Page #1
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મ અને સમ
ભારતીય તત્ત્વવિચારને સંબંધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્વવિચારનાં ઉદ્ગમસ્થાને બે જુદાં જુદાં છે. એક છે સ્વાભા, અને બીજું છે પ્રકૃતિ. અર્થાત્ પહેલું અંતર અને બીજું બાહ્ય. સમતાનું પ્રેરક તત્વ “સમ’
{ }ાઈ અજ્ઞાત કાળમાં મનુષ્ય પોતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયો : હું પોતે શું છું? કેવો છું ? અને બીજા જીવો સાથે મારો શો સંબંધ છે?—એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આને ઉત્તર મેળવવા તે અંતર્મુખ થયો અને એને પિતાના સંશોધનને પરિણામે જણાવ્યું કે હું એક સચેતન તત્વ છું અને બીજા પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. આ વિચારે તેને પિતાની જાત અને બીજા પ્રાણીવર્ગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દર્શનમાંથી સમભાવના વિવિધ અર્થે અને તેની ભૂમિકાઓ તત્ત્વવિચારમાં રજૂ થયાં. બુદ્ધિના આ વહેણને સમ તરીકે ઓળખવામાં આવે છે. | “બ્રહ્મ અને તેના વિવિધ અર્થો
બુદ્ધિનું બીજું પ્રભવસ્થાન બાહ્ય પ્રકૃતિ છે. જેઓ વિશ્વપ્રકૃતિની વિવિધ બાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળે તરફ આકર્ષાયા હતા, તેમને એમાંથી કવિત્વની, કહો કે કવિત્વમય ચિંતનની, ભૂમિકા લાધી. દા. ત., અદના જે કવિએ ઉષાના ઉલ્લાસ પ્રેરક અને માં
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૩૦
જૈન ધર્મને પ્રાણુ
ચકારી દર્શનનું સંવેદન ઝીલ્યું, તેણે ઉષાને એક રક્તસ્ત્રા તરુણીરૂપે ઉષાસતમાં ગાઈ. સમુદ્રનાં ઊછળતા તરંગો અને તેફાને વચ્ચે નૌકાયાત્રા કરતાં ટ્વેદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરુણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઈ આવ્યું, તેણે વરુણસૂક્તમાં એ વરુણદેવને પોતાના સર્વશક્તિમાન રક્ષણહાર લેખે સ્તવ્ય. જેને અગ્નિની જવાળાઓ અને પ્રકાશક શક્તિઓનું રોમાંચક સંવેદન થયું તેણે અશ્ચિનાં સૂકો રચ્યાં. જેને ગાઢ અંધકારવાળી રાત્રિનું રોમાંચક સંવેદન થયું તેણે રાત્રિસુક્ત રચ્યું. એ જ રીતે વાફ, કુંભ, કાળ આદિ સુતિ વિશે કહી શકાય. પ્રકૃતિનાં એ જુદાં જુદાં પાસાં હોય કે તેમાં કોઈ દિવ્ય સો હૈય, અગર એ બધાં પાછળ કોઈ એક જ પરમગૂઢ તત્વ હોય, પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાઓ, દયભાને પ્રકૃતિના કોઈ ને કોઈ પ્રતીકને આશ્રીને ઉદ્ભવી છે. આવી જુદાં જુદાં પ્રતીકને સ્પર્શતી પ્રાર્થનાઓ ગ્રામ રૂપે ઓળખાવાતી.
બ્રહ્મના આ પ્રાથમિક અર્થમાંથી ક્રમે ક્રમે અનેક અર્થે ફલિત થયા. જે યજ્ઞોમાં આ સૂકોને વિનિયોગ થતો તે પણ “બ્રહ્મ' કહેવાયા. તેના નિરૂપક ગ્રંથો અને વિધિવિધાન કરનાર પુરોહિતે પણ બ્રહ્મ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહારયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ વિવિધ પાસાંઓ કે દિવ્ય સ, એ બધાંને એક જ તસ્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અને અદના પ્રથમ મંડળમાં જ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, ઇન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ ઇત્યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે તે તે છેવટે એક જ તત્ત્વ છે અને તે તત્વ એટલે સત્. આમ પ્રકૃતિનાં અનેક પ્રતીક છેવટે એક સતરૂપ પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતિ અને વિસ્તરતો ગયો. શ્રમણ અને બ્રાહ્મણ વિચારધારાની એક ભૂમિકા
સમભાવના ઉપાસકે તમને કે કમળ કહેવાયા. સંસ્કૃતમાં એનું શમન અને અમને એવું રૂપાંતર થયું છે. પણ સમ શબ્દ સંસ્કૃત જ
Page #3
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મ અને સમ
૨૩૧ હોઈ તેનું સંસ્કૃતમાં તમને એવું રૂપ બને છે. કાનના ઉપાસકે અને ચિંતકો બ્રાહ્મણ કહેવાયા. પહેલે વર્ગ મુખ્યપણે આત્મલક્ષી રહ્યો; બી વગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણ પામેલ અને તેનાં જ પ્રતીક દ્વારા સૂક્ષ્મતમ તત્વ સુધી પહોંચેલે, તેથી મુખ્યપણે પ્રકૃતિલક્ષી રહ્યો. આ રીતે બન્ને વર્ગની બુદ્ધિનું આદ્ય પ્રેરક સ્થાન જુદુ જુદું હતું, પણ બને વર્ગની બુદ્ધિનાં વહેણે તે કઈ અંતિમ સત્ય ભણું જ વધે જતાં હતાં.
વચલા અનેક ગાળાઓમાં આ બન્ને વહેણની દિશા ફંટાતી કે ફંટાયા જેવી લાગતી. કયારેક એમાં સંઘર્ષ પણ જન્મતો. પણ સરને આત્મલક્ષી પ્રવાહ છેવટે સમગ્ર વિશ્વમાં ચેતનતત્વ છે, અને એવું તત્ત્વ બધા દેહધારીઓમાં સ્વભાવે સમાન જ છે એ સ્થાપનામાં વિરો. તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ સુધ્ધાંમાં ચેતનતત્ત્વ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ પ્રકૃતિલક્ષી બીજે વિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાંઓને સ્પર્શતે સ્પર્શત અંતર તરફ વળે અને એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે સ્થાપ્યું કે જે અખિલ વિશ્વના મૂળમાં એક વાત કે ત્રણ તત્વ છે, તે જ દેહધારી છવ્યક્તિમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં વ્યક્તિગત ચિંતન સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને આધારે જીવનને આચારમાર્ગ પણ ગોઠવાયો. બીજી બાજુ વિશ્વના મૂળમાં દેખાયેલું પરમ તત્વ તે જ વ્યકિતગત જીવ છે, જીવ વ્યક્તિ એ પરમ તત્ત્વથી ભિન્ન છે જ નહીં, એવું અદૈત પણ સ્થપાયું. અને એ અદ્વૈતને આધારે જ અનેક આચારાની
જના પણ થઈ ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો જુદાં જુદાં, પણ છેવટે તે બન્ને પ્રવાહો એક જ મહાસમુદ્રમાં મળે છે, તે જ પ્રમાણે આત્મલક્ષી અને પ્રકૃતિલક્ષી બને વિચારની ધારાઓ અંતે એક જ ભૂમિકા ઉપર આવી મળી. ભેદ દેખાતો હોય તે તે માત્ર શાબ્દિક, અને બહુ બહુ તો વચલા ગાળામાં સંઘર્ષને પરિણામે ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે.
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ શાશ્વત વિષેધ છતાં એકતાની પ્રેરક પરમાથદષ્ટિ
એ ખરું છે કે સમાજમાં, શાસ્ત્રોમાં અને શિલાલેખ આદિમાં પણ ત્રણા અને સની આસપાસ પ્રવર્તેલા વિચાર અને આચારના ભેદે કે વિધોની નેંધ છે; આપણે બૌદ્ધ પિટ, જૈન આગમ અને અશોકના શિલાલેખે, તેમ જ બીજા અનેક ગ્રંથમાં બ્રાહ્મણું અને શ્રમ, એ બે વર્ગોને ઉલ્લેખ જોઈએ છીએ. મહાભાષ્યકાર પતજલિએ આ બન્ને વર્ગોને શાશ્વત વિરોધરૂપે પણ નિર્દેશ્યા છે. આમ છતાં, ઉપર કહેવામાં આવ્યું છે તેમ, એ બન્ને પ્રવાહે પિતાપિતાની રીતે એક જ પરમ તત્વને સ્પર્શે છે, એવું પ્રતિપાદન કરવામાં આવે તે એ કઈ દૃષ્ટિએ? આ પ્રશ્નને ખુલાસો કર્યા વિના તત્વજિજ્ઞાસા સંતોષાય નહીં.
એ દૃષ્ટિ તે પરમાર્થની. પરમાર્થદષ્ટિ કુળ, જાતિ, વંશ, ભાષા, ક્રિયાકાંડ અને વેશ આદિના ભેદોને અતિક્રમી વસ્તુના મૂળગત સ્વરૂપને નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા ભણું જ વળે છે. વ્યવહારમાં ઊભા થયેલા ભેદ અને વિરે સંપ્રદાયે તેમ જ તેના અનુગામીઓમાં પ્રવર્તેલા, અને ક્યારેક તેમાંથી સંઘર્ષ પણ જન્મેલે. એ સંઘર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ વર્ગોના ભેદની નોંધ તે સચવાઈ પણ એની સાથે સાથે પરમાર્થદષ્ટિને પામેલ એવા પ્રાજ્ઞ પુરુષોએ જે ક્ય જોયું કે અનુભવ્યું તેની નેંધ પણ અનેક પરંપરાનાં અનેક શાસ્ત્રોમાં સચવાઈ છે. જૈન આગમે, કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગોના ભેદને નિર્દેશ છે, તેમાં જ સાચા બ્રાહ્મણ અને સાચા શ્રમણનું સમીકરણ જોવા મળે છે. બૌદ્ધ પિટમાં પણ એવું જ સમીકરણ છે. મહાભારતમાં વ્યાસે સ્થળે સ્થળે સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાચા શ્રમણ રૂપે જ આપી છે. વનપર્વમાં અજગરરૂપે અવતરેલ નહુષે સાચે બ્રાહ્મણ કાણ, એ પ્રશ્ન યુધિષ્ઠિરને પૂક્યો છે. ઉત્તરમાં યુધિષ્ઠિરના મુખે મહર્ષિ વ્યાસે કહ્યું છે કે દરેક જન્મ લેનાર સંકર પ્રજા છે. મનુના શબ્દો ટાંકી વ્યાસે સમર્થન કર્યું છે કે પ્રજા માત્ર સંકર જન્મા
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા અને સમય
૨૩૩
છે, અને સદ્ભવાળા શદ્ર એ જન્મધ્યાહ્મણથી પણ ચડિયાત છે. વ્યક્તિમાં સચ્ચરિત્ર અને પ્રજ્ઞા હેય ત્યારે જ તે સાચે બ્રાહ્મણ બને છે. આ થઈ પરમાર્થદષ્ટિ. ગીતામાં કા પદને અનેકધા ઉલ્લેખ આવે છે. સાથે જ સા પદ પણ ઉચ્ચ અર્થમાં મળે છે. વન્દિતા સમર્શિનઃ એ વાક્ય તો બહુ જાણીતું છે. સુત્તનિપાત નામના બૌદ્ધ ગ્રંથમાં એક પરમસુત્ત છે, તેમાં ભારપૂર્વક કહ્યું છે કે બીજા ઉતરતા કે બેટા, અને હું શ્રેષ્ઠ, એ પરમાર્થદષ્ટિ નથી.
ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાને જુદાં, પણ તેમનું મિલનસ્થાન એક. આમ છતાં બન્ને મહાનદીઓના પટ જુદા, કિનારાની વસતીઓ જુદી, ભાષા અને આચાર પણ જુદાં. આ જુદાઈમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ મિલનસ્થાનની એકતાને જોઈ નથી શકતા. તેમ છતાં એ એકતા તે સાચી જ છે. એ જ રીતે ભિન્ન ભિન્ન પ્રભવસ્થાનથી ઉદ્ભવેલ વિચારપ્રવાહો ભિન્ન ભિન્ન રીતે પોષાવાને લીધે, એના સ્થળ આવરણમાં રાચતા અનુગામીઓ અને પ્રવાહનું સમીકરણ જોઈ નથી શક્તા, પણ એ તથ્ય અબાધિત છે. એને જેનાર પ્રતિભાવાન પુરુષે સમયે સમયે અવતરતા જ રહ્યા છે, અને તે બધી જ પરંપરાઓમાં.
સમત્વ એ મુદ્રાલેખ હોવા છતાં જૈન અને બૌદ્ધ જેવી શ્રમણપરંપરાઓમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મવિહાર શબ્દો એટલા બધા પ્રચલિત થિયા છે કે તેને એ પરંપરાઓથી છૂટા પાડી શકાય તેમ છે જ નહીં. એ જ રીતે બ્રહ્મ તત્વનો મુદ્રાલેખ ધરાવનાર વર્ગમાં પણ “સમ' પદ એવી રીતે એકરસ થયું છે કે તેને બ્રહ્મભાવથી કે બ્રાહ્મી સ્થિતિથી વિખૂટું પાડી શકાય તેમ છે જ નહીં.
પ્રાચીન કાળથી જ ચાલી આવતી આ પરમાર્થદષ્ટિ ઉત્તર કાળમાં પણ કાળજીપૂર્વક પિલાતી રહી છે. તેથી જ જન્મે બ્રાહ્મણ પણ સંપ્રદાયે બૌદ્ધ એવા વસુબંધુએ અભિધમ કેષમાં સ્પષ્ટ કહ્યું કે જામખ્ય
Page #6
--------------------------------------------------------------------------
________________ 234 જૈનધર્મને પ્રાણું મો મા ત્રાહખ્યમેવ તન્ના એના બધુ અસંગે પણ એવી મતલબની સુચના ક્યાંક કરી છે. પરમાર્થદષ્ટિની આ પરંપરા સાંપ્રદાયિક ગણાય એવા નરસિંહ મહેતામાં વ્યક્ત થઈ છે. આખા વિશ્વમાં એક તત્વરૂપે એમણે હરિનું કીર્તન કર્યું અને પછી એ હરિના ભક્ત વૈષ્ણવજનના એક લક્ષણરૂપે “સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી' એમ પણ કહ્યું. એ જ રીતે સાંપ્રદાયિક મનાતા ઉપાધ્યાય યશોવિજયજીએ પણ કહ્યું કે સમત્વ પ્રાપ્ત કરવું એ જ બ્રહ્મપદની પ્રાપ્તિ છે. છેલ્લે આ પરમાર્થ અને વ્યવહારદૃષ્ટિને ભેદ, તેમ જ પરમાર્થ દષ્ટિની યથાર્થતા ડૉ. એ. બી. ધ્રુવે પણ દર્શાવી છે. એક બ્રાહ્મણના હાથનું ભોજન તેમણે ન સ્વીકાર્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો મારે એક કુટુંબગત નાગર સંસ્કાર છે, એનું વાસ્તવિકત્વ હું તર્કસિદ્ધ માનતો જ નથી, માત્ર સંસ્કારને અનુસરું છું, એટલું જ. ખરી દષ્ટિ એમણે બીજે સ્થળે નિર્દેશી છે. જૈન આગમ સૂત્રકૃતાંગની પ્રસ્તાવના લખતાં તેમણે કહ્યું છે : “જૈન (શ્રમણ) થયા વિના “બ્રાહ્મણ” થવાતું નથી, અને બ્રાહ્મણ થયા વિના “જૈન” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ ઈન્દ્રિયોને અને મનેત્તિઓને જીતવામાં છે, અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે.” આટલા સંક્ષેપ ઉપરથી આપણે એટલું પામી શકીએ છીએ કે બુદ્ધિ છેવટે એક જ સત્યમાં વિરમે છે અને સાથે એ પણ સમજી શકીએ છીએ કે વ્યવહારના ગમે તેટલા ભેદે અને વિરોધો અસ્તિત્વમાં હોય છતાં પરમાર્થ દષ્ટિ કદી લેખાતી નથી. [ ગુજરાતી સાહિત્ય પરિષદના સને ૧૯૫૯ના એકબરમાં. અમદાવાદમાં ભરાયેલ અધિવેશનના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાંથી)