Book Title: Bhagwan Buddha
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ભગવાન બુદ્ધ ૦ ૧૧૫ તેમને અર્પણ કરવા લાગ્યા અને ઓછામાં પૂરું સુંદર સ્ત્રીઓનાં નજરાણાં તેમને રાજાઓ તરફથી થવા લાગ્યાં, ત્યારથી તે તમામ અસાર અને નિઃસત્ત્વ વસ્તુઓમાં બ્રાહ્મણો લોભાઈ ગયા અને તે લાલચને લીધે તેઓ પોતાનો પ્રાચીન ધર્મ ચૂકી ગયા. આથી તેઓએ એટલે આ લાલચુ બ્રાહ્મણોએ નવા નવા મંત્રોની રચના કરવી શરૂ કરી અને તેઓ રાજા ઇક્ષ્વાકુ પાસે પહોંચ્યા અને તેઓ તેને કહેવા લાગ્યા કે, ‘‘હે રાજા ! તારી પાસે પુષ્કળ ધન છે, ધાન્ય છે માટે તું યજ્ઞ કર તથા તારી પાસે સંપત્તિ ખૂબ છે માટે પણ તું યજ્ઞ કર.” જ્યારે ઇક્ષ્વાકુ રથર્ષભ રાજાને બ્રાહ્મણોએ આમ સમજાવ્યું, ત્યારે તે રાજાએ અશ્વમેધ, પુરુષમેધ, સમ્યક્પાશ, વાજપેય અને નિરર્ગળ યજ્ઞો કરીને બ્રાહ્મણોને દક્ષિણામાં ખૂબ ધન આપ્યું અને ગાયો પણ મોટી સંખ્યામાં ભેટ કરી, તથા રંગબેરંગી વસ્ત્રો ભેટ ધર્યાં; નવાં નવાં સુંદર પાથરણાં, આસનો આપ્યાં અને ઉત્તમ ઘોડા જોડેલા રથો તથા અલંકારો પહેરેલી સુંદર સ્ત્રીઓની પણ ભેટ કરી. આ ઉપરાંત ઉત્તમ મહેલો, ઇમારતો અને ધાન્યથી ભરેલી કોઠીઓની કોઠીઓ પણ અર્પણ કરી. આ રીતે યજ્ઞોમાં વિવિધ દક્ષિણાઓ મેળવીને ત્યાગી અપરિગ્રહી બ્રાહ્મણો પરિગ્રહી પૈસાદાર બન્યા. એમ કરતાં કરતાં તેમની લોલુપતા વધવા લાગી અને તૃષ્ણામાં તેઓ તણાવા લાગ્યા. પછી તો તેઓ પોતે મેળવેલી પંડિતાઈને બળે વારેવારે મંત્રો રચીને રાજાઓ પાસે જવા લાગ્યા અને કહેવા લાગ્યા, કે ‘‘હે રાજાઓ ! તમારી પાસે જમીન છે, જલાશયો છે, સોનું છે, રૂપું છે, ધાન્યના કોઠાર છે, ગાયો પણ બેસુમાર છે અને મનુષ્યોને ઉપભોગમાં આવે એવી ચીજવસ્તુઓનો તો તમારી પાસે પાર નથી, તેથી તમે યજ્ઞ કરો.’ આવી રીતે રાજાઓને બ્રાહ્મણોએ સમજાવ્યા તેથી તે રાજાઓએ યજ્ઞોમાં લાખો ગાયોને મારી નાંખી. જે ગાયો તદ્દન ગરીબ અને રાંકડી હતી, જે ગાયો પગથી કે શિંગડાંથી કોઈને જરા પણ ઈજા કરતી ન હતી, જે ગાયો પોતાના એક પણ અવયવથી કોઈને કશી હરકત પહોંચાડતી નહીં અને ઘેટાં જેવી તદ્દન ગભરૂ શાંત હતી તથા ઘડા ભરી ભરીને રોજ દૂધ આપ્યા કરતી તેવી હજારો અને લાખો ગાયોને શિંગડાએ ઝાલી ઝાલીને રાજાઓ યજ્ઞમાં મારવા લાગ્યા. આ રીતે અધર્મરૂપ ગોવધને ધર્મનું રૂપ મળવાથી દેવો, પિતૃઓ, ઇંદ્રો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9