Book Title: Bramha ane Sam Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 4
________________ જૈનધર્મને પ્રાણ શાશ્વત વિષેધ છતાં એકતાની પ્રેરક પરમાથદષ્ટિ એ ખરું છે કે સમાજમાં, શાસ્ત્રોમાં અને શિલાલેખ આદિમાં પણ ત્રણા અને સની આસપાસ પ્રવર્તેલા વિચાર અને આચારના ભેદે કે વિધોની નેંધ છે; આપણે બૌદ્ધ પિટ, જૈન આગમ અને અશોકના શિલાલેખે, તેમ જ બીજા અનેક ગ્રંથમાં બ્રાહ્મણું અને શ્રમ, એ બે વર્ગોને ઉલ્લેખ જોઈએ છીએ. મહાભાષ્યકાર પતજલિએ આ બન્ને વર્ગોને શાશ્વત વિરોધરૂપે પણ નિર્દેશ્યા છે. આમ છતાં, ઉપર કહેવામાં આવ્યું છે તેમ, એ બન્ને પ્રવાહે પિતાપિતાની રીતે એક જ પરમ તત્વને સ્પર્શે છે, એવું પ્રતિપાદન કરવામાં આવે તે એ કઈ દૃષ્ટિએ? આ પ્રશ્નને ખુલાસો કર્યા વિના તત્વજિજ્ઞાસા સંતોષાય નહીં. એ દૃષ્ટિ તે પરમાર્થની. પરમાર્થદષ્ટિ કુળ, જાતિ, વંશ, ભાષા, ક્રિયાકાંડ અને વેશ આદિના ભેદોને અતિક્રમી વસ્તુના મૂળગત સ્વરૂપને નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા ભણું જ વળે છે. વ્યવહારમાં ઊભા થયેલા ભેદ અને વિરે સંપ્રદાયે તેમ જ તેના અનુગામીઓમાં પ્રવર્તેલા, અને ક્યારેક તેમાંથી સંઘર્ષ પણ જન્મેલે. એ સંઘર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ વર્ગોના ભેદની નોંધ તે સચવાઈ પણ એની સાથે સાથે પરમાર્થદષ્ટિને પામેલ એવા પ્રાજ્ઞ પુરુષોએ જે ક્ય જોયું કે અનુભવ્યું તેની નેંધ પણ અનેક પરંપરાનાં અનેક શાસ્ત્રોમાં સચવાઈ છે. જૈન આગમે, કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગોના ભેદને નિર્દેશ છે, તેમાં જ સાચા બ્રાહ્મણ અને સાચા શ્રમણનું સમીકરણ જોવા મળે છે. બૌદ્ધ પિટમાં પણ એવું જ સમીકરણ છે. મહાભારતમાં વ્યાસે સ્થળે સ્થળે સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાચા શ્રમણ રૂપે જ આપી છે. વનપર્વમાં અજગરરૂપે અવતરેલ નહુષે સાચે બ્રાહ્મણ કાણ, એ પ્રશ્ન યુધિષ્ઠિરને પૂક્યો છે. ઉત્તરમાં યુધિષ્ઠિરના મુખે મહર્ષિ વ્યાસે કહ્યું છે કે દરેક જન્મ લેનાર સંકર પ્રજા છે. મનુના શબ્દો ટાંકી વ્યાસે સમર્થન કર્યું છે કે પ્રજા માત્ર સંકર જન્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6