________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા સંઘવી શા. કેશવલાલ નાગજીના કહેવાથી ખાદીનું કાવ્ય રચ્યું છે અને આત્માના સ્વદેશની કઈ કઈ વસ્તુઓ છે તેનું પણ કાવ્યરચી બાલજીને આત્માની સ્વદેશ વસ્તુઓની પ્રાપ્તિ માટે સૂચના કરી છે. હવે જરા અહીં, કંઈ બાહ્યદેશ સવરાજ્યવાદીએને સૂચનાં કરું છું કે સ્વરાજ્ય માટે દરેક મનુષ્ય લાયક થવું જોઈએ. શુદ્ધાત્માનું સ્વરાજ્ય નિત્ય માનવું, બાકી બાહ્યદેશનું રાજ્ય તે ક્ષણિક છે. આ પૃથ્વી કેઈની થઈ નથી અને થવાની નથી. ભરતરાજા, બાહુબલ, માંધાતા, પાડવ, રામ, રાવણ-દુયોધન, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને અરનાથ જેવા ચક્રવતીઓએ પણ બાહ્યપૃથ્વી રાજ્યને ત્યાગ કર્યો. પૃથ્વી વેશ્યાના જેવી છે. સ્વનની પેઠે બાહ્યરાજ્ય ક્ષણિક છે અને બાહ્યરાજ્યથી કેઈને સત્ય સુખ થયું નથી અને થનાર નથી. બાહ્યરાજ્યમાટે આજ સુધી ઈતિહાસના પાને કરડે આજે મનુષ્યએ પ્રાણ આપ્યા, અને હાય હાય કરતા ચાલ્યા ગયા. પૂલની માયા ધૂળમાં જ સમાય છે તેમ તેઓનાં શરીર માટીમાં સમાઈ ગયાં એવું જાણુને પરમા
પદની પ્રાપ્તિરૂપ સ્વરાજ્ય માટે ઉઠેલા ત્યાગી મુનિવરે આ બાહ્યદેશરાજ્યને નાકના લીંટ સમાન જાણે છે, માને છે. દુનિયામાં જ્યાં સાગર હતા ત્યાં પૃથ્વી થઈ ગઈ અને જ્યાં જમીન હતી ત્યાં દરિયા થૈ ગયા. દુનિયામાં કઈ જાતિનું રાજ્ય સદા રહ્યું નથી અને રહેવાનું નથી. બાહ્યરાજ્ય વૈભવ સામગ્રી ભાગમાં રોગ અને દુઃખ છે એવું જાણીને ચકવતી રાજાઓ વગેરેએ પરમાત્મરાજ્ય-શુદ્ધાત્મ રાજ્યની શોધ કરી અને તેની પ્રાપ્તિ માટે બાહ્યરાજ્યને નાકના લીંટ સમાન જાણું છડી દીધું છે અને તેવા સ તેના પગલે ચાલ્યા વિના બાહારાજ્યના મમતા ટળવાની નથી. પરમાત્મપદના રાજ્યનો નિશ્ચય કરીને અને તેની પ્રાપ્તિ માટે બાહારાજ્ય કરનારા ધમલેકે, તમોગુણ અન ૨ ગુણી રાજ્ય વૃત્તાનો ત્યાગ કરીને સાત્વિકરાજ્યવૃત્તિયાને કરે છે. બાઢાપૃથ્વીના રાજ્યને સત્વગુણીમનુષ્યજ ફક્ત ધારણ કરે એવું સર્વથા સર્વદા બન્યું નથી અને બનનાર નથી. ત્રિગુણ માયા સદા
For Private And Personal Use Only