Book Title: Bramhan Shraman Dhruvji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૬૪] દર્શન અને ચિંતન ગાંધીજીના આશીર્વાદ જોઈએ. હું તપસ્વીના આશીર્વાદમાં માનનાર છું.' ઇત્યાદિ. ક્યાં જન્મે નાગર બ્રાહ્મણ અને શિક્ષણે તથા કાર્યો નવા રંગથી રંગાયેલ અને ક્યાં આવી તપસ્વીના આશીર્વાદની બુદ્ધિશુદ્ધ શ્રદ્ધા ! અહિંસા અને તપની બુદ્ધિશુદ્ધ ભૂમિકામાંથી જ તેમનામાં સમન્વયવૃત્તિ કે જૈન પરિભાષામાં અનેકાંતવૃત્તિને ઉદય થયેલું. તેમનાં ગમે તે વિષયનાં લખાણ કે ગમે તે વિષય પરત્વેનાં ભાષણે જુએ તે તરત સમજાશે કે એમણે પિતાના વિચારમાં પિતાની જ ઢબે અનેકાંત ધટલે હતું, જેમ ગાંધીજીએ પિતાના વિચાર અને કાર્યમાં પિતાની ઢબે ઘટાલે છે. ધ્રુવજીએ કુલપરંપરાગત વિદ્યાસંસ્કારને કેટલા વિશાળ પ્રમાણમાં અને કેટલી વિશદ રીતે વિકસાવ્યો હતો એ તેમના પરિચયમાં આવનાર અને તેમનું સાહિત્ય વાંચનાર સૌ જાણે છે. પણ તેમની સંસ્કારશુદ્ધિ અને ભાષાસૌષ્ઠવ વિશે કાંઈક લખવું આવશ્યક છે. ખાસ કરી જેઓ નવાં વહેણમાં વગર વિચાર્યું ઘસડાઈ જાય છે, તેમને વાતે તે લખવું સવિશેષ પ્રાપ્ત. થાય છે. ધ્રુવજી કૅલેજમાં ભણ્યા, કોલેજમાં અને યુનિવર્સિટીમાં ઊંચા હદાઓ ઉપર રહ્યા. માત્ર અંગ્રેજ જ નહિ પણ ગવર્નર અને વાયસરોય જેવા ઊંચા અધિકારીઓને પણ મળવાના એમને અનેક પ્રસંગ આવ્યા. દેશદેશના વિદ્વાન પણ ભળતા જ. કેટ–પાટલૂન અને ટોપીના આ નખશીખ દેશી–પરદેશી વાતાવરણમાં તેઓ આજન્મ રહ્યા, છતાં હું નથી ધારો કે કોઈએ તેમને પોતાનો નક્કી કરેલ ગુજરાતી વેશ બદલી બીજા વેશમાં સજજ થયેલ જોયા હોય. જેમ પિલાકનું તેમનું પિતાનું જ લાક્ષણિક સૌષ્ઠવ હતું, તેમ તેમને ખાનપાન અને પૂજાવિધિને પણ એક ખાસ સંસ્કાર હતા. આ સંસ્કારે બીજા બ્રાહ્મણોની પિઠે એમણે અંધપણે પિષ્યા ન હતા. કેમકે પિતાનાથી જુદી રીતે વર્તનારને તેઓ કદી પતિત કે ઊતરતી કોટિના માનતા નહિ. ભાષાસૌષ્ઠવ વિશે તે એટલું જ કહેવું બસ થશે કે તેઓ જ્યારે વાતચીત કરતા હોય કે ભાષણ આપતા હોય ત્યારે અનુભવ એવો થાય કે જાણે કાનમાં અમૃતસિંચન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાસૌષ્ઠવન સંસ્કાર તે એમનામાં એટલી હદ સુધી વિકસેલે હતું કે ક્યારેક ગાંધીજીએ પણ કહેલું કે હવે ધ્રુવજીનું મધુર-પ્રસન્ન ગુજરાતી ભાષણ તમે સાંભળે. ધ્રુવજીની વાત કરવાની અને જવાબ આપવાની એક ખાસ ઢબ હતી. તે બેલે ત્યારે તેમાં બહુશ્રુતત્વ છલકાતું હોય, કડવામાં કડ જવાબ પણ તે એવી અન્યક્તિ અને મધુર ભાષામાં આપે કે સાંભળનારને રેપનો પ્રસંગ જ ન આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7