ જેમાને તુજ આણ સૂત્રને વાંચે રે યોગ વહી કરી કરે પંચાગી પ્રમાણ 'ઈત્યાદિ ગાથા ઓ વડે તેમ જ ઉત્તરાધ્યયન, નંદિસૂત્ર અનુયોગદ્વાર ઠાણાંગ, ભગવતી વ્યવહાર માનીશીથ આદિ આગમોમાં પણ યોગવાહીને સૂત્રો ભણવા જોઈએ એવા પાઠો છે. યોગની વિધિ પૂર્વાચાર્યોએ લખી છે તે મુજબ વિધિ કરવી જોઈએ કેમ કે યોગવિધિ દેવી તત્ત્વોથી ભરપૂર છે ખૂબ જ ઉલ્લાસ અને શુદ્ધવિધિપૂર્વક જો યોગોદ્ધહન કરવામાં આવે તો જીવનમાં ઘણી જ સફળતા મળે છે. આ પૂર્વે પૂ.પં. શ્રી ખાન્તિવિજયજી મહારાજે તથા તેના ઉપરથી પૂ. સાગરજી મ. દ્વારા યોગ વિધિ છપાઈ છે જે હાલમાં અપ્રાપ્ય છે. એટલે મનમાં એક વિચાર ફૂર્યો કે એક નવી આવૃત્તિ સ્વરૂપે બહાર પાડવામાં આવે તો કેમ ? અને આ વિચારને પરમપૂજ્ય ગીતાર્થ ચુડામણી • 9 9: ,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 216