Book Title: Bramha ane Sam
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 6
________________ 234 જૈનધર્મને પ્રાણું મો મા ત્રાહખ્યમેવ તન્ના એના બધુ અસંગે પણ એવી મતલબની સુચના ક્યાંક કરી છે. પરમાર્થદષ્ટિની આ પરંપરા સાંપ્રદાયિક ગણાય એવા નરસિંહ મહેતામાં વ્યક્ત થઈ છે. આખા વિશ્વમાં એક તત્વરૂપે એમણે હરિનું કીર્તન કર્યું અને પછી એ હરિના ભક્ત વૈષ્ણવજનના એક લક્ષણરૂપે “સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી' એમ પણ કહ્યું. એ જ રીતે સાંપ્રદાયિક મનાતા ઉપાધ્યાય યશોવિજયજીએ પણ કહ્યું કે સમત્વ પ્રાપ્ત કરવું એ જ બ્રહ્મપદની પ્રાપ્તિ છે. છેલ્લે આ પરમાર્થ અને વ્યવહારદૃષ્ટિને ભેદ, તેમ જ પરમાર્થ દષ્ટિની યથાર્થતા ડૉ. એ. બી. ધ્રુવે પણ દર્શાવી છે. એક બ્રાહ્મણના હાથનું ભોજન તેમણે ન સ્વીકાર્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો મારે એક કુટુંબગત નાગર સંસ્કાર છે, એનું વાસ્તવિકત્વ હું તર્કસિદ્ધ માનતો જ નથી, માત્ર સંસ્કારને અનુસરું છું, એટલું જ. ખરી દષ્ટિ એમણે બીજે સ્થળે નિર્દેશી છે. જૈન આગમ સૂત્રકૃતાંગની પ્રસ્તાવના લખતાં તેમણે કહ્યું છે : “જૈન (શ્રમણ) થયા વિના “બ્રાહ્મણ” થવાતું નથી, અને બ્રાહ્મણ થયા વિના “જૈન” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ ઈન્દ્રિયોને અને મનેત્તિઓને જીતવામાં છે, અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે.” આટલા સંક્ષેપ ઉપરથી આપણે એટલું પામી શકીએ છીએ કે બુદ્ધિ છેવટે એક જ સત્યમાં વિરમે છે અને સાથે એ પણ સમજી શકીએ છીએ કે વ્યવહારના ગમે તેટલા ભેદે અને વિરોધો અસ્તિત્વમાં હોય છતાં પરમાર્થ દષ્ટિ કદી લેખાતી નથી. [ ગુજરાતી સાહિત્ય પરિષદના સને ૧૯૫૯ના એકબરમાં. અમદાવાદમાં ભરાયેલ અધિવેશનના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6