Book Title: Bramha ane Sam
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૩૦ જૈન ધર્મને પ્રાણુ ચકારી દર્શનનું સંવેદન ઝીલ્યું, તેણે ઉષાને એક રક્તસ્ત્રા તરુણીરૂપે ઉષાસતમાં ગાઈ. સમુદ્રનાં ઊછળતા તરંગો અને તેફાને વચ્ચે નૌકાયાત્રા કરતાં ટ્વેદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરુણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઈ આવ્યું, તેણે વરુણસૂક્તમાં એ વરુણદેવને પોતાના સર્વશક્તિમાન રક્ષણહાર લેખે સ્તવ્ય. જેને અગ્નિની જવાળાઓ અને પ્રકાશક શક્તિઓનું રોમાંચક સંવેદન થયું તેણે અશ્ચિનાં સૂકો રચ્યાં. જેને ગાઢ અંધકારવાળી રાત્રિનું રોમાંચક સંવેદન થયું તેણે રાત્રિસુક્ત રચ્યું. એ જ રીતે વાફ, કુંભ, કાળ આદિ સુતિ વિશે કહી શકાય. પ્રકૃતિનાં એ જુદાં જુદાં પાસાં હોય કે તેમાં કોઈ દિવ્ય સો હૈય, અગર એ બધાં પાછળ કોઈ એક જ પરમગૂઢ તત્વ હોય, પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાઓ, દયભાને પ્રકૃતિના કોઈ ને કોઈ પ્રતીકને આશ્રીને ઉદ્ભવી છે. આવી જુદાં જુદાં પ્રતીકને સ્પર્શતી પ્રાર્થનાઓ ગ્રામ રૂપે ઓળખાવાતી. બ્રહ્મના આ પ્રાથમિક અર્થમાંથી ક્રમે ક્રમે અનેક અર્થે ફલિત થયા. જે યજ્ઞોમાં આ સૂકોને વિનિયોગ થતો તે પણ “બ્રહ્મ' કહેવાયા. તેના નિરૂપક ગ્રંથો અને વિધિવિધાન કરનાર પુરોહિતે પણ બ્રહ્મ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહારયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ વિવિધ પાસાંઓ કે દિવ્ય સ, એ બધાંને એક જ તસ્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અને અદના પ્રથમ મંડળમાં જ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, ઇન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ ઇત્યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે તે તે છેવટે એક જ તત્ત્વ છે અને તે તત્વ એટલે સત્. આમ પ્રકૃતિનાં અનેક પ્રતીક છેવટે એક સતરૂપ પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતિ અને વિસ્તરતો ગયો. શ્રમણ અને બ્રાહ્મણ વિચારધારાની એક ભૂમિકા સમભાવના ઉપાસકે તમને કે કમળ કહેવાયા. સંસ્કૃતમાં એનું શમન અને અમને એવું રૂપાંતર થયું છે. પણ સમ શબ્દ સંસ્કૃત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6