Book Title: Bhagwan Adinath
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/034270/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન આદિનાથ લેખક કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન આદિનાથ. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આજના કરતાં એ જમાનો ઘણો જુદો હતો. એ સમયે કોઈ ગામ કે નગર નહોતાં. કોઈ સમાજ કે રાજ નહોતાં. બધા લોકો જંગલમાં વસતા અને ફળ ખાઈને નિરાંતે જીવન જીવતા. આ સમયે છોકરો અને છોકરી એકસાથે જન્મતાં અને તેઓ યુગલિયા'ને નામે ઓળખાતાં. આ સાથે જન્મેલાં છોકરા અને છોકરી એકબીજાની સાથે જ દામ્પત્યજીવન ગાળતાં અને સાથે જ મૃત્યુ પામતાં. આથી કોઈનો કોઈને વિયોગ સહેવાનો વારો આવતો નહિ. લોકો સીધુંસાદું જીવન જીવતા. સજા કરવાની કોઈ જરૂર પડતી નહિ. માત્ર સહેજ ઠપકો આપતાં જ માણસ સુધરી જતો હતો. લોકો સુખી હતા, પણ એમનામાં અજ્ઞાનતા અને અણસમજ મોટા પ્રમાણમાં હતાં. એક બાજુ ક્યાંય કંકાસ નહિ તો બીજી બાજુ એટલી જ જડતા હતી. પરંતુ ધીરે ધીરે સ્થિતિ બદલાવા લાગી. કલ્પવૃક્ષો પહેલાં જેટલું આપતાં હતાં એટલું આપતાં બંધ થયાં. ઝાડ પહેલાં ફળથી લચી પડતાં હતાં ત્યાં મર્યાદિત ફળ આવવા લાગ્યાં. Page #3 -------------------------------------------------------------------------- ________________ ४ ભગવાન આદિનાથ ધીરે ધીરે લોકોમાં સંતોષને બદલે અસંતોષ શરૂ થયો. કલ્પવૃક્ષની માલિકીની તકરાર શરૂ થઈ. એકાદ વખત કયું ઝાડ કોનું, એ અંગે બોલાચાલી થઈ. ધીરે ધીરે કજિયો, કંકાસ અને સ્વાર્થ આવી ગયાં. પહેલાં “હા, હા, તમે આ શું કરો છો ?” એવા ઠપકાથી સહુ શાંત થઈ જતા અને એ રીતે ‘હકારનીતિ’ અમલમાં આવી. પણ એ પછી માત્ર ઠપકો આપવાથી કામ ન ચાલતાં “તમે આવું કામ મા કરો, મા કરો” એવી ‘મકાર નીતિ’ અમલમાં આવી. એ નીતિ પણ સમય જતાં કારગત ન નીવડતાં ‘ધિક્, તેં આ શું કર્યું ?’ એવી ‘ધિક્કારનીતિ’ અમલમાં આવી. આ હકાર, મકાર અને ધિક્કાર એ ત્રણે નીતિ જગતમાં ચાલવા લાગી. આવા કાળમાં નાભિરાજાની રાણી મરુદેવાએ એક અત્યંત તેજસ્વી બાળકને જન્મ આપ્યો. મરુદેવા માતાએ બાળક ગર્ભમાં આવતી વખતે ચૌદ સ્વપ્ન જોયાં હતાં અને તેમાં પહેલું સ્વપ્ન શ્વેત ઋષભનું હતું. વળી બાળકના સાથળ પ્રદેશમાં પણ ઋષભનું ચિહ્ન હતું. આને પરિણામે બાળકનું નામ ઋષભદેવ રાખવામાં આવ્યું. બાળકની સાથે બાળકી પણ જન્મી હતી અને તેનું દર્શન મંગલ હોવાથી તેનું નામ સુમંગલા રાખવામાં આવ્યું. તે બંને આનંદથી ઊછરવા લાગ્યાં. આ સમયે એક યુગલિયામાંથી બાળપુરુષ મૃત્યુ પામ્યો અને કન્યા એકલી અને વિખૂટી પડી ગઈ. એ કન્યા કાળક્રમે યુવાન થઈ. એનું રૂપ ખીલી ઊઠ્યું. પણ ટોળામાંથી હરણી વિખૂટી પડી હોય તેમ તે એકલી પડી ગઈ હતી. લોકો તેને નાભિ કુળકર પાસે લઈ ગયા. કુળના વડાએ કહ્યું કે આ કન્યા ઘણી સુંદર છે. તે ઋષભને જ પરણાવીશું. કન્યાનું નામ હતું સુનંદા. આમ યોગ્ય ભગવાન આદિનાથ અવસરે સુમંગલા અને સુનંદાનાં ઋષભ સાથે લગ્ન થયાં. એ વખતે આ દેશમાં પહેલી જ વાર લગ્નની પ્રથા અસ્તિત્વમાં આવી. સુમંગલાને એક પુત્ર-પુત્રીનું જોડું હતું જેનાં નામ હતાં ભરત અને બ્રાહ્મી. સુનંદાને પણ પુત્ર-પુત્રીનું જોડું હતું. તેનાં નામ હતાં બાહુબલિ અને સુંદરી. વળી સુમંગલાને બીજા પણ ઘણા પુત્રો થયા. આમ ઋષભને કુલ એકસો પુત્રો અને બે પુત્રીઓ હતાં. સમય ઘણો બદલાઈ ગયો હતો. હવે મકાર કે ધિક્કારની નીતિ પણ નકામી નીવડતી હતી. આથી નાભિ કુળકરે ઋષભની એક રાજા તરીકે સ્થાપના કરી. ઇંદ્રે આવીને ઉલ્લાસભેર પ્રભુનો રાજ્યાભિષેક ઊજવ્યો. ધરતીમાંથી અમૃત જેવાં ફળો ઘટી ગયાં હતાં અને અમૃત જેવાં પાણી ઓછાં થઈ ગયાં હતાં. લોકો પાંદડાં, ફળફૂલ અને જંગલમાં ઊગેલું અનાજ ખાતાં, પરંતુ એમની પાસે પહેલાંનાં લોકો જેવી પાચનશક્તિ નહોતી. અનાજ ખાય પણ પચે નહિ તેથી તેઓએ એક દિવસ શ્રી ઋષભને કહ્યું, “તમે અમારા રાજા છો, તમે કોઈ રસ્તો શોધી આપો. આ ખોરાક અમને પચતો નથી. પેટની પીડાનો કોઈ પાર નથી.” આ સમયે શ્રી ઋષભે કહ્યું, “અનાજને હાથથી મસળો. પાણીમાં પલાળો અને પછી તેને પાંદડાના પડિયામાં લઈને ખાવ તો અપચો નહિ થાય.” લોકોએ તેમ કર્યું. અને એમના આનંદનો પાર ન રહ્યો. નિરાંતે ભોજન પચવા લાગ્યું. થોડા વખત બાદ ફરી આ જ ફરિયાદ શ્રી ઋષભ પાસે આવી. ત્યારે તેમણે કહ્યું, “પલાળેલા અનાજને મુઠ્ઠીમાં રાખો અને Page #4 -------------------------------------------------------------------------- ________________ કે.-----ભગવાન આદિનાથ -------- પછી ખાજો.” આ રીતે રાજા ઋષભદેવે પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું. અનાજ કઈ રીતે વાવવું અને પકાવવું તે પણ શીખવ્યું. રહેવા માટે મકાનો તૈયાર કરતાં શીખવ્યું. ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું. લોકોને અગ્નિની ઓળખ આપી અને ધીરે ધીરે કુંભાર, સુથાર, વણકર, ચિત્રકાર અને શિલ્પીઓ બધાંને તૈયાર કર્યા. શરીર ઢાંકવા વલ્કલ અને વસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખવ્યું. શ્રી ભદેવે પોતાના મોટા પુત્ર ભરતને વિવિધ કલાઓ શીખવી. નાના પુત્ર બાહુબલિને ગજ પરીક્ષા, અશ્વ પરીક્ષા જેવી અનેક જાતની વિદ્યા શીખવી. બ્રાહ્મીને જમણા હાથથી લખવાનું શીખવ્યું અને અઢાર પ્રકારની લિપિઓ બતાવી. સુંદરીને ડાબા હાથથી ડાબી બાજુથી શરૂ થતું ગણિત શીખવ્યું. આ રીતે પોતાના કુટુંબ દ્વારા જ જ્ઞાનનો પ્રચાર કરવા માંડ્યો. રાજની વ્યવસ્થા માટે ચાર પ્રકારનાં કુળો કર્યા. આમ માનવજાતિને સંસારમાં વ્યવહારનો માર્ગ વ્યવસ્થિત કરી આપ્યો. ઋષભદેવે રાજા થઈને પ્રજા માટે અનેક કાર્યો કર્યા, પણ તેઓ વિચાર કરે છે કે બાળકને રમવા રમકડું આપ્યું, પણ એ જુવાન થાય તોય રમકડે જ રમવા દેવું ? એણે જીવનના જુદા જુદા ધર્મ જરૂર અદા કરવા જોઈએ. પ્રજાને માત્ર ભૌતિક સુખ આપી એમાં જ રાચતી રાખીએ તો તો એક કાળે એનો વિનાશ થાય. ભૌતિક સુખ પછી આધ્યાત્મિક સુખની વિચારણા થવી જોઈએ. પ્રજાને એ બતાવવું જોઈએ કે આ બધાં સુખો મેળવ્યાં તે મહત્ત્વનાં છે, પણ એનાથીય મહત્ત્વની બીજી વસ્તુ છે અને એ છે ત્યાગ. __ ભગવાન આદિનાથ _ પ્રજાનો દેહ પુષ્ટ થાય એટલું પૂરતું નથી, પણ એનો આત્મા પણ પુષ્ટ થવો જોઈએ. આથી ઋષભદેવે વિચાર્યું કે હવે ખરી જરૂર ધર્મતીર્થ પ્રવર્તાવવાની છે. પૃથ્વી ધર્મથી જ ધારણ કરાશે. ધર્મ નહિ પ્રવર્તાવું તો આ નશ્વર સામ્રાજ્યને જ લોકો સાચું માનશે. આ ક્ષણભંગુર દેહની આળપંપાળ પાછળ માનવી મચ્યો રહેશે. ધર્મ નહિ હોય તો માણસ એની માણસાઈ ગુમાવશે. આપવાની મહત્તા ભૂલી જશે. બીજાનું લઈ લેવામાં કે પડાવી લેવામાં મસ્ત રહેશે. ઋષભદેવે પોતાના વ્યવહારથી જ ધર્મ આચરવાનું નક્કી કર્યું. આ સમયે પાંચમા દેવલોકને અંતે વસનારા અરુણ, આદિત્ય, સારસ્વત આદિ લોકાંતિક દેવો આવ્યા અને તેમણે ઋષભદેવને નમસ્કારપૂર્વક પ્રાર્થના કરી, “હે નાથ ! હવે ધર્મતીર્થ પ્રવર્તાવી જ ગતનું કલ્યાણ કરો.” પૃથ્વીનાથ ઋષભદેવે સ્મિતપૂર્વક તેનો પ્રત્યુત્તર વાળ્યો. લોકાંતિક દેવો સહર્ષ વિદાય થયા. ધર્મતીર્થ પ્રવર્તાવવાની ઇચ્છાવાળા પૃથ્વીપતિ ઋષભદેવ શાંત ચિત્તે રાજમહેલ તરફ પધાર્યા. આનંદમાં ગરકાવ થયેલા રસિયાઓએ નિરાંતે વસંતોત્સવ ઊજવ્યા કર્યો, પણ રાજમહેલમાં આવીને શ્રી ઋષભદેવે રાજત્યાગનો ને સંયમધર્મ સ્વીકાર કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સમાચાર થોડી વારમાં બધે પ્રસરતાં ભરત વગેરે કુમારોની, વફાદાર સચિવાદિ સેવકોની અને નાનાં બાળ માફક ઊછરેલાં પ્રજાજનોની ચિંતાનો પાર ન રહ્યો. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભગવાન આદિનાથ -------- લોકોને ધર્મવિષયક કશું જ્ઞાન નથી. ધર્મ શું તે લોકો જાણતા નથી. કેવળ પોતાના પ્રાણપ્યારા પ્રભુનો વિયોગ તેમને વ્યાકુળ બનાવી રહ્યો છે. શ્રી ઋષભદેવે પોતાના રાજ્યની બરાબર વહેંચણી કરી. યુવરાજ ભરતને રાજ દંડ ગ્રહણ કરવા આજ્ઞા કરી. બીજી રાજકીય વ્યવસ્થા પણ કરી દીધી અને એક વર્ષ માટે ભગવાને સાંવત્સરિક દાનની શરૂઆત કરી. ચતુષ્પથ તથા દરવાજાઓ પર ઘોષણા કરાવી કે, “જે એનો અર્થી હોય, તેણે આવીને તે લઈ જવું. ભગવાન મોંમાંગ્યું આપશે.” શ્રી ઋષભદેવ જેવા દાતા ક્યાંથી મળે ? આમ દાન દેતાં એક વર્ષ વીત્યું અને રાજભાગનો સમય આવી પહોંચ્યો. લોકોને જોઈતી વસ્તુ મળી રહેતી હતી તેમ છતાં લોકોએ પણ ઋષભદેવનું થોડું દાન સ્વીકાર્યું. એક વર્ષ દરમિયાન ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સોનૈયાનું દાન કર્યું. ચૈત્ર વદિ આઠમને દિવસે પૃથ્વીનાથે રાજવૈભવનો અંચળો ઉતાર્યો અને સંયમધર્મનો સ્વીકાર કર્યો. મસ્તક પરના કેશકલાપનો ચાર મુષ્ટિ વડે લોચ કર્યો. દેવ, દાનવ અને માનવે અપલક દૃષ્ટિએ આ અદ્ભુત દૃશ્ય જોયું. છઠની તપશ્ચર્યાવાળા ઋષભદેવે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. આ સમયે જ એમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. સાધુનું જીવન કેટલું કઠિન હોય છે ! એમાં ખાંડાની ધાર પર ચાલવાનું હોય છે. ઉઘાડું માથું અને ઉઘાડા પગ સાથે વિહાર કરવાનો, ટાઢ અને તડકો વેઠવાનો, ભિક્ષા માંગીને ખાવાનું અને ભોંયપથારીએ સૂવાનું. ઋષભદેવે કચ્છ અને મહા કચ્છના રાજાઓને __ ભગવાન આદિનાથ _ _ _ _ _ _ ૯ સંસ્કારી બનાવ્યા હતા. એ ચાર હજાર રાજાઓ પણ એમની પાછળ રાજપાટ ત્યાગીને ચાલી નીકળ્યા. દીક્ષા વખતે કરેલા ઉપવાસના પારણાનો સમય થઈ ગયો, પણ ભગવાન કશું ગ્રહણ કરતા નથી. રસાળ ઝાડનાં ઝુંડ તો ફળથી ઝૂમી રહ્યાં હતાં, પણ એને જાણે કિંયાક ફળ સમજી એને સ્પર્શ કરતાં નથી. સ્વાદિષ્ટ જળનાં નવાણ ભર્યા છે. પરંતુ ખારો ધૂધ દરિયો ભર્યો છે એમ સમજી પ્રભુ એનું આચમન પણ કરતા નથી. કોઈએ ભોજનના થાળ ધર્યા તો કોઈએ સોનારૂપાના થાળ ! ઋષભદેવ કોઈની ભિક્ષા સ્વીકારતા નથી. એ તો સતત ધર્મધ્યાનમાં રત છે. આમ ને આમ એક આખો મહિનો વીતી જાય છે, પણ ભિક્ષાનો યોગ થતો નથી. શ્રી ઋષભદેવે પોતાની ધ્યાનસાધના એમ ને એમ ચાલુ રાખી. મેરુ ચળે પણ તેમનો નિશ્ચય ચળે તેવો નહોતો. તેઓ તો માત્ર મૌન સેવે છે અને આગળ ને આગળ વધ્યું જાય છે. કોઈ હાથી ધરે છે તો કોઈ ઘોડા ભેટ ધરે છે. કોઈ યુવાવસ્થામાં આવેલી કન્યા અર્પણ કરે છે, પણ પ્રભુ જળકમળવત્ સહુથી દૂર જ રહ્યા. તેઓ તો અપરિગ્રહી હતા. આ પરિગ્રહનો તો તેમણે ત્યાગ કર્યો હતો. આમ ને આમ બાર માસ વીતી ગયા. જેમ દીપક તેલ વિના પ્રકાશતો નથી, વૃક્ષ જળ વિના જીવતું નથી તેમ દેહ આહાર વિના ટકી શકતો નથી. ભગવાનને આહારની જરૂર હતી, પણ સાથે સાથે એવી પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. ત્યાગીને યોગ્ય, નિરવદ્ય અને એષણીય ખોરાકની જરૂર હતી. Page #6 -------------------------------------------------------------------------- ________________ =------___ ભગવાન આદિનાથ એ સમયની ખાધેપીધે સુખી પ્રજા આ સમજે ક્યાંથી ? ગામેગામ વિચરતાં ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા. અહીં બાહુબલિના પૌત્ર શ્રેયાંસે ભગવાનને જોયા. એમને પૂર્વજન્મનું જ્ઞાન થયું અને ભિક્ષા આપવા માટે ઉત્સુક બન્યા. શ્રેયાંસકુમારે ઋષભદેવને બે હાથ જોડી વિનંતી કરી, “પ્રભુ ! આપ મારું આંગણું પાવન કરો. આપને લેવા યોગ્ય ઇક્રસ (શેરડીનો રસ) સ્વીકારો.” આ ઇલુરસ નિર્દોષ અને બેંતાલીસ દોષથી મુક્ત હતો. ઋષભદેવે કરપાત્ર લંબાવ્યું અને શ્રેયાંસકુમારે ઘડાઓમાંથી શેરડીનો રસ વહોરાવ્યો. આમ એક વર્ષના ઉપવાસ બાદ પ્રભુએ એ દિવસે ઇશુરસથી પારણું કર્યું. નગરજનોએ જયજયકાર કર્યો. આકાશમાં પંચદિવ્ય પ્રગટ થયા. વાતાવરણ દુંદુભિનાદથી ગાજી ઊઠ્યું. સામાન્ય એવા શેરડીના રસમાં શ્રેયાંસકુમાર ભવોભવની બાજી જીતી ગયા. વસ્તુની મહત્તા નથી, ભાવની મહત્તા છે એ વાતનો જગતને એ દિવસે ખ્યાલ આવ્યો. આ દિવસ વૈશાખ સુદ ત્રીજનો હતો, જે અક્ષયદાનને લીધે અક્ષયતૃતીયાને નામે પ્રસિદ્ધ થયો. આજે પણ વરસીતપ કરનારા એનું પારણું આ જ દિવસે શેરડીના રસથી કરે છે. દીક્ષા લીધા પછી તેઓ દેશના જુદા જુદા ભાગોમાં વિચરતા હતા. ક્યારેક ખંડેરમાં તો ક્યારેક સ્મશાનમાં ધ્યાન લગાવતા હતા. તેઓ અંતરના શત્રુને જીતતા હતા. અયોધ્યા નજીક આવેલા પુરિતતાલ નામના એક પરાના બગીચામાં તેઓ ધ્યાન ધરતા હતા. આ સમયે તેમણે અંતરના શત્રુઓ પર પૂરેપૂરો વિજય મેળવ્યો. દીક્ષા લીધા ભગવાન આદિનાથ _ ___ _ બાદ એક હજાર વર્ષ પછી ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ આપ્યો, “કોઈ જીવને મારવો નહિ. બધાની સાથે હેતથી રહેવું. જુઠું બોલવું નહિ. ચોરી કરવી નહિ. શિયળવ્રત પાળવું. સંતોષથી રહેવું.” ઘણા લોકો આ ધર્મ પાળવા લાગ્યા. ઋષભદેવે એક સંઘ સ્થાપ્યો. આ સંઘને તીર્થ પણ કહેવાય છે અને તેથી આદિનાથ પહેલા તીર્થ કરનાર એટલે તીર્થંકર થયા. આદિનાથ ભગવાનના પરિવારમાં ચોર્યાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારી, વીસ હજાર કેવળજ્ઞાની, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકો અને પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ હતાં. પોતાના નિર્વાણનો સમય નજીક આવેલો જાણી તેઓ અષ્ટાપદ નામના પહાડ પર ગયાં. ત્યાં સર્વ આકાંક્ષાઓ છોડી સમભાવમાં સ્થિર થયાં. છઠ્ઠા દિવસે તેમનું નિર્વાણ થયું. આજે પણ લોકો સવારે ઊઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે.