Book Title: Bhagwan Adinath
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 4
________________ કે.-----ભગવાન આદિનાથ -------- પછી ખાજો.” આ રીતે રાજા ઋષભદેવે પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું. અનાજ કઈ રીતે વાવવું અને પકાવવું તે પણ શીખવ્યું. રહેવા માટે મકાનો તૈયાર કરતાં શીખવ્યું. ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું. લોકોને અગ્નિની ઓળખ આપી અને ધીરે ધીરે કુંભાર, સુથાર, વણકર, ચિત્રકાર અને શિલ્પીઓ બધાંને તૈયાર કર્યા. શરીર ઢાંકવા વલ્કલ અને વસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખવ્યું. શ્રી ભદેવે પોતાના મોટા પુત્ર ભરતને વિવિધ કલાઓ શીખવી. નાના પુત્ર બાહુબલિને ગજ પરીક્ષા, અશ્વ પરીક્ષા જેવી અનેક જાતની વિદ્યા શીખવી. બ્રાહ્મીને જમણા હાથથી લખવાનું શીખવ્યું અને અઢાર પ્રકારની લિપિઓ બતાવી. સુંદરીને ડાબા હાથથી ડાબી બાજુથી શરૂ થતું ગણિત શીખવ્યું. આ રીતે પોતાના કુટુંબ દ્વારા જ જ્ઞાનનો પ્રચાર કરવા માંડ્યો. રાજની વ્યવસ્થા માટે ચાર પ્રકારનાં કુળો કર્યા. આમ માનવજાતિને સંસારમાં વ્યવહારનો માર્ગ વ્યવસ્થિત કરી આપ્યો. ઋષભદેવે રાજા થઈને પ્રજા માટે અનેક કાર્યો કર્યા, પણ તેઓ વિચાર કરે છે કે બાળકને રમવા રમકડું આપ્યું, પણ એ જુવાન થાય તોય રમકડે જ રમવા દેવું ? એણે જીવનના જુદા જુદા ધર્મ જરૂર અદા કરવા જોઈએ. પ્રજાને માત્ર ભૌતિક સુખ આપી એમાં જ રાચતી રાખીએ તો તો એક કાળે એનો વિનાશ થાય. ભૌતિક સુખ પછી આધ્યાત્મિક સુખની વિચારણા થવી જોઈએ. પ્રજાને એ બતાવવું જોઈએ કે આ બધાં સુખો મેળવ્યાં તે મહત્ત્વનાં છે, પણ એનાથીય મહત્ત્વની બીજી વસ્તુ છે અને એ છે ત્યાગ. __ ભગવાન આદિનાથ _ પ્રજાનો દેહ પુષ્ટ થાય એટલું પૂરતું નથી, પણ એનો આત્મા પણ પુષ્ટ થવો જોઈએ. આથી ઋષભદેવે વિચાર્યું કે હવે ખરી જરૂર ધર્મતીર્થ પ્રવર્તાવવાની છે. પૃથ્વી ધર્મથી જ ધારણ કરાશે. ધર્મ નહિ પ્રવર્તાવું તો આ નશ્વર સામ્રાજ્યને જ લોકો સાચું માનશે. આ ક્ષણભંગુર દેહની આળપંપાળ પાછળ માનવી મચ્યો રહેશે. ધર્મ નહિ હોય તો માણસ એની માણસાઈ ગુમાવશે. આપવાની મહત્તા ભૂલી જશે. બીજાનું લઈ લેવામાં કે પડાવી લેવામાં મસ્ત રહેશે. ઋષભદેવે પોતાના વ્યવહારથી જ ધર્મ આચરવાનું નક્કી કર્યું. આ સમયે પાંચમા દેવલોકને અંતે વસનારા અરુણ, આદિત્ય, સારસ્વત આદિ લોકાંતિક દેવો આવ્યા અને તેમણે ઋષભદેવને નમસ્કારપૂર્વક પ્રાર્થના કરી, “હે નાથ ! હવે ધર્મતીર્થ પ્રવર્તાવી જ ગતનું કલ્યાણ કરો.” પૃથ્વીનાથ ઋષભદેવે સ્મિતપૂર્વક તેનો પ્રત્યુત્તર વાળ્યો. લોકાંતિક દેવો સહર્ષ વિદાય થયા. ધર્મતીર્થ પ્રવર્તાવવાની ઇચ્છાવાળા પૃથ્વીપતિ ઋષભદેવ શાંત ચિત્તે રાજમહેલ તરફ પધાર્યા. આનંદમાં ગરકાવ થયેલા રસિયાઓએ નિરાંતે વસંતોત્સવ ઊજવ્યા કર્યો, પણ રાજમહેલમાં આવીને શ્રી ઋષભદેવે રાજત્યાગનો ને સંયમધર્મ સ્વીકાર કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સમાચાર થોડી વારમાં બધે પ્રસરતાં ભરત વગેરે કુમારોની, વફાદાર સચિવાદિ સેવકોની અને નાનાં બાળ માફક ઊછરેલાં પ્રજાજનોની ચિંતાનો પાર ન રહ્યો.

Loading...

Page Navigation
1 2 3 4 5 6