________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. તરત ભજન પદ સંગ્રહ પાંચમા ભાગની પ્રસ્તાવના.
વાચકના સદ્ભાગ્યે ભજન પદ સંગ્રંહને પાંચમો ભાગ હવે બહાર પડે છે. મહાત્મા શ્રી બુદ્ધિસાગરજીએ વિના સ્વાર્થ માત્ર પરોપકારાર્થે જે જે સદુપદેશમય ગ્રંથ બાંધવામાં કટીબદ્ધતા પૂર્વક પ્રયત્ન કર્યો છે તે અવશ્યમેવ સ્તુત્ય છે. કેટલાક અંશે પદ્યમાં અને કેટલાક ગદ્યમાં રચ્યા છે. પદ્યના છે તે જ આ ભજન પદ સંગ્રહના પાંચ વિભાગે છે. ગાયન માનવ શક્તિને કેટલે અંશે વ્યાપાવે છે. તે સુજ્ઞની સ્મૃતિ બહાર નથી. વિશ્વમાં એવા મનુષ્ય કવચિતજ હશે કે જેને યથાશક્તિ પણ સંગીત સ્વરૂપ દેવતાનાં કર્ણદ્વારા દર્શન થયાં નહિ હોય, - રાત્રી શાંત હોય, ચંદ્રની રૂપિરી સ્ના ચારે દિશાઓમાં પ્રસરાઈ રહી હોય, જનગણને કેલાહલ મંદ હાય, શીતલ સુગધી અને મંદ પવન વહી રહ્યા હોય, દેવસ્થાન હોય ત્યાં તે બુર, મૃદંગ, વીણા, હારમોનીયમ, તબલા, મંજીરા, આદિ આદિ રમ્ય વાદ્યના મધુરા નાદ સાથે સંગીત ગવાઈ રહ્યું હોય, ત્યાં કયા સહૃદય માનવની મને વૃત્તિ તલિન ન થાય ! અરે, બંસીના હૃદયહારી નાદમાં હલાહલધર ફણીધર વૈર ઝહેરને ભાવ ત્યાગી તલિન બની ડોલવા લાગી જાય છે. મૃગ પણ વીણાનાદ શ્રવણ કરી તૃષા સુધા ત્યાગી, ખગાકાર થઈ જાય છે, તે મણિધર––મણિ, અને ઈતર (મૃગ) ને સ્વશીર એ ઉભય ગુમાવવાં પડે છે તે હૃદય ભાવ પરિપૂરિત માનવને સંગીત કેમ આકર્ષે નહિ? સત્યતાવાદીયે તો સંગીત એ જનગણ વ્યાહિક શક્તિ છે કે જેના પાસમાં પશુથી માંડી દેવલેક પર્યતન પ્રાણીએ નિગડબંધન યુક્ત છે. મહાત્માઓ આજ માટે આ માર્ગ
For Private And Personal Use Only