Book Title: Bramha ane Sam
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 1
________________ બ્રહ્મ અને સમ ભારતીય તત્ત્વવિચારને સંબંધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્વવિચારનાં ઉદ્ગમસ્થાને બે જુદાં જુદાં છે. એક છે સ્વાભા, અને બીજું છે પ્રકૃતિ. અર્થાત્ પહેલું અંતર અને બીજું બાહ્ય. સમતાનું પ્રેરક તત્વ “સમ’ { }ાઈ અજ્ઞાત કાળમાં મનુષ્ય પોતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયો : હું પોતે શું છું? કેવો છું ? અને બીજા જીવો સાથે મારો શો સંબંધ છે?—એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આને ઉત્તર મેળવવા તે અંતર્મુખ થયો અને એને પિતાના સંશોધનને પરિણામે જણાવ્યું કે હું એક સચેતન તત્વ છું અને બીજા પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. આ વિચારે તેને પિતાની જાત અને બીજા પ્રાણીવર્ગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દર્શનમાંથી સમભાવના વિવિધ અર્થે અને તેની ભૂમિકાઓ તત્ત્વવિચારમાં રજૂ થયાં. બુદ્ધિના આ વહેણને સમ તરીકે ઓળખવામાં આવે છે. | “બ્રહ્મ અને તેના વિવિધ અર્થો બુદ્ધિનું બીજું પ્રભવસ્થાન બાહ્ય પ્રકૃતિ છે. જેઓ વિશ્વપ્રકૃતિની વિવિધ બાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળે તરફ આકર્ષાયા હતા, તેમને એમાંથી કવિત્વની, કહો કે કવિત્વમય ચિંતનની, ભૂમિકા લાધી. દા. ત., અદના જે કવિએ ઉષાના ઉલ્લાસ પ્રેરક અને માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6