Book Title: Bramhan Shraman Dhruvji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ 66] દર્શન અને ચિંતન મળ્યા છે તે તમે મળવા આવ્યા, કાંઈ હું ચેડે આવ્યો છું?' ઇત્યાદિ. છેવટે બીજે દિવસે તેઓ ઘેર આવ્યા અને યુનિવર્સિટી વિશે તથા અમદાવાદની સંસ્થાઓ વિશે મુક્ત મને ખૂબ જ વાત કરી. મેં કહ્યું, “આપને સમય અમદાવાદમાં સારી રીતે જતો હશે.” તેમણે કહ્યું “બધા જ મિત્રે સહૃદય મળ્યા છે. હું મારે કરવું જોઈએ તેટલું કરી શકતું નથી એ જ મને દુઃખ છે. પણ બૌદ્ધિક વાતાવરણ ઠીકઠીક જામેલું હોવાથી મને સંતોષ છે.” ધ્રુવજીના મિલનસારપણાનું આવું માધુર્ય અનુભવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. –આચાર્ય શ્રુવ સમારક ગ્રંથમાંથી ઉદ્ભુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7