Book Title: Bhashana Vikasna Prakrit Pali Bhashano Falo Author(s): Bechardas Doshi Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વસ્તુસ્થિતિએ વિચારવામાં આવે તે સૌ કોઈ તટસ્થને એમ ચોકખું જ જણાશે કે અમુક ભાષા ઉત્તમ છે અને અમુક ભાષા અનુત્તમ છે એવી કલ્પના જ વાહિયાત છે વા અમુક ભાષાને બોલનારો વર્ગ શિષ્ટ છે અને અમુક ભાષાને બોલનારો વર્ગ અશિષ્ટ છે એવી કલ્પના પણ વળી વધારે વાહિયાત છે અને માનવતાનું દેવાળું કઢાવનારી છે. કોઈપણ ભાષાનું મૂલ્ય તેના ખરા અર્થવહનમાં છે. જે ભાષા જે લોકોને માટે બરાબર અર્થવહન કરનારી હોય તે ભાષા તેમની દષ્ટિએ બરાબર છે એટલે “કયાં જાય છે” એ વાક્ય જેટલું અર્થવાહક છે તેટલું જ બરાબર અર્થવાહક “ જાય છે” એ વાક્ય પણ છે; માટે એ બેમાંથી એકે વાકયને અશિષ્ટ કેમ કહેવાય ? ભાષાશાસ્ત્રની દષ્ટિએ તો અમુક એક ભાષા શિષ્ટ છે અને અમુક એક ભાષા અશિષ્ટ છે એવી કપના તદ્દન અસંગત છે. એ શાસ્ત્ર તો દરેક ભાષાનાં ઉચ્ચારણ અને તેનાં પરિવર્તનોનાં બળોને શોધી કાઢી તેમની વચ્ચેની સાંકળ બતાવી ભાષાના ક્રમિક ઇતિહાસની કેડી તરફ આપણને લઈ જાય છે. એ શાસ્ત્ર બતાવેલી કેડીને જોતાં આપણી ભારતીય આર્યભાષાના વિકાસની મુખ્ય મુખ્ય રેખાઓની ભૂમિકાઓ આ પ્રમાણે છેઃ ભારત-યુરોપીય ભાષા, ભારત-ઈરાની ભાષા અને ભારતીય–આર્ય ભાષા. પ્રસ્તુતમાં અંતિમ એવી ભારતીય આર્ય ભાષા વિશે ખાસ કહેવાનું છે. ભારતીય આર્ય ભાષાની પણ પ્રધાનપણે ત્રણ ભૂમિકાઓ છે: પ્રાચીન ભારતીય આર્ય ભાષા, મધ્યયુગીન ભારતીય આર્ય ભાષા અને નવ્ય ભારતીય આર્ય ભાષા. આ ત્રણે ભૂમિકાઓને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષારૂપે પણ સમજાવી શકાય. આપણુ આર્ય ભાષાનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. આવો અને આટલો પ્રાચીન ઇતિહાસ બીજી કોઈ ભાષાને હોય એવું હજી સુધીમાં જણાયેલ નથી. જે કે મથાળામાં પ્રાકૃત અને પાલિ એ બે નામો જુદાં જુદાં બતાવેલાં છે; છતાં ય વસ્તુસ્થિતિએ એક પ્રાકૃત નામમાં જ તે બન્ને ભાષાનો સમાવેશ થઈ જાય છે. પ્રાકૃત ભાષાઓ ભારતીય આર્ય ભાષાના ઇતિહાસની એક અગત્યની ભૂમિકારૂપ છે. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધથી માંડીને ભારતીય તમામ સંતોએ એટલે છેલ્લા યુગના પૂર્વ ભારતના સરહપા, કહ૫, મહીપા, જયાનંતપ વગેરે સિદ્ધો, દક્ષિણ ભારતના જ્ઞાનેશ્વર, તુકારામ, ઉત્તર ભારતના તુલસીદાસ, કબીર, નાનક, પશ્ચિમ ભારતના નરસિંહ મહેતા, આનંદઘન વગેરે સંતોએ પોતાના સાહિત્યનું મુખ્ય વાહન પ્રાકૃત ભાષાઓને બનાવેલ છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે આ પ્રાચીન અને અર્વાચીન તમામ સંતો આમજનતાના પ્રતિનિધિસમ હતા અને આમજનતાના સુખદુ:ખના સમવેદી હતા. - પ્રાકતભાષાનું પ્રધાન લક્ષણ આ પ્રમાણે આપી શકાય: એક તરફથી પ્રાચીનતમ ભારતીય આર્ય ભાષા એટલે ઠેઠ વેદોની ભાષા અને બીજી તરફથી વર્તમાનકાળની બોલચાલની ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ. એ બન્ને વચ્ચે અર્થાત આદ્ય ભાષા અને અંતિમ ભાષાના સ્વરૂપોની વચ્ચે વર્તનારા ભારતીય ભાષાના ઇતિહાસની જે સાંકળરૂપ અવસ્થા છે તેને પ્રાકૃતનું નામ આપી શકાય વડા પ્રધાન લક્ષણું ગણી શકાય. કોઈ ને કોઈ પ્રકારે પ્રાકૃતસ્વરૂપે સંક્રમણ પામ્યા પછી જ તે આદ્ય અથવા પ્રાચીનતમ ભારતીય ભાષા. આર્ય ભાષા વા વેદોની ભાષા વર્તમાન કાળે બોલચાલમાં વર્તતી નવીન ભારતીય ભાષાના રૂપમાં પરિણામ પામી શકે, એ એક ભાષાશાસ્ત્રનો સુનિશ્ચિત સિદ્ધાંત છે. એવી જાતનાં વિવિધ સંક્રમણ વિના આ નવી અનેક આર્ય ભાષાઓનો ઉદ્ભવ કેમ કરીને થાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11