Book Title: Bhashana Vikasna Prakrit Pali Bhashano Falo
Author(s): Bechardas Doshi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 11
________________ 30 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ રીતે વ્યંજનો અને રવરોનાં ઉચ્ચારણોનાં બીજાં પણ ઘણાં ઘણાં પરિવર્તનો આવવા પામ્યાં છે. મધ્યયુગની પ્રાકૃતોનાં પણ આવાં જ પરિવર્તનો દેખાય છે ત્યારે અપભ્રંશમાં વળી આથી વધારે બીજે વિવિધ પ્રકારનાં પરિવર્તનો છે. આમ પરિવર્તન પામતી પ્રાકૃત ભાષા અને પાલિ ભાષાએ વર્તમાનકાળની નવ્ય ભાષાઓ હિંદી, ગુજરાતી વગેરે અને તેની જુદી જુદી પ્રાંતિક બોલીઓમાં ઘણું મોટો ફાળો આપેલ છે, તે ઉપરનાં થોડાં ઉદાહરણોથી પણ સ્પષ્ટ થઈ જાય છે. સંસ્કૃત ભાષા પ્રાકૃતમાં સંક્રમ્યા વિના આ નવ્ય ભાષાઓના પ્રાકટયમાં સીધું નિમિત્ત નથી થઈ શકતી અર્થાત આપણી ભારતીય પ્રચલિત તમામ આર્ય ભાષાઓ અને બોલીઓનું પ્રધાન નિમિત્ત પ્રાકૃત અને પાલિ ભાષા છે; પરંતુ સંસ્કૃત નથી જ એ યાદ રાખવાનું છે. આ લેખ માટે નીચેના ગ્રંથોનો ખાસ ઉપયોગ કરેલો છે: 1. ભારતીય આર્ય ભાષા અને હિંદી ભાષા - ડો. સુનીતિકુમાર ચેટરજી (ગુજરાત વિદ્યાસભા) 2. ઋતંભરા - ડૉ. સુનીતિકુમાર ચેટરજી 3. રાજસ્થાની ભાષા - " 4. પ્રાકૃત ભાષા - ડો. પ્રબોધ બેચરદાસ પંડિત 5. ખોરદેહઅવેસ્તા - કાંગા 6. ભાષાવિજ્ઞાન - મંગળદેવ શાસ્ત્રી 7. અશોકના લેખો-ઓઝા r વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11