Book Title: Bhagwan Adinath
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 2
________________ ભગવાન આદિનાથ. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આજના કરતાં એ જમાનો ઘણો જુદો હતો. એ સમયે કોઈ ગામ કે નગર નહોતાં. કોઈ સમાજ કે રાજ નહોતાં. બધા લોકો જંગલમાં વસતા અને ફળ ખાઈને નિરાંતે જીવન જીવતા. આ સમયે છોકરો અને છોકરી એકસાથે જન્મતાં અને તેઓ યુગલિયા'ને નામે ઓળખાતાં. આ સાથે જન્મેલાં છોકરા અને છોકરી એકબીજાની સાથે જ દામ્પત્યજીવન ગાળતાં અને સાથે જ મૃત્યુ પામતાં. આથી કોઈનો કોઈને વિયોગ સહેવાનો વારો આવતો નહિ. લોકો સીધુંસાદું જીવન જીવતા. સજા કરવાની કોઈ જરૂર પડતી નહિ. માત્ર સહેજ ઠપકો આપતાં જ માણસ સુધરી જતો હતો. લોકો સુખી હતા, પણ એમનામાં અજ્ઞાનતા અને અણસમજ મોટા પ્રમાણમાં હતાં. એક બાજુ ક્યાંય કંકાસ નહિ તો બીજી બાજુ એટલી જ જડતા હતી. પરંતુ ધીરે ધીરે સ્થિતિ બદલાવા લાગી. કલ્પવૃક્ષો પહેલાં જેટલું આપતાં હતાં એટલું આપતાં બંધ થયાં. ઝાડ પહેલાં ફળથી લચી પડતાં હતાં ત્યાં મર્યાદિત ફળ આવવા લાગ્યાં.

Loading...

Page Navigation
1 2 3 4 5 6