Book Title: Bhagwan Buddha
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ભગવાન બુદ્ધ • ૧૧૯ पंचमं थीनमिद्धं ते छट्ठा भीरुपवुच्चति । सत्तमी वितिकिच्छा ते मक्खो थंभो ते अट्ठमो । लाभो सिलोको सक्कारो मिच्छालद्धो च यो यसो । यो चत्तानं समुक्कंसे परे च अवजानति ॥ एसा नमुचि ते सेना कण्हस्साभिप्पहारिनी । न तं असूरो जिनाति जेत्वा च लभते सुखं ॥ સાર : “હે કાળિયા માર ! તારી સેનાની મને બરાબર ખબર છે. પહેલાં તો તું માણસને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એવા આકર્ષક વિષયો દ્વારા લલચાવે છે. પછી તારો બીજો પ્રહાર બેચેની ઉપજાવવાનો શરૂ થાય છે. ત્રીજી વારનો તારો ઘા ભૂખ અને તરસની પીડા ઊભી કરવાનો છે અને ચોથી તારી સેના ચિત્તમાં તૃષ્ણા-આશા-વાસનાને ઊભી કરવારૂપ છે. તારું પાંચમું શસ્ત્ર આળસ પેદા કરવાનું છે. તને ખબર છે કે ભલભલા શૂરા લોકો પણ એક માત્ર આળસ-બેદરકારીને લીધે પોતાનું કામ બગાડી નાખે છે. તારું છઠ્ઠ હથિયાર બિવડાવવાનું છે; અર્થાત્ કોઈ પણ શૂર ભયથી ઠરી જાય એવા ભયંકર બિહામણાં દશ્યો સાધકની આંખ સામે તું ઊભાં કરવા માંડે છે. તારો સાતમો ઘા સાધકના મનમાં શંકાકુશંકા ઊભી કરવાનો છે અર્થાત્ સાધક ઘણા લાંબા સમય સુધી કઠોરાતિકઠોર સાધના કરે અને તેનું પરિણામ ન જુએ તો તેને એમ થવા લાગે છે કે “શું મારું સાધ્ય બરાબર છે કે કલ્પિત છે? શું એ સાધ્ય કોઈએ મેળવ્યું હશે કે નહીં ? વા આ જગતમાં એવું કોઈ સાધ્ય હશે ખરું ?' આમ ડામાડોળ થયેલો સાધક પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થાય જ. હે માર ! તારું આઠમું હથિયાર તો વિવિધ પ્રકારનું છે : તું માણસના મનમાં ક્રોધ કે ઈર્ષ્યા ઊભી થાય તેવું વાતાવરણ ઊભું કરી દે છે. તેમાં ન ફાવે તો અહંકાર ઊભરાઈ જવા જેવી સ્થિતિ સરજે છે. એમાંય તું ન ફાવે તો ઉપરાઉપર લાભો બતાવીને લલચાવે છે અને એ રીતે સાધકને ફસાવે છે. એ જ રીતે માનપ્રતિષ્ઠા અને મિથ્યા આડંબરથી કીર્તિ મળે તેમાં સાધક ફસાઈ જાય એવી ઘટના કરે છે. આમ થતાં અસાવધાન સાધક ફુલાઈ જાય અને પોતાની જાતને વધારેમાં વધારે ઉત્તમ, મોટી, પ્રતિષ્ઠિત માનવા લાગે અને બીજા તમામ મનુષ્યોની નિંદા વા અવજ્ઞા કરવા તૈયાર થઈ જાય અને એવી વાસના વા વૃત્તિ પેદા થતાં સાધક એકદમ પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. હે કાળિયા માર ! તારી સેના ભારે જીવલેણ ઘા કરનારી છે. જે શૂરવીર ન હોય તેને તો તું હરાવી જ નાખે. પરંતુ જે ખરેખરો સાવધાન શૂરવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9