________________
અભ્ય વૈયક્તિક મુલાકાતમાં કાંઈક ખાપણું છે.' ઇત્યાદિ. આવી મતલબને એ લખાણે હું એમ માનતા થયો કે ત્યારે તે ધ્રુવજીને મળવા ઘેર ન જવું.. આ માન્યતાથી પ્રેરાઈ હું તે વખતે અમદાવાદમાં જ આવતે અને રહે, છતાં ધ્રુવને મળે નહિ. એમને વિશે એ પૂર્વગ્રહ બધાયા છતાં એમની: વિદ્વત્તા પ્રત્યે તે ઉત્તરોત્તર ભારે આદર વધ્યે જ જતો હતો, અને સાથે સાથે તેમનાં લખાણના વાચનને પ્રચાર પણ કર્યું જ હતું.
દરમિયાન ૧૯૨૦-૨૧ આસપાસ ફરી હું કાશીમાં આવ્યું, અને મારા ઉતારા પાસે જ આવેલ દિગંબર જૈન વિદ્યાલયમાં પ્રમુખસ્થાનેથી. યુવજીનું ભાષણ થઈ રહ્યું છે એ જાણતાં જ તે સાંભળવા ગયો. ધ્રુવ અહિંસા અને તપના મહત્વ વિશે તેમની વિકસિત વિચારસરણીમાં પણ ગુજરાતી ટેન-લય–વાળી હિન્દીમાં છેલ્લે જતા હતા, અને પ્રસંગે
ઉત્તરાધ્યયન’ તેમ જ “આચારાંગસૂત્ર નો આધાર લેતા. તેમની મધુર, વાણી અને સ્પષ્ટ વિચારસરણીથી હું વધારે આકર્ષ. સભા પૂરી થતાં જ તેમને હું મળે. અને સાદર નમસ્કાર કરી મેં કહ્યું કે “હું આજ લગી આપને પરેલ શિષ્ય હતે. હવે પ્રત્યક્ષ શિષ્ય બનીશ.” તેમણે સ્મિત સાથે. કહ્યું, “તમે ગુજરાતી છે ? અને બંગલે જરૂર આવજે.' એ “જરૂર શબ્દ મારામાં બંધાયેલ તેમના વિશેના પૂર્વગ્રહને બહુ શિથિલ કરી નાખ્યો..
જ્યારે હું તેમને બંગલે ગમે ત્યારે તેઓ એટલી સહૃદયતાથી મળ્યા અને વાત કરી કે પેલા પૂર્વગ્રહને રહ્યો સહ્યો અંશ પણ મારા મનમાંથી તદ્દન વિલીન. થઈ ગયું. તેમણે અહિંસા વિશેની ચર્ચામાં તે વખતે મને કહ્યું કે “ગાંધીજી દેશમાં અહિંસાના પાયા ઉપર સરકાર સાથે બાથ ભીડવાનો વિચાર કરે છે, પણ શું દેશમાં પ્રજાની અહિંસાવૃત્તિ એટલા બધા પ્રમાણમાં કેળવાઈ છે કે જેથી તે ગાંધીજીને પૂરે સાથ આપે?” તેમણે જ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે “હજી તે દેશને વધારે તાલીમ આપવાની જરૂર છે, હજી શિક્ષણ નજીવું છે.” ઈત્યાદિ.
હું જ્ઞાનયોગી ધ્રુવજીના કથનને ધ્વનિ એમ સમજ્યો હતો કે દેશવ્યાપી, સયિ હિલચાલ કર્યા પહેલાં આધારભૂત સિદ્ધાંતની બાબતમાં સમગ્ર દેશને તરેહતરેહથી શિક્ષણ આપવું જોઈએ. અને દેશને એ સિદ્ધાંત વિશે પ્રતીતિ થઈ છે એમ ખાતરી થાય ત્યારબાદ જ તેવી હિલચાલ પાયાદાર નીવડે.
જ્યારે કમલેગી ગાંધીજીની નેમ તે વખતે અને આજ પણ એ રીતે સમજું છું કે આ દેશને તે હજારે વર્ષ થયાં અહિંસાની તાલીમ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org