Book Title: Bhagwan Buddha
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 9
________________ 120 * સંગીતિ હોય, તે તો તેને જીતી જાય છે અને પૂર્ણ શાંતિને પામે છે. एस मुजं परिहरे धिरत्थु इय जीवितं / संगामे मे मतं सेय्यो यं चे जीवे पराजितो // સાર: “માર ! તું એમ સમજી લે કે આ સાધક જેવો-તેવો નથી, તેણે તો લડાઈમાં મરવું સ્વીકારીને જ આ સંગ્રામ શરૂ કરેલો છે અને એ માટે તો આ મુંજનું ઘાસ માથે બાંધેલું છે. જે યોદ્ધો લડાઈમાં હારીને પાછો ફરે તેનું જીવન ધિક્કારને પાત્ર છે. હારીને જીવવા કરતાં તો મરવું જ શ્રેયરૂપ છે એમ મારો દઢ સંકલ્પ છે.” છેવટ માર થાક્યો અને તે બોલવા લાગ્યો કે : सत्त वस्सानि भगवंतं अनबंधि पदापदं / ओतारं नाधिगच्छिस्सं संबद्धस्स सतीमतो // સાર: “હું ભગવાનની પાછળ પાછળ નિરંતર સાત વરસ સુધી ફર્યા કર્યો, પણ આ ભારે ચકોર અને તીવ્ર જાગ્રત સ્મૃતિવાળા સંબુદ્ધ પુરુષમાં કયાંય પેસવા જેટલું જરા પણ કાણું મેળવી શક્યો નહીં.” આ રીતે મહાશૂર સિદ્ધાર્થ રાજપુત્રે સાત વરસ સુધી મારની સેના સાથે ખાંડાના ખેલ ખેલ્યા; પરંતુ છેવટે માર પોતે જ હાર્યો અને વૈશાખી પૂર્ણિમાને દિવસે આજથી પચીસસો વરસ પહેલાં એ રાજપુત્ર સિદ્ધાર્થ, ભગવાન બુદ્ધ બની ગયા અને સારા ભારતમાં ભારે પ્રકાશ ફેલાવ્યો. - અખંડ આનંદ, મે - 1955 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9