Book Title: Bhagwan Buddha Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 3
________________ ૧૧૪ ૦ સંગીતિ તે પ્રાચીન બ્રાહ્મણો બ્રહ્મચર્ય, શીલ, સરળતા, કોમળતા, નમ્રતા, તપ, સમાધિ, અહિંસા અને ક્ષમા વગેરે ગુણોની સ્તુતિ કરતા અને પોતામાં એ બધા ગુણો પૂર્ણપણે વિકસે એ માટે સતત પ્રયત્ન કરતા રહેતા.. તેમનો બ્રહ્મા નામનો આગેવાન પુરુષ દૃઢ પરાક્રમી હતો. તેણે તો સ્વપ્રે પણ કદી સ્ત્રીસંગ કર્યો નથી. આજે પણ તેવા પ્રાચીન બ્રાહ્મણોનો આચારધર્મ કેટલાક સુન્ન બ્રાહ્મણો સાચવી રહ્યા છે અને તેઓ એ પ્રાચીન બ્રાહ્મણોના બ્રહ્મચર્ય, શીલ તથા ક્ષમા વગેરે ગુણોની પ્રશંસા કરતા દેખાય છે.. તે પ્રાચીન બ્રાહ્મણો બેસવાનાં પાથરણાં-આસનો, વસ્ત્ર, ઘી, ચોખા અને તેલ વગેરે પદાર્થોને ભિક્ષામાં માગી લાવીને અથવા ધાર્મિક રીતે તે પદાર્થોને એકઠા કરીને યજ્ઞ કરતા. તે યજ્ઞમાં તેઓ કદી ગોવધ કરતા જ નહિ. તે પ્રાચીન બ્રાહ્મણો એમ સમજતા, કે જેવાં પોતાનાં માબાપ છે, જેવાં પોતાનાં ભાઈ-ભાંડુ છે, જેવાં પોતાનાં બીજાં સગાંવહાલાં છે એવી જ આ ગાયો છે. આ ગાયો અમારું અને આમજનતાના પોષણનું અવલંબન છે, સૌને સુખ આપનારી છે, પરમમિત્રરૂપ છે અને આખાય સંસારને જેનાથી પોષણ મળે છે એવી ખેતી આ ગાયો ઉપર જ ટકી રહી છે. આ ગાયો અન્ન આપનારી છે, બળ દેનારી છે, કાંતિ વધારનારી છે, સુખશાંતિને ફેલાવનારી છે; આ બધું બરાબર સમજીને તે પ્રાચીન બ્રાહ્મણો યજ્ઞમાં કદી પણ ગાયોનો વધ કરતા જ નહીં. વળી એ તેજસ્વી પ્રાચીન બ્રાહ્મણો મજબૂત બાંધાવાળા હતા, યશસ્વી હતા અને પોતાના ધર્મના આચાર પ્રમાણે દઢપણે વર્તનારા હતા તથા કૃત્ય અને અકૃત્યનો વિવેક કરવામાં ભારે કુશળ હતા અને જ્યાં સુધી એ બ્રાહ્મણો પોતાના ધર્મમાં દઢપણે સ્થિર રહ્યા, ત્યાં સુધી તેઓ અને આમજનતા પણ સુખી હતાં. પરંતુ રાજાઓ તરફથી મળતી દક્ષિણાઓ, ધનના ઢગલાઓ અને ઘરેણાંઓથી સુશોભિત સ્ત્રીઓ જેવી અત્યંત ક્ષુદ્ર વસ્તુઓ તેમને મળવા લાગી, ત્યારથી તેમની બુદ્ધિ બદલાઈ ગઈ. રાજાઓ પોતાના સ્વચ્છંદને પોષવા માટે તેમની પાસે નવી નવી વ્યવસ્થાઓ કરાવવા સારું જ્યારથી ઉત્તમ ઘોડા જોડેલા રથો તેમને દક્ષિણામાં આપવા લાગ્યા, ઉત્તમ મહેલો તેમને ભેટ કરવા લાગ્યા તથા ગાયોનાં ટોળાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 2 3 4 5 6 7 8 9