Book Title: Bramhan Shraman Dhruvji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ અધ્ય [૬૩ આ બાબત હવે હું ઉદાસીન છું.” પ્રસંગે અમે બને જ્યારે મલ્યા ત્યારે એમણે મને કહ્યું કે “તમારા પત્રમાં કાંઈક રોષની છાંટ મને લાગી. મેં કહ્યું, ‘જરાય નહિ. આપ એ જ પત્રમાં મારું એ લખેલ યાદ કરે કે જે આપ ગુજરાત જવાના અને ગુજરાત વાસ્તે કાંઈક કરવાના છે તે આદેશ મળતાં હું આપને શિષ્યભાવે અનુસરીશ અને કાશીને મોહ છોડીશ.” તેઓ એકદમ ખીલી ઊઠયા. સારાંશ એ છે, કે તેઓ પોતાના તરફથી કઈ શત્રુ બનવાનું નિમિત્ત પૂરું ન પાડવા પૂરતા અજાતશત્રુ હતા. એ જ રીતે એમણે અહિંસાવૃત્તિ વિકસાવી હતી. આ કથનની પુષ્ટિ માટે એક પ્રસંગ નોંધપાત્ર છે. થોડાં વર્ષ અગાઉ દક્ષિણમાં ક્યાંક યજ્ઞ થયેલ, તેમાં બકરાંઓને શાસ્ત્રીય વધ પણ થયેલું. આ વિશેની ચર્ચામાં એઓશ્રીએ મને સંબંધી કહ્યું, કે “હવે તે અમારે બૌદ્ધ યા જેન થવું કે શું ?” ધ્રુવ જી વૈદિક અને તેમાંય સનાતની હતા. તેમનું વેદવેદાંત વિશેનું જ્ઞાન અગાધ હતું. તેમની શ્રદ્ધા પણ વ્યાપક અર્થમાં વેદાંતગામિની જ હતી. પરંતુ ધ્રુવજી તેમ છતાં સ્પષ્ટપણે ઐતિહાસિક બળને જાણતા. તેઓ સમજતા કે બૌદ્ધ, જૈન આદિ અહિંસક પ્રબલ હિલચાલને પરિણામે જૂના હિંસાપ્રધાન વૈદિક કર્મકાંડની ભૂમિકા નામશેષ થઈ છે અને એને સ્થાને વ્યવહારમાં અહિંસક વેદિક ધર્મનું રૂપાન્તર થયું છે, જે કાલ અને માનવજાતિના વિકાસને અનુરૂપ છે. હવે આવી સિદ્ધ થયેલ અહિંસાની ભૂમિકામાંથી વૈદિક કર્મકાંડીઓ પ્રાચીનતાને મેહે પાછી પાની કરી હિંસા તરફ વળે, તે જેઓ માનસિક અહિંસાની ભૂમિકાવાળા પરંપરાથી વૈદિક ધર્માવલંબીઓ છે તેમણે શું કરવું? શું બુદ્ધિગમ્ય અહિંસાની ભૂમિકાને છેડી તેમણે કાળજૂના હિંસાપ્રધાન કર્મકાંડ તરફ વળવું, કે કુલધર્મને મેહ છોડી અહિંસાપ્રચારક સુધારક પંથમાં ભળી જવું? હું ધ્રુવજીના સંક્ષિપ્ત થનને એ પ્રમાણે અર્થ સમજે. જે મારી સમજ ઠીક હોય તે ધ્રુવજીની અહિંસાવૃત્તિની સમજ અને શ્રદ્ધાના વિકાસ વિશે વધારે ભાગ્યે જ કહેવાનું રહે છે. આ તેમની તનિષ્ઠા પણ જુદી જ હતી. મેં તેમને એકવાર પૂછ્યું કે, આપ કાશી છેડી જવાના છે એમ સંભળાય છે. તેમણે કહ્યું, “પ્રભુ ઈચ્છા હશે તેમ બનશે.' મેં કહ્યું, “આપ ગુજરાતમાં કાંઈક મહત્વનું કામ તે કરવાના જ.' તેમણે કહ્યું, “હું હજી લગી ગુજરાત માટે કાંઈ કરી શક્યો નથી એનું દુઃખ તે છે જ, પણ કાંઈ શરૂ કરવું તે પહેલાં મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7