Page #1
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણશ્રમણ ધ્રુવજી [૯]
ગુજરાતમાં ધ્રુવ ધણા છે અને હતા, પણ વજી તે એક જ. જેમ ગાંધી ઘણા પણ ગાંધીજી એક. માલવીય ધણા પણ માલવિયજી એક મનમોહન. તેમ ધ્રુવજી કહેતાં જ આનંદશંકરભાઈ ના ખાધ સૌને થઈ જાય. આ છે ” પદનું મહત્ત્વ ધ્રુવસાહેબના જીવનમાં જે જોવા મળે છે, તે અહીં બતાવવાને ઉદ્દેશ છે.
ધ્રુવજી જન્મે બ્રાહ્મણ અને તેમાંય મુત્સદ્દી નાગર એટલે વિદ્યાવૃત્તિ, ડહાપણ અને ભાષાસૌવ પરંપરાગત હોય એ તા સામાન્ય તત્ત્વ થયું, પણ એમણે એ તત્ત્વના બીજાએએ નહિ સાધેલ એવા અસાધારણ વિકાસ સાધ્યા હતા. શ્રમદીક્ષા લે તેનામાં કમકાંડી અહિંસાવૃત્તિ ઊતરવા મ છે અને પર‘પરાગત તપાત્રતા પણ સહેજે હેાય છે. પણ ધ્રુવજીની અહિંસાવૃત્તિ અને તપાવૃત્તિ જુદા પ્રકારની હતી તે અંદરથી ઊગેલી અને બ્રાહ્મણુદર્શનથી પરિમાર્જિત થયેલી હતી, જેને લીધે તેમનું વ્યક્તિત્વ ઘડાયું.
f
2
*
લગભગ ત્રીસ વર્ષ પહેલાં અધ્યયન કરી પહેલવહેલા હું કાશીથી ગુજરાતમાં ગયા ત્યારે · વસત ’માંનાં થોડાંક ધ્રુવજીનાં લખાણો જોયાં અને એમના તરફ ખેંચાયા. ક્રમે ક્રમે એમનાં નીતિશિક્ષણ ', હિન્દુ ધર્મની ખળાથી, ' ધ વર્ણન, ' આપણા ધમ, ' ‘ હિન્દુ વેધ'' આદિ પુસ્તકા જોયાં, અને તેમની મારા ઉપર એવી ઊંડી અસર થઈ, જે અદ્યાપિ કાયમ છે, કે પછી તે મને કાઈ પણ ધાર્મિક પાઠ્યક્રમ ખખત પૂછે ત્યારે હું ધ્રુવચ્છનાં એ પુસ્તકા સર્વપ્રથમ સૂચવું છું, તે કે ઘણા સાંપ્રદાયિક જૈનો મારી સંપ્રદાય બહારનાં પુસ્તકાની આવી સૂચનાથી નવાઈ પામતા. પણ મારી તેા જાણે એ વ્યવસાય જ થઈ પડેલે. તે એટલે લગી કે ગુજરાત અહારના પ્રાંતામાં પણ હું ધ્રુજીનાં પુસ્તકાની સૂચના કરવાનું ચૂકતા નહિ. બીજી બાજુ તે વખતે કાઈ છાપામાં ધ્રુવજી વિશે એમ લખાયેલું વાંચ્યાનુ યાદ છે કે ધ્રુજી ખેશક અહઁગ અભ્યાસી અને ઢગલા"ધ વિવિધ વિષયેનાં પુસ્તકાનું સતત અવલોકન કરનાર છે તેમ જ સુયોગ્ય અધ્યાપક છે, પણ તે એટલા બધા મિલનસાર નથી. એમનામાં નાગરસુલભ અતડાપણું, અને
'
Page #2
--------------------------------------------------------------------------
________________
અભ્ય વૈયક્તિક મુલાકાતમાં કાંઈક ખાપણું છે.' ઇત્યાદિ. આવી મતલબને એ લખાણે હું એમ માનતા થયો કે ત્યારે તે ધ્રુવજીને મળવા ઘેર ન જવું.. આ માન્યતાથી પ્રેરાઈ હું તે વખતે અમદાવાદમાં જ આવતે અને રહે, છતાં ધ્રુવને મળે નહિ. એમને વિશે એ પૂર્વગ્રહ બધાયા છતાં એમની: વિદ્વત્તા પ્રત્યે તે ઉત્તરોત્તર ભારે આદર વધ્યે જ જતો હતો, અને સાથે સાથે તેમનાં લખાણના વાચનને પ્રચાર પણ કર્યું જ હતું.
દરમિયાન ૧૯૨૦-૨૧ આસપાસ ફરી હું કાશીમાં આવ્યું, અને મારા ઉતારા પાસે જ આવેલ દિગંબર જૈન વિદ્યાલયમાં પ્રમુખસ્થાનેથી. યુવજીનું ભાષણ થઈ રહ્યું છે એ જાણતાં જ તે સાંભળવા ગયો. ધ્રુવ અહિંસા અને તપના મહત્વ વિશે તેમની વિકસિત વિચારસરણીમાં પણ ગુજરાતી ટેન-લય–વાળી હિન્દીમાં છેલ્લે જતા હતા, અને પ્રસંગે
ઉત્તરાધ્યયન’ તેમ જ “આચારાંગસૂત્ર નો આધાર લેતા. તેમની મધુર, વાણી અને સ્પષ્ટ વિચારસરણીથી હું વધારે આકર્ષ. સભા પૂરી થતાં જ તેમને હું મળે. અને સાદર નમસ્કાર કરી મેં કહ્યું કે “હું આજ લગી આપને પરેલ શિષ્ય હતે. હવે પ્રત્યક્ષ શિષ્ય બનીશ.” તેમણે સ્મિત સાથે. કહ્યું, “તમે ગુજરાતી છે ? અને બંગલે જરૂર આવજે.' એ “જરૂર શબ્દ મારામાં બંધાયેલ તેમના વિશેના પૂર્વગ્રહને બહુ શિથિલ કરી નાખ્યો..
જ્યારે હું તેમને બંગલે ગમે ત્યારે તેઓ એટલી સહૃદયતાથી મળ્યા અને વાત કરી કે પેલા પૂર્વગ્રહને રહ્યો સહ્યો અંશ પણ મારા મનમાંથી તદ્દન વિલીન. થઈ ગયું. તેમણે અહિંસા વિશેની ચર્ચામાં તે વખતે મને કહ્યું કે “ગાંધીજી દેશમાં અહિંસાના પાયા ઉપર સરકાર સાથે બાથ ભીડવાનો વિચાર કરે છે, પણ શું દેશમાં પ્રજાની અહિંસાવૃત્તિ એટલા બધા પ્રમાણમાં કેળવાઈ છે કે જેથી તે ગાંધીજીને પૂરે સાથ આપે?” તેમણે જ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે “હજી તે દેશને વધારે તાલીમ આપવાની જરૂર છે, હજી શિક્ષણ નજીવું છે.” ઈત્યાદિ.
હું જ્ઞાનયોગી ધ્રુવજીના કથનને ધ્વનિ એમ સમજ્યો હતો કે દેશવ્યાપી, સયિ હિલચાલ કર્યા પહેલાં આધારભૂત સિદ્ધાંતની બાબતમાં સમગ્ર દેશને તરેહતરેહથી શિક્ષણ આપવું જોઈએ. અને દેશને એ સિદ્ધાંત વિશે પ્રતીતિ થઈ છે એમ ખાતરી થાય ત્યારબાદ જ તેવી હિલચાલ પાયાદાર નીવડે.
જ્યારે કમલેગી ગાંધીજીની નેમ તે વખતે અને આજ પણ એ રીતે સમજું છું કે આ દેશને તે હજારે વર્ષ થયાં અહિંસાની તાલીમ એક
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨]
દર્શન અને ચિંતન
અથવા બીજી રીતે મળતી જ આવી છે. દેશની મનોભૂમિકા અને ખીજી પરિસ્થિતિ એવી છે કે દેશવ્યાપિ સક્રિય પગલું ભરવા સાથે જ એની ખરી તાલીમ શરૂ થાય છે. એટલે એક બાજુ પ્રત્યક્ષ ક્રિયા દ્વારા અને બીજી બાજુ તેની સમજૂતી દ્વારા જ આખા દેશમાં અહિંસા વિશેની જાગરિત શ્રદ્ધા અને અપેક્ષિત અહિંસા સમજુતી ઉત્પન્ન કરી શકાય—પહેલું શાબ્દિક શિક્ષણ અને પછી ક્રિયા, એ ક્રમ આખા દેશ માટે વ્યવહારુ નથી. હું તે એમને સાદર સાંભળવા જ ગયા હતા. અમારા વિશેષ પરિચયના શ્રીગણેશ થયા.
આ
હું અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં સન્મતિતક”નું સપાદન કરતે, એના પહેલા ભાગ ધ્રુવજીને મન્યા ત્યારખાદ તેઓ જ્યારે અમદાવાદ આવે ત્યારે મોટા ભાગે પુરાતત્ત્વમદિરમાં આવે અને મળે. હું સંશાધન વિશે એમને પૂછ્યા પણ કરતા. એક વાર અનેક પ્રતા ફેલાવી હું મારા ખંડમાં કામ કરી રહ્યો હતો અને અણુધાર્યાં જ ધ્રુજી પધાર્યાં અને ચટાઈ ઉપર એસી ગયા. થતું કામ જોઈ રહ્યા હતા. દરમિયાન એક અધ્યાપક ત્યાં આવી ચડ્યા. વાતચીત શરૂ થતાં જ એ આવનાર અધ્યાપકે નિખાલસ દિલે પણ શષપૂર્વક ધ્રુવળને તીખું તમતમતું સંભળાવ્યું. હું તો મૂંઝવણમાં પડ્યો. એક તરફ આવા દિવ્ય અતિથિ અને ખીજી બાજુ સહવાસો અધ્યાપક, એ અધ્યાપક તે ચાલ્યા ગયા, પણ પાછળથી મેં ોયું કે ધ્રુવજી એ કડવે છૂટા એટલી કુનેહથી પી ગયા અને પચાવી ગયા કે તેની અસર જ તેમની પાછળની વાતચીતમાં મેં ન જોઈ. મને લાગ્યું કે ધ્રુવળમાં અહિંસાવૃત્તિ સ્થિરપદ છે, કયારેક ગુજરાતના એક જાણીતા કવિએ યહ્રાતદ્દા કહેલું કે લખેલું તેને જવાબ આપતાં તેમણે પેાતાની વ્યગવાણીમાં એવી મતલબનું લખેલું યાદ છે કે ધમ્મપદ'નું નિત્ય પરિશીલન કરવાથી પણ એમણે કહેલા શબ્દો ભુલાય તેવા નથી. આવા કાંઈક ઉપક્રમ સાથે જે જવાબ તેમણે લખેલા છે તે એમની માનસિક અહિંસાના સ્પષ્ટ પુરાવા છે. ૧૯૩૫ માં કાશીમાં જ તેમની સાથે મારે અમુક મુદ્દા નિમિત્તે પત્રવ્યવહાર કરવા પડ્યો. તેમાં કયારેક હું તેમના ઉપર પ્રા-વાઈસ-ચેન્સેલર તરીકે લખતા અને કયારેક વ્યક્તિગતરૂપે. એ પત્રવ્યવહારમાં મેં બહુ જ નમ્રભાવે પણ તદ્દન સ્પષ્ટ રીતે યુનિવર્સિટીના વ્યવહાર વિશે ટીકા કરતાં તેમને લખેલું કે ' આપ જેવા પણ અમુક બાબતો નભાવ્યે જાએ છે.' તેમણે તે જ ક્ષણે જવાબ લખી પટાવાળા સાથે મારા ઉપર મોકલાવી દીધા. એમાં એમણે લખેલું કે
6
Page #4
--------------------------------------------------------------------------
________________
અધ્ય
[૬૩ આ બાબત હવે હું ઉદાસીન છું.” પ્રસંગે અમે બને જ્યારે મલ્યા ત્યારે એમણે મને કહ્યું કે “તમારા પત્રમાં કાંઈક રોષની છાંટ મને લાગી. મેં કહ્યું, ‘જરાય નહિ. આપ એ જ પત્રમાં મારું એ લખેલ યાદ કરે કે જે આપ ગુજરાત જવાના અને ગુજરાત વાસ્તે કાંઈક કરવાના છે તે આદેશ મળતાં હું આપને શિષ્યભાવે અનુસરીશ અને કાશીને મોહ છોડીશ.” તેઓ એકદમ ખીલી ઊઠયા. સારાંશ એ છે, કે તેઓ પોતાના તરફથી કઈ શત્રુ બનવાનું નિમિત્ત પૂરું ન પાડવા પૂરતા અજાતશત્રુ હતા. એ જ રીતે એમણે અહિંસાવૃત્તિ વિકસાવી હતી.
આ કથનની પુષ્ટિ માટે એક પ્રસંગ નોંધપાત્ર છે. થોડાં વર્ષ અગાઉ દક્ષિણમાં ક્યાંક યજ્ઞ થયેલ, તેમાં બકરાંઓને શાસ્ત્રીય વધ પણ થયેલું. આ વિશેની ચર્ચામાં એઓશ્રીએ મને સંબંધી કહ્યું, કે “હવે તે અમારે બૌદ્ધ યા જેન થવું કે શું ?” ધ્રુવ જી વૈદિક અને તેમાંય સનાતની હતા. તેમનું વેદવેદાંત વિશેનું જ્ઞાન અગાધ હતું. તેમની શ્રદ્ધા પણ વ્યાપક અર્થમાં વેદાંતગામિની જ હતી. પરંતુ ધ્રુવજી તેમ છતાં સ્પષ્ટપણે ઐતિહાસિક બળને જાણતા. તેઓ સમજતા કે બૌદ્ધ, જૈન આદિ અહિંસક પ્રબલ હિલચાલને પરિણામે જૂના હિંસાપ્રધાન વૈદિક કર્મકાંડની ભૂમિકા નામશેષ થઈ છે અને એને સ્થાને વ્યવહારમાં અહિંસક વેદિક ધર્મનું રૂપાન્તર થયું છે, જે કાલ અને માનવજાતિના વિકાસને અનુરૂપ છે. હવે આવી સિદ્ધ થયેલ અહિંસાની ભૂમિકામાંથી વૈદિક કર્મકાંડીઓ પ્રાચીનતાને મેહે પાછી પાની કરી હિંસા તરફ વળે, તે જેઓ માનસિક અહિંસાની ભૂમિકાવાળા પરંપરાથી વૈદિક ધર્માવલંબીઓ છે તેમણે શું કરવું? શું બુદ્ધિગમ્ય અહિંસાની ભૂમિકાને છેડી તેમણે કાળજૂના હિંસાપ્રધાન કર્મકાંડ તરફ વળવું, કે કુલધર્મને મેહ છોડી અહિંસાપ્રચારક સુધારક પંથમાં ભળી જવું? હું ધ્રુવજીના સંક્ષિપ્ત થનને એ પ્રમાણે અર્થ સમજે. જે મારી સમજ ઠીક હોય તે ધ્રુવજીની અહિંસાવૃત્તિની સમજ અને શ્રદ્ધાના વિકાસ વિશે વધારે ભાગ્યે જ કહેવાનું રહે છે. આ તેમની તનિષ્ઠા પણ જુદી જ હતી. મેં તેમને એકવાર પૂછ્યું કે, આપ કાશી છેડી જવાના છે એમ સંભળાય છે. તેમણે કહ્યું, “પ્રભુ ઈચ્છા હશે તેમ બનશે.' મેં કહ્યું, “આપ ગુજરાતમાં કાંઈક મહત્વનું કામ તે કરવાના જ.' તેમણે કહ્યું, “હું હજી લગી ગુજરાત માટે કાંઈ કરી શક્યો નથી એનું દુઃખ તે છે જ, પણ કાંઈ શરૂ કરવું તે પહેલાં મારે
Page #5
--------------------------------------------------------------------------
________________
૬૪]
દર્શન અને ચિંતન ગાંધીજીના આશીર્વાદ જોઈએ. હું તપસ્વીના આશીર્વાદમાં માનનાર છું.' ઇત્યાદિ. ક્યાં જન્મે નાગર બ્રાહ્મણ અને શિક્ષણે તથા કાર્યો નવા રંગથી રંગાયેલ અને ક્યાં આવી તપસ્વીના આશીર્વાદની બુદ્ધિશુદ્ધ શ્રદ્ધા ! અહિંસા અને તપની બુદ્ધિશુદ્ધ ભૂમિકામાંથી જ તેમનામાં સમન્વયવૃત્તિ કે જૈન પરિભાષામાં અનેકાંતવૃત્તિને ઉદય થયેલું. તેમનાં ગમે તે વિષયનાં લખાણ કે ગમે તે વિષય પરત્વેનાં ભાષણે જુએ તે તરત સમજાશે કે એમણે પિતાના વિચારમાં પિતાની જ ઢબે અનેકાંત ધટલે હતું, જેમ ગાંધીજીએ પિતાના વિચાર અને કાર્યમાં પિતાની ઢબે ઘટાલે છે.
ધ્રુવજીએ કુલપરંપરાગત વિદ્યાસંસ્કારને કેટલા વિશાળ પ્રમાણમાં અને કેટલી વિશદ રીતે વિકસાવ્યો હતો એ તેમના પરિચયમાં આવનાર અને તેમનું સાહિત્ય વાંચનાર સૌ જાણે છે. પણ તેમની સંસ્કારશુદ્ધિ અને ભાષાસૌષ્ઠવ વિશે કાંઈક લખવું આવશ્યક છે. ખાસ કરી જેઓ નવાં વહેણમાં વગર વિચાર્યું ઘસડાઈ જાય છે, તેમને વાતે તે લખવું સવિશેષ પ્રાપ્ત. થાય છે. ધ્રુવજી કૅલેજમાં ભણ્યા, કોલેજમાં અને યુનિવર્સિટીમાં ઊંચા હદાઓ ઉપર રહ્યા. માત્ર અંગ્રેજ જ નહિ પણ ગવર્નર અને વાયસરોય જેવા ઊંચા અધિકારીઓને પણ મળવાના એમને અનેક પ્રસંગ આવ્યા. દેશદેશના વિદ્વાન પણ ભળતા જ. કેટ–પાટલૂન અને ટોપીના આ નખશીખ દેશી–પરદેશી વાતાવરણમાં તેઓ આજન્મ રહ્યા, છતાં હું નથી ધારો કે કોઈએ તેમને પોતાનો નક્કી કરેલ ગુજરાતી વેશ બદલી બીજા વેશમાં સજજ થયેલ જોયા હોય. જેમ પિલાકનું તેમનું પિતાનું જ લાક્ષણિક સૌષ્ઠવ હતું, તેમ તેમને ખાનપાન અને પૂજાવિધિને પણ એક ખાસ સંસ્કાર હતા. આ સંસ્કારે બીજા બ્રાહ્મણોની પિઠે એમણે અંધપણે પિષ્યા ન હતા. કેમકે પિતાનાથી જુદી રીતે વર્તનારને તેઓ કદી પતિત કે ઊતરતી કોટિના માનતા નહિ. ભાષાસૌષ્ઠવ વિશે તે એટલું જ કહેવું બસ થશે કે તેઓ જ્યારે વાતચીત કરતા હોય કે ભાષણ આપતા હોય ત્યારે અનુભવ એવો થાય કે જાણે કાનમાં અમૃતસિંચન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાસૌષ્ઠવન સંસ્કાર તે એમનામાં એટલી હદ સુધી વિકસેલે હતું કે ક્યારેક ગાંધીજીએ પણ કહેલું કે હવે ધ્રુવજીનું મધુર-પ્રસન્ન ગુજરાતી ભાષણ તમે સાંભળે. ધ્રુવજીની વાત કરવાની અને જવાબ આપવાની એક ખાસ ઢબ હતી. તે બેલે ત્યારે તેમાં બહુશ્રુતત્વ છલકાતું હોય, કડવામાં કડ જવાબ પણ તે એવી અન્યક્તિ અને મધુર ભાષામાં આપે કે સાંભળનારને રેપનો પ્રસંગ જ ન આવે.
Page #6
--------------------------------------------------------------------------
________________
અધ્ય
[પ
જ્યારે તેમણે હિંદુ યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે પડિતો કે પ્રોફેસરા, વિદ્યાર્થી એ, કર્માંચારી એ બધાને એવા અનુભવ થયે! કે હવે આવા માણસ યુનિવર્સિટીમાં મળવા સુલભ નથી, મોટા હાદારને ત્યાં ગમે તે માપ્યુસ સરળતાથી જઈ શકતા નથી, પણ ધ્રુવચ્છ વિશે એમ ન હતું. જ્યારે જાઓ ત્યારે એમની બેઠક મુક્તદ્રાર. કાઈ પટાવાળા કે જ નોંù; જનાર સાધારણ વિદ્યાર્થી હોય, પડિત હોય કે પ્રોફેસર હાય. ભારા કાઢી આવ્યા પછી તે લગભગ પાંચેક વર્ષ અહીં રહ્યા. યુનિવર્સિટીમાં અનેક કૉલેજો, અનેક નાની મોટી સંસ્થાઓ અને અનેક વિદ્યાર્થી મંડળો, જાતીય મળે અને સાંપ્રદાયિક મંડળા. જ્યારે ત્યારે મિટિંગોનો પ્રવાહ ચાલતો જ હોય અને હંમેશાં પ્રોફેસરાની કલબમાં તે કાંઈક ને કાંઈક હાય જ. પણ એક દિવસમાં થતી અનેક મિટિંગોમાં પણ ધ્રુવછ તે! હાય જ અને તે મોટે ભાગે પ્રમુખસ્થાને જ હોય, તેમને અનેક વિષયોમાં પ્રસંગાનુરૂપ ખેલવાનું પણ હોય. પરંતુ મેં કદી જોયું કે સાંભળ્યું નથી કે ધ્રુવજી કાંઈ અપ્રસ્તુત ખેલ્યા હોય અગર વધારે પડતું એલી નાખવાના આ યુગના અભૂખરાને વશ થયા હોય. આ બ્રાહ્મણસુલભ વિદ્યાવૃત્તિ અને શ્રમણુસુલભ વિકસિત સંયમત્તિ એ જ ધ્રુવજીની વિશેષતા છે અને તેથી જ તે છ? પઢે પહેાંચ્યા.
છેલ્લે તેમની મિલનસાવૃત્તિ વિશે થોડુંક લખી દઉં, કારણ એની વિરુદ્ધ મારે મિથ્યા પૂર્વગ્રહ બંધાયા હતા. જ્યારે તેએ અમદાવાદ આવે ત્યારે પોતાના બધા જ પરિચિતોને મળે અને કાઇ ન મળ્યું હોય તો યથાસંભવ તેમને ત્યાં પહેાંચે. તેઓ ઘણી વાર ભારે ત્યાં બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં અચાનક આવી ચઢે. એકવાર મે કહ્યું, · આપ શા માટે પધાર્યાં ? હું આવવાના જ હતા.' તેમણે કહ્યું, ' અહીં એક મારા પરિચિત મિત્રનાં વિધવા છે. તેમને તે મળવું જ હતું. તે પછી તમને શા માટે તકલીફ આપું ?' મારા કાશી આવ્યા પછી તે મે' એવું જોયેલું કે જ્યારે પણ રજામાં અમદાવાદ હાઇએ ત્યારે તેઓશ્રી ધેર ડેડકિયું કરી જ જાય. હું ૧૯૩૮ માં આપરેશનમાંથી ઊડી અમદાવાદ આવ્યા અને કાંઈક સ્વસ્થ થયેલ ધ્રુવજીને બંગલે જવા નીકળ્યો. રસ્તામાં મને જોઈ કહ્યું કે તમે કયાં જા છે! ? હું જ તમને મળવા આવવાના હતા.' મેં કહ્યુ, હવે આપણે અહી જ મળી લીધું. એટલે તકલીફ્ ન લેશે.' તેમણે કહ્યું, 'ના, હું તે મારા સકલ્પ પ્રમાણે ખીજી વાર તમારે ઘેર જ આવવાને. રસ્તા ઉપર
'
૫
Page #7
--------------------------------------------------------------------------
________________ 66] દર્શન અને ચિંતન મળ્યા છે તે તમે મળવા આવ્યા, કાંઈ હું ચેડે આવ્યો છું?' ઇત્યાદિ. છેવટે બીજે દિવસે તેઓ ઘેર આવ્યા અને યુનિવર્સિટી વિશે તથા અમદાવાદની સંસ્થાઓ વિશે મુક્ત મને ખૂબ જ વાત કરી. મેં કહ્યું, “આપને સમય અમદાવાદમાં સારી રીતે જતો હશે.” તેમણે કહ્યું “બધા જ મિત્રે સહૃદય મળ્યા છે. હું મારે કરવું જોઈએ તેટલું કરી શકતું નથી એ જ મને દુઃખ છે. પણ બૌદ્ધિક વાતાવરણ ઠીકઠીક જામેલું હોવાથી મને સંતોષ છે.” ધ્રુવજીના મિલનસારપણાનું આવું માધુર્ય અનુભવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. –આચાર્ય શ્રુવ સમારક ગ્રંથમાંથી ઉદ્ભુત