SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા અને સમય ૨૩૩ છે, અને સદ્ભવાળા શદ્ર એ જન્મધ્યાહ્મણથી પણ ચડિયાત છે. વ્યક્તિમાં સચ્ચરિત્ર અને પ્રજ્ઞા હેય ત્યારે જ તે સાચે બ્રાહ્મણ બને છે. આ થઈ પરમાર્થદષ્ટિ. ગીતામાં કા પદને અનેકધા ઉલ્લેખ આવે છે. સાથે જ સા પદ પણ ઉચ્ચ અર્થમાં મળે છે. વન્દિતા સમર્શિનઃ એ વાક્ય તો બહુ જાણીતું છે. સુત્તનિપાત નામના બૌદ્ધ ગ્રંથમાં એક પરમસુત્ત છે, તેમાં ભારપૂર્વક કહ્યું છે કે બીજા ઉતરતા કે બેટા, અને હું શ્રેષ્ઠ, એ પરમાર્થદષ્ટિ નથી. ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાને જુદાં, પણ તેમનું મિલનસ્થાન એક. આમ છતાં બન્ને મહાનદીઓના પટ જુદા, કિનારાની વસતીઓ જુદી, ભાષા અને આચાર પણ જુદાં. આ જુદાઈમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ મિલનસ્થાનની એકતાને જોઈ નથી શકતા. તેમ છતાં એ એકતા તે સાચી જ છે. એ જ રીતે ભિન્ન ભિન્ન પ્રભવસ્થાનથી ઉદ્ભવેલ વિચારપ્રવાહો ભિન્ન ભિન્ન રીતે પોષાવાને લીધે, એના સ્થળ આવરણમાં રાચતા અનુગામીઓ અને પ્રવાહનું સમીકરણ જોઈ નથી શક્તા, પણ એ તથ્ય અબાધિત છે. એને જેનાર પ્રતિભાવાન પુરુષે સમયે સમયે અવતરતા જ રહ્યા છે, અને તે બધી જ પરંપરાઓમાં. સમત્વ એ મુદ્રાલેખ હોવા છતાં જૈન અને બૌદ્ધ જેવી શ્રમણપરંપરાઓમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મવિહાર શબ્દો એટલા બધા પ્રચલિત થિયા છે કે તેને એ પરંપરાઓથી છૂટા પાડી શકાય તેમ છે જ નહીં. એ જ રીતે બ્રહ્મ તત્વનો મુદ્રાલેખ ધરાવનાર વર્ગમાં પણ “સમ' પદ એવી રીતે એકરસ થયું છે કે તેને બ્રહ્મભાવથી કે બ્રાહ્મી સ્થિતિથી વિખૂટું પાડી શકાય તેમ છે જ નહીં. પ્રાચીન કાળથી જ ચાલી આવતી આ પરમાર્થદષ્ટિ ઉત્તર કાળમાં પણ કાળજીપૂર્વક પિલાતી રહી છે. તેથી જ જન્મે બ્રાહ્મણ પણ સંપ્રદાયે બૌદ્ધ એવા વસુબંધુએ અભિધમ કેષમાં સ્પષ્ટ કહ્યું કે જામખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249521
Book TitleBramha ane Sam
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size285 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy